મુજફ્ફરનગર: કબાડીની દુકાનમાં જોરદાર બૉમ્બ બ્લાસ્ટ, 4ના મૌત
મુજફ્ફરનગર સિવિલ લાઈન ચોકી વિસ્તારના સરવત રોડ પર કબાડીની દુકાનમાં અચાનક બૉમ્બ વિસ્ફોટ થયો.
મુજફ્ફરનગર સિવિલ લાઈન ચોકી વિસ્તારના સરવત રોડ પર કબાડીની દુકાનમાં અચાનક બૉમ્બ વિસ્ફોટ થયો. વિસ્ફોટ એટલો બધો ભયંકર હતો કે આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગયી. આ ભયંકર વિસ્ફોટમાં કબાડી અને રોડ પર ચાલી રહેલા સાત લોકો ધમાકાની ઝપટમાં આવી ગયા. બધા જ ઘાયલોને ઉપચાર માટે જિલ્લા ચિકિત્સાલયમાં લઇ જવામાં આવ્યા. જ્યાં ઉપચાર દરમિયાન 4 લોકોની મૌત થઇ ગયી અને બે લોકોને મેરઠ મેડીકલમાં રીફર કરવામાં આવ્યા છે. બાકીના ઘાયલોનો જિલ્લા ચિકિત્સાલયમાં ઉપચાર ચાલી રહ્યો છે. પોલીસને આ મામલે હજુ સુધી વધારે જાણકારી નથી મળી શકી.

આખો મામલો મુજફ્ફરનગર સિવિલ લાઈન ચોકી વિસ્તારના સરવત રોડ પરનો છે, જ્યાં વિસ્ફોટ થવાને કારણે જગ્યા પર જ 4 લોકોની મૌત થઇ ગયી. આ વિસ્ફોટ કબાડીની દુકાનમાં થયો. ધમાકો એટલો બધો જોરદાર હતો કે દુકાનની અંદર જ નહીં પરંતુ બહારથી પસાર થઇ રહેલા લોકો પણ તેની ઝપટમાં આવી ગયા. એસએસપી અનંત દેવ તિવારી ઘ્વારા આ વિસ્ફોટમાં 4 લોકો માર્યા ગયાની પુષ્ટિ કરી છે. પોલીસ ધમાકા થવાના કારણો વિશે શોધ કરી રહી છે. દુકાનમાં વિસ્ફોટ થવાના મામલે અત્યારસુધીમાં 4 લોકોની મૌત થયી છે, જયારે 3 લોકો ઘાયલ થયા છે. એટીએસ ટીમ પણ ત્યાં પહોંચી ચુકી છે. સબ એરિયા આર્મી કમાન્ડર, મેરઠને પણ સૂચના આપવામાં આવી છે અને તેઓ તપાસ કરી રહ્યા છે. ઘટનાસ્થળ સીલ કરી દેવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
