For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રિપલ તલાક બિલ લોકસભામાં પાસ થયું, કોંગ્રેસે કર્યું વૉક આઉટ

ટ્રિપલ તલાક બિલ લોકસભામાં પાસ થયું, કોંગ્રેસે કર્યું વૉક આઉટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ટ્રિપલ તલાકની પ્રથા પર રોક લગાવવાના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવેલ ટ્રિપલ તલાક બિલ લોકસભામાં બહુમતી સાથે પાસ થઈ ગયું છે. સંસદના શિયાળુ સત્રના 10મા દિવસે લોકસભામાં ટ્રિપલ તલાક બિલ પર ચર્ચા થઈ. જે બાદ લોકસભામાં કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ કાયદો 2018 રજૂ કર્યો. સદનમાં બિલના પક્ષમાં 245 અને વિરોધમાં 11 વોટ પડ્યા. સાથે જ લોકસભાથી ટ્રિપલ તલાક બિલ પાસ થઈ ગયું છે.

કોંગ્રેસ, AIADMKએ કર્યું વૉક આઉટ

કોંગ્રેસ, AIADMKએ કર્યું વૉક આઉટ

લોકસભામાં કોંગ્રેસ, એઆઈએડીએમકે સહિત કેટલાક વિપક્ષી દળોએ ટ્રિપલ તલાક બિલની વિરુદ્ધ સદનમાંથી વૉક આઉટ કર્યું. જો કે કેટલાક દળો બિલ પર ડિવીઝનની માગણી કરી રહ્યા હતા. સ્પીકરના કહેવા પર લૉબી ક્લિયર કરી દેવામાં આવી છે અને હવે ટ્રિપલ તલાક બિલ પર ડિવીઝન થઈ ગયું. લોકસભાથી પાસ થયા બાદ હવે ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં જશે. રાજ્યસભામાં બિલ પાસ થયા બાદ કાયદો બની જશે.

ઓવૈસીના ચાર સંશોધન પ્રસ્તાવ ફગાવી દેવાયા

ઓવૈસીના ચાર સંશોધન પ્રસ્તાવ ફગાવી દેવાયા

અગાઉ ટ્રિપલ તલાક બિલ સાંસદ પ્રેમચંદનો સંશોધન પ્રસ્તાવ સદનમાં ફગાવી દેવામાં આવ્યો બાદમાં ઓવૈસી તરફથી લાવવામાં આવેલ પ્રસ્તાવને પણ સદનની નામંજૂરી મળી. વોટિંગમાં ઓવૈસીના પ્રસ્તાવના સમર્થનમાં 15 વોટ પડ્યા જ્યારે 236 સાંસદોએ પ્રસ્તાવનો વિરોધ કર્યો. સાથે જ ઓવૈસી તરફથી લાવવામાં આવેલ 4 સંશોધનના પ્રસ્તાવને સદન તરફથી રદ કરવામાં આવ્યા છે. બીજેડી સાંસદ ભર્તુહરિ મહતાબ તરફથી લાવવામાં આવેલ સંશોધન પ્રસ્તાવ પણ રદ કરી દેવામાં આવ્યો છે, જેના પક્ષમાં 10 અને વિરોધમાં 245 વોટ પડ્યા હતા.

રાજનૈતિક કારણોસર બિલનો વિરોધ થઈ રહ્યો હતો

રાજનૈતિક કારણોસર બિલનો વિરોધ થઈ રહ્યો હતો

વટહુકમ લાવવા સાથે જોડાયેલ સવાલ પર કાયદામંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે જો બિલ પાસ ન થાય તો શું અમે મહિલાઓને ટ્રિપલ તલાકના નામે હેરાન થવા દઈશું? આ કારણે જ અમે વટહુકમ લઈને આવ્યા હતા કેમ કે રાજનૈતિક કારણોસર બિલનો વિરોધ થઈ રહ્યો હતો. તેમણે કહ્યું કે વટહુકમ બાદ ટ્રિપલ તલાકના મામલામાં કમી જરૂર આવી છે પરંતુ હજુ પણ આ કુરીતિ ચાલુ જ છે. જ્યારે નેતા પ્રતિપક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મહિલાઓના નામ પર લાવવામાં આવેલ આ બિલ સમાજને જોડવાનું નહિં સમાજને તોડવાનું બિલ છે. તેમણે કહ્યું કે આ સમાનતાના અધિકારની પણ વિરુદ્ધ છે. ખડગેએ કહ્યું કે ધર્મના નામ પર આ બિલ ભેદભાવ કરે છે અને ધાર્મિક આઝાદીની વિરુદ્ધ છે.

કેજરીવાલની ખુરશી બચાવવા સંવિધનમાં સંશોધન કરશે AAP! કેજરીવાલની ખુરશી બચાવવા સંવિધનમાં સંશોધન કરશે AAP!

English summary
Muslim Women Bill (Triple Talaq) 2018 has been passed in the Lok Sabha
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X