For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈમાં નિર્માણાધીન ફ્લાઈઓવર ધરાશાયી, 13 લોકો ઘાયલ

મુંબઈમાં આજે સવારે બાંદ્રા કુર્લા કૉમ્પ્લેક્સમાં એક નિર્માણીધીન ફ્લાઈઑવરનો હિસ્સો પડી ગયો.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ એક મોટા સમાચાર માયાનગરીથી છે, અહીં આજે સવારે બાંદ્રા કુર્લા કૉમ્પ્લેક્સમાં એક નિર્માણીધીન ફ્લાઈઑવરનો હિસ્સો પડી ગયો જેના કારણે 13 લોકો ઘાયલ થઈ ગયા જેમને નજીકની હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. એએનઆઈના જણાવ્યા મુજબ આ દૂર્ઘટના આજે સવારે 4.40 વાગે બની. ઘટના સ્થળે હાલમાં ફાયરબ્રિગેડના અધિકારીઓ અને પોલિસ દળ હાજર છે. કાટમાળમાં લોકોના દબાયા હોવાની આશંકાને પગલે સર્ચ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યુ છે. અચાનક થયેલી દૂર્ઘટનાથી હાલમાં અફડાતફડીનો માહોલ છે.

mumbai

જો કે આ વિશે મીડિયા સાથે વાત કરીને ડીસીપી મંજૂનાથ સિંહે કહ્યુ કે બીકેસીનો મુખ્ય રસ્તો અને સાંતાક્રૂઝ-ચેમ્બૂર લિંક રોડને જોડતો નિર્માણાધીન ફ્લાઈઑવરનો એક હિસ્સો આજે સવારે લગભગ 4.30 વાગે ધરાશાયી થઈ ગયો. 13 લોકોને સામાન્ય ઈજા થઈ છે અને તેમને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈ વ્યક્તિ ગુમ નથી. સ્થિતિ કાબૂમાં છે. અમે ઘટનાના કારણો શોધવાની કોશિશ કરી રહ્યા છે.

દીવાલ પડવાથી કિશોરનો જીવ ગયો

તમને જણાવી દઈએ કે હજુ હમણાં જ ભારે વરસાદે મુંબઈમાં કહેર વરસાવ્યો હતો. અહીં ભાંડુપમાં દીવાલ પડવાથી એક કિશોરનો જીવ જતો રહ્યો હતો. દૂર્ઘટનાની માહિતી આપીને મુંબઈ નગર નિગમે જણાવ્યુ હતુ કે ભારે વરસાદના કારણે ભાંડુપમાં 16 વર્ષીય કિશોરનુ મોત થઈ ગયુ. આ ઉપરાંત અંધેરીમાં કરન્ટ લાગવાથી એક વ્યક્તિનુ મોત થઈ ગયુ હતુ. વરસાદના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયુ હતુ અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ હતુ. તમને જણાવી દઈએ કે હમણાંથી વરસાદના કારણે મુંબઈના ઘણા વિસ્તારોમાં જૂની અને જર્જરિત ઈમારતો પડવાના સમાચાર આવ્યા હતા. જો કે જે જગ્યાએ આ દૂર્ઘટના બની ત્યાં પહેલેથી જ લોકોને સલાહ આપી દેવામાં આવી હતી જેના કારણે જાન-માલનુ નુકશાન થયુ નહોતુ.

English summary
Mumbai: under-construction flyover collapsed around 4:30 am.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X