Uniform Civil Code: પીએમ મોદીના નિવેદન બાદ મુસ્લિમ લૉ બોર્ડની બેઠક, તૈયાર કરશે ડ્રાફ્ટ

Uniform Civil Code: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) પર એક મોટું નિવેદન આપ્યું હતું, જે પછી દેશભરમાં તેની ચર્ચા તેજ થઈ ગઈ છે. ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે મંગળવારે રાત્રે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી, જેમાં ઘણા વકીલો પણ સામેલ હતા.

આ દરમિયાન UCC ના કાયદાકીય પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ, મુસ્લિમ લૉ બોર્ડે નિર્ણય કર્યો છે કે તે આ મામલે ડ્રાફ્ટ તૈયાર કરશે. આ પછી, તેઓ કાયદા પંચના અધ્યક્ષને મળશે અને તેમને સોંપશે.

Muslim Law Board

આ ડ્રાફ્ટમાં શરિયતના આવશ્યક નિયમોનો ઉલ્લેખ કરવામાં આવશે, જેથી UCCથી તે પ્રભાવિત ન થાય. વાસ્તવમાં, પીએમ મોદી મંગળવારે મધ્યપ્રદેશના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે ભોપાલમાં 'મેરા બૂથ, સબસે મજબૂત' અભિયાન હેઠળ ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા.

પીએમ મોદીએ કહ્યું કે ઘણી રાજકીય પાર્ટીઓ મુસ્લિમોને ગેરમાર્ગે દોરી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે, UCCના નામે લોકોને ભડકાવવાનું કામ થઈ રહ્યું છે. તમે જ મને કહો કે જો ઘરમાં એક સભ્ય માટે એક કાયદો અને બીજા સભ્ય માટે બીજો કાયદો હોય તો તે ઘર કેવી રીતે ચાલશે? તો પછી આવી બેવડી સિસ્ટમથી ઘર કેવી રીતે ચાલી શકશે?

તેમણે કહ્યું કે બંધારણમાં પણ નાગરિકોના સમાન અધિકારોનો ઉલ્લેખ છે. ઘણા લોકો આખો દિવસ મુસલમાન-મુસલમાન કર્યા કરે છે, પરંતુ જો તેઓ ખરેખર શુભચિંતક હોત તો આજે મારા મુસ્લિમ ભાઈ-બહેનો શિક્ષણની બાબતમાં પાછળ ન હોત. તેઓ રોજગારની બાબતમાં પાછળ ના રહેત.

મુસ્લિમ લૉ બોર્ડની બેઠકમાં યુસીસી પર ત્રણ કલાક સુધી ચર્ચા થઈ હતી. ઘણા મુસ્લિમ નેતાઓ આમાં વર્ચ્યુઅલ રીતે સામેલ હતા. જેમાં AIMPLBના પ્રમુખ સૈફુલ્લાહ રહેમાની, ઈસ્લામિક સેન્ટર ઑફ ઈન્ડિયાના પ્રમુખ અને AIMPLBના સભ્ય મૌલાના ખાલિદ રાશિદ ફરંગી મહાલીના નામ સામેલ છે.

આ મામલે મૌલાના ખાલિદ રશીદે કહ્યું કે આ મુદ્દો દરેક ચૂંટણી પહેલા ઉભો થાય છે. આ 2024 પહેલા પણ કરવામાં આવી રહ્યું છે. તેઓ આ મુદ્દે ડ્રાફ્ટ તૈયાર કરી રહ્યા છે. તેઓ તેને કાયદા પંચ સમક્ષ મૂકશે.

તમને જણાવી દઈએ કે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક ધારો એટલે દેશમાં રહેતા તમામ નાગરિકો માટે એકસમાન કાયદો, પછી ભલે તે કોઈ પણ ધર્મ કે જાતિનો હોય. યુસીસીમાં લગ્ન, છૂટાછેડા અને મિલકતના વિભાજનમાં તમામ ધર્મોને સમાન કાયદો લાગુ પડશે. જો કે મોટાભાગના ધર્મના લોકો તેની હિમાયત કરી રહ્યા છે, પરંતુ મુસ્લિમ નેતાઓ તેની વિરુદ્ધ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X