શશિ થરુરનું મોઢુ કાળુ કરનારને 11 હજારનું ઈનામઃ મુસ્લિમ નેતાનું એલાન

અલીગઢના યુવા નેતા આમિર રાશિદે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરુરનું મોઢુ કાળુ કરવા પર 11,000 રૂપિયાનું ઈનામ આપવાની ઘોષણા પણ કરી દીધી છે.

દિગ્ગજ કોંગ્રેસ નેતા શશિ થરુરના એ નિવેદન બાદ રાજકારણમાં મચેલુ ઘમાસાણ થમવાનું નામ નથી લેતુ જેમાં તેમણે કહ્યુ હતુ કે જો વર્ષ 2019 ની લોકસભા ચૂંટણીમાં ભાજપ જીતી ગયુ તો હિંદુસ્તાનનું બંધારણ જોખમમાં મુકાઈ જશે. ભારત 'હિંદુ પાકિસ્તાન' બની જશે. શશિ થરુરના આ નિવેદન પર ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પાસે માફીની માંગ કરી જ્યારે થરુરના નિવેદન બાદ મચેલા રાજકીય ઘમાસાણને જોતો કોંગ્રેસે પોતાના નેતાઓને સમજી વિચારીને બોલવાની સલાહ પણ આપી. વળી, અલીગઢના એક મુસ્લિમ યુવા નેતાએ થરુરના નિવેદનનો આકરો વિરોધ કર્યો છે.

અલીગઢ મુસ્લિમ યુવા મોરચાના અધ્યક્ષ છે આમિર રાશિદ

અલીગઢ મુસ્લિમ યુવા મોરચાના અધ્યક્ષ છે આમિર રાશિદ

અલીગઢના યુવા નેતા આમિર રાશિદે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરુરનું મોઢુ કાળુ કરવા પર 11,000 રૂપિયાનું ઈનામ આપવાની ઘોષણા પણ કરી દીધી છે. અલીગઢ મુસ્લિમ યુવા મોરચાના અધ્યક્ષ, રાશિદે કહ્યુ કે થરુરે હિંદુઓ જ નહિ રાષ્ટ્રવાદી મુસ્લિમોની ભાવનાઓને પણ ઠેસ પહોંચાડવાનું કામ કર્યુ છે. હિંદુ-મુસ્લિમ એકતા આપણી સંસ્કૃતિ છે પરંતુ થરુરે આનું અપમાન કર્યુ છે.

રાશિદે કોંગ્રેસને ચેતવી

રાશિદે કોંગ્રેસને ચેતવી

રાશિદે કહ્યુ કે આ સીધે સીધો હિંદુ સંસ્કૃતિ પર હુમલો છે. યુવા નેતાએ કહ્યુ કે દેશની જનતા થરુર અને કોંગ્રેસને આ બેજવાબદાર નિવેદન માટે માફ નહિ કરે. રાશિદે કોંગ્રેસને ચેતવી કે આનુ પરિણામ 2019 લોકસભા ચૂંટણીમાં ભોગવવું પડશે. રાશિદે થરુરને આડે હાથ લેતા કહ્યુ કે જો તેમને પાકિસ્તાનથી આટલો બધો પ્રેમ હોય ત્યાં જતા રહે.

શશિ થરુરના નિવેદન બાદ કોંગ્રેસ બેકફૂટ પર

શશિ થરુરના નિવેદન બાદ કોંગ્રેસ બેકફૂટ પર

આ પહેલા શશિ થરુરના નિવેદન પર ભાજપે પણ હુમલો કર્યો. સંબિત પાત્રાએ કહ્યુ હતુ કે રાહુલ ગાંધીએ આના માટે માફી માંગવી જોઈએ. આ જ કોંગ્રેસ પક્ષે પોતાના સ્વાર્થ માટે પાકિસ્તાનને જન્મ આપ્યો. પાકિસ્તાન આજે ટેરરિસ્તાન છે જેની હિંદુસ્તાન સાથે તુલના ના થઈ શકે. તેમણે કહ્યુ કે કોંગ્રેસ પક્ષે વારંવાર હિંદુસ્તાનનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X