For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઇના ડો. ચતુર્વેદી અમેરિકામાં જૂડી વિલ્કેનફેલ્ડ એવોર્ડથી સમ્માનિત

|
Google Oneindia Gujarati News

pankaj chaturvedi
વોશિંગ્ટન, 3 મે: ડો. પંકજ ચતૂર્વેદી મુંબઇની ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં કેંસર સર્જન છે. તેમણે ભારતમાં તંબાકુના ઉપયોગ અને તેના દ્વારા થતી બિમારીઓની સામેના અભિયાનમાં કુશળ નેતૃત્વ કરવા બદલ પ્રતિષ્ઠિત અમેરિકન પુરસ્કાર જીત્યો છે. 'ધી કેંપેન ફોર ટોબેકો-ફ્રી કિડ્સ' સંગઠને 'જૂડી વિલ્કેનફેલ્ડ એવોર્ડ' ડો.ચતુર્વેદીને એનાયત કર્યો.

આંતરરાષ્ટ્રીય સ્તર પર તંબાકુ નિયંત્રણ માટે પ્રયત્નો, જાગૃતિ અભિયાનો માટે આ પુરસ્કાર વર્ષમાં એકવાર આપવામાં આવે છે. તંબાકુ સાથે જોડાયેલ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ 'ટોબેકો ફ્રી કિડ્સ'ની સંસ્થાપક જૂ઼ડી વિલ્કેનફેલ્ડની યાદમાં 'વિલ્કેનફેલ્ડ એવોર્ડ'ની સ્થાપના થઇ. જૂડીની મે 2007માં મૃત્યુ થઇ ગઇ હતી. પુરસ્કાર ગ્રહણ કરતા ચતુર્વેદીએ જણાવ્યું કે 'અમે ભારતમાં આ દિશામાં ઘણી પ્રગતી કરી છે, અને હું વૈશ્વિક સમુદાય માટે પણ એક કર્મચારીના રૂપમાં કાર્ય કરવાની આશા કરું છું.'

પુરસ્કાર વિજેતા ડો. ચતુર્વેદીએ જણાવ્યું કે 'અનેક તંબાકુ પીડિતોનો અવાજ દુનિયાને જરૂર સાંભળવી જોઇએ અને હું જાણું છું કે તંબાકૂની સામેની વૈશ્વિક લડાઇમાં સફળતા સંભવ છે.' 'કેંપેન ફોર ટોબેકો ફ્રી કિડ્સ'ના પ્રમુખ મેથ્યુ એલ મેયર્સે જણાવ્યું કે 'ડો. ચતુર્વેદીએ ન માત્ર ભારતમાં આ દિશામાં સારી છાપ કરી છે પરંતુ વૈશ્વિક સ્તર પર પણ તંબાકુની વિરુદ્ધ વૈશ્વિક ઉદાહરણ રજુ કર્યું છે.' માથા અને ગળાના કેંસર સર્જનના રૂપમાં ડો. ચતુર્વેદી તંબાકુના કારણે થતા કેંસરથી પીડિત દર્દીઓને બીમારીથી લડવા માટે પ્રોત્સાહિત કરે છે.

ચતૂર્વેદી માને છે કે તંબાકુ પ્રત્યે સાર્થક જાગૃતિ ત્યાં સુધી નહીં આવે જ્યાં સુધી લોકોની સામે તેની સાથે જોડાયેલ ભયાનક વાસ્તવિકતા અને આંકડાઓ ના લાવવામાં આવે. માટે ચતુર્વેદીએ 'વોઇસ ઓફ ટોબેકો વિક્ટિમ્સ કેંપેન' શરૂ કર્યું. આ ક્રાંતિકારી અભિયાને તંબાકુ સેવનથી પીડિત દર્દીઓને પ્રોત્સાહિત કરવાની સાથે, ડોક્ટરોને ભારતીય નેતાઓથી તંબાકુ નિયંત્રણથી સંબંધિત કઠોર કાનૂન બનાવવા અને લાગુ કરવાની માંગ કરવા માટે પ્રેરિત કર્યા છે.

English summary
Mumbai surgeon Dr Pankaj Chaturvedi wins US award for anti-tobacco campaign.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X