Pics : સ્વામી વિવેકાનંદની આ 10 વાતો જરૂર યાદ રાખો
અમદાવાદ, 12 જાન્યુઆરી : તાજેતરમાં દિલ્હીમાં આપે ડિસેમ્બર ક્રાંતિ જોઈ. તેમાં સમગ્ર દેશના યુવાઓએ એક થઈ બળાત્કાર વિરોધી કાનૂનમાં ફેરફારની માંણી કરી. આ અગાઉ અણ્ણા હઝારે સાથે દેશવ્યાપી આંદોલન તથા પછી અરવિંદ કેજરીવાલના સાથીઓ વચ્ચે દેશના લાખો યુવાઓ મરવા-મટવા તૈયાર છે. દેશ માટે આ લાગણી સારી છે, પરંતુ દરેક કામ અને દરેક સંકલ્પ માટે જરૂરી છે પોતાના નૈતિક અને જીવન મૂલ્યો. અને નૈતિક મૂલ્યોની વાત આવતાં જ હૃદયમાં ચિત્ર ઉપસે છે સ્વામી વિવેકાનંદનું.
સ્વામી વિવેકાનંદનું નામ આવતાં જ મનમાં શ્રદ્ધા અને સ્ફુર્તિ બંનેનો સંચાર થાય છે. શ્રદ્ધા એટલા માટે, કારણ કે તેમણે ભારતના નૈતિક અને જીવન મૂલ્યો વિશ્વના ખૂણે-ખૂણે પહોંચાડ્યાં અને સ્ફુર્તિ એટલા માટે, કારણ કે આ મૂલ્યો દ્વારા જીવનને એક નવી દિશા મળે છે.
આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં સ્વામી વિવેકાનંદનો 150મો જન્મ દિવસ ઉજવાઈ રહ્યો છે. વાત જો સ્વામી વિવેકાનંદની હોય, તો આપણે તેમના વિચારોને ક્યારેય ભુાવી ન શકીએ.
આવો જાણીએ સ્વામી વિવેકાનંદના 10 વિચારો કે જેમના જીવનની સફળતાની ચાવી ગણાય છે.

ઉઠો, જાગો...
ઉઠો, જાગો અને ત્યાં સુધી ન થોભો કે જ્યાં સુધી લક્ષ્ય પ્રાપ્ત ન થઈ જાય.

તોફાન મચાવી દો
તમામ સંસાર હચમચી ઉઠે. શું કરૂં ધીમે-ધીમે અગ્રેસર થવું પડી રહ્યું છે. તોફાન મચાવી દો તોફાન.

અનુભવ જ શિક્ષક
જ્યાં સુધી જીવવું, ત્યાં સુધી શીખવું. અનુ જ જગતમાં સર્વશ્રેષ્ઠ શિક્ષક છે.

પવિત્રતા અને દૃઢતા
પવિત્રતા, દૃઢતા તથા ઉદ્યમ. આ ત્રણે ગુણ હું એક સાથે ઇચ્છુ છું.

જ્ઞાન અને આવિષ્કાર
જ્ઞાન પોતાનામાં વર્તમાન છે. મનુષ્ય માત્ર તેનો આવિષ્કાર કરે છે.

મસ્તિષ્ક ઉપર અધિકાર
જ્યારે કોઈ વિચાર અનન્ય રીતે મસ્તિષ્ક ઉપર પોતાનો અધિકાર જમાવી લે, ત્યારે તે વાસ્તવિક, ભૌતિક કે માનસિક અવસ્થામાં પરિવર્તિત થઈ જાય છે.

આધ્યાત્મિક દૃષ્ટિ
આધ્યાત્મિક દૃષ્ટિ વડે વિકસિત થયાં બાદ ધર્મસંઘમાં ચોંટી રહેવું અવાંછનીય છે. તેનામાંથી બહાર નિકળી સ્વાતંત્ર્યની મુક્ત હવામાં જીવન પસાર કરો.

નૈતિક પ્રકૃતિ
આપણી નૈતિક પ્રકૃતિ જેટલી ઉન્નત હોય, એટલો જ ઉચ્ચ આપણો પ્રત્યક્ષ અનુભવ હોય છે અને એટલી જ આપણી ઇચ્છા શક્તિ વધુ બળવત્તર બને છે.

લોકો સ્તુતિ કરે કે નિંદા
લોકો આપની સ્તુતિ કરે કે નિંદા. લક્ષ્મી આપની ઉપર કૃપા વરસાવે કે ન વરસાવે. આપનો દેહાંત આજે થાય કે એક યુગમાં. આપ ન્યાયપથમાંથી ક્યારેય ભ્રષ્ટ ન થાવ.

કોઈની સામે માથું ન નમાવો
આપ પોતાની અંતરાત્મા સિવાય કોઈની સામે માથું ન નમાવો. જ્યાં સુધી આપ એમ અનુભવ ન કરો કે આપ પોતે દેવોના દેવ છો, ત્યાં સુધી મુક્ત થઈ શકશો નહિં.












Click it and Unblock the Notifications
