For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાળ હનુમાનને ખભા પર બેસાડીને પ્રસાદ વહેંચતો જોવા મળ્યો મુસ્લિમ યુવક

ભારતમાં ઘણીવાર હિન્દૂ મુસ્લિમ સાંપ્રદાયિક હિંસા થાય છે. એટલું જ નહીં પરંતુ નેતાઓ અને રાજનેતાઓ પણ આ પ્રકારના નિવેદનો આપતા રહે છે.

|
Google Oneindia Gujarati News

ભારતમાં ઘણીવાર હિન્દૂ મુસ્લિમ સાંપ્રદાયિક હિંસા થાય છે. એટલું જ નહીં પરંતુ નેતાઓ અને રાજનેતાઓ પણ આ પ્રકારના નિવેદનો આપતા રહે છે. તેવી સ્થિતિમાં હાલમાં સોશ્યિલ મીડિયા પર હરિયાણાની એક એવી ફોટો વાયરલ થઇ રહી છે, જે પ્રેમ અને ભાઇચારાનું પ્રતીક બની છે. આ ફોટો હિન્દૂ મુસ્લિમ છોડીને માનવતાની વાત કરી રહી છે. ખરેખર આ ફોટોમાં એક મુસ્લિમ વ્યક્તિને પ્રસાદ વહેંચતો જોવા મળી રહ્યો છે. કમાલની વાત છે કે આ વ્યક્તિના ખભા પર એક બાળક બાળ હનુમાન બનીને બેઠો છે.

આ પણ વાંચો: 70 વર્ષના પતિ-પત્નીએ ચાની દુકાન ચલાવી 23 દેશો ફર્યા

હિંદુઓને એક મુસલમાન ભંડારાનો પ્રસાદ વહેંચી રહ્યો છે

હિંદુઓને એક મુસલમાન ભંડારાનો પ્રસાદ વહેંચી રહ્યો છે

વાયરલ થઇ રહેલી તસ્વીરમાં એક મુસ્લિમ વ્યક્તિ હિન્દુઓનો ભંડારો વહેંચી રહ્યો છે, લોકો તેને કુતુહલથી જોઈ રહ્યા છે. આ ફોટો સાચે પ્રેમનું પ્રતીક છે. લોકોએ આ ફોટો પર ઘણી કમેન્ટ કરી છે અને તેના વખાણ કર્યા છે.

ખભા પર બાળ હનુમાન ગદા લઈને બેઠા હતા

ખભા પર બાળ હનુમાન ગદા લઈને બેઠા હતા

આ ફોટો કોઈ મંદિરના ભંડારાની લાગી રહી છે, જેમાં આ વ્યક્તિના ખભા પર બાળ હનુમાન ગદા લઈને બેઠા છે, જે આ મુસ્લિમ વ્યક્તિનો દીકરો જ લાગી રહ્યો છે. મંદિર પાસે ઉભા રહેલા આ વ્યક્તિએ લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું. તેની પાસેથી પ્રસાદ લેતા લોકો તેને અને બાળ હનુમાનને જોતા જ રહી ગયા.

જન્માષ્ટમીએ મુસ્લિમ મહિલાએ તેના બાળકને કન્હૈયો બનાવ્યો

જન્માષ્ટમીએ મુસ્લિમ મહિલાએ તેના બાળકને કન્હૈયો બનાવ્યો

થોડા સમય પહેલા આવી એક બીજી ફોટો પણ વાયરલ થઇ હતી, જેમાં એક મુસ્લિમ મહિલા પોતાના બાળકને કન્હૈયા રૂપે સજાવીને સ્કૂલે લઇ ગઈ હતી. આ ફોયો જન્માષ્ટમી સમયે વાયરલ થયો હતો. લોકો તેને પ્રેમનું પ્રતીક ગણાવી રહ્યા હતા.

English summary
muslim man seen distributing prasad with bal hanuman on his shoulder
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X