આજથી મુંબઇના દુકાનદારોએ દુકાનો ફરી ખોલી

સરકારે ઓક્ટ્રોયની જગ્યાએ એલબીટી ટેક્સ નાખ્યો છે. વેપારીઓનું બેમુદત બંધ આંદોલન છેલ્લા ત્રણેક અઠવાડિયાથી ચાલુ હતું. છુટક વેપારીઓ, હોલસેલરો ગયા સોમવારથી તેમાં જોડાયા હતા.
મહારાષ્ટ્ર સરકારે એલબીટી સંબંધિત ભલામણો સુપરત કરવા માટે રાજ્યના ચીફ સેક્રેટરી જયંતકુમાર બાંઠીયાના અધ્યક્ષપદ હેઠળ એક સમિતિની રચના કરી છે. આ સમિતિ એક મહિનામાં તેનો રિપોર્ટ સરકારને સુપરત કરશે.
મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે એલબીટીનો અમલ રદ કરવાની વેપારીઓની માગણીને ફગાવી દીધી છે, પણ આ ટેક્સની વસુલીની પ્રક્રિયાને સરળ બનાવવા માટે ચર્ચા કરવાની તૈયારી બતાવી છે. આ હડતાદ દરમિયાન તેમને હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.












Click it and Unblock the Notifications
