ઉતરાખંડના સ્કેલિટન લેકના રહસ્ય પરથી ઉઠ્યો પડદો
ભારતના ઉત્તરાખંડ ખાતે આવેલા રૂપકુંડ સ્કેલિટન લેકના રહસ્ય પરથી આખરે પડદો ઉઠી ગયો છે. વૈજ્ઞાનિકો એ તારણ પર પહોંચ્યા છે કે, અંદાજે 200 જેટલા લોકોના હાડપિંજર આ તળાવમાંથી મળી આવ્યા છે, આ લોકો નવમી સદીના ભારતીય આદીવાસીઓ હતા અને તેઓ ભારે વરસાદના કારણે આવેલા પૂરમાં તણાઇ ગયા હતા.
સૌથી પહેલીવાર 1942માં બ્રિટિશ ફોરેસ્ટ ગાર્ડ દ્વારા આ હાડપિંજર શોધવામાં આવ્યા હતા. તેમનું માનવું હતું કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સરહદ પાર કરીને આવી રહેલા જાપાનીઝ સૈનિકોના આ હાડપિંજર છે. પરંતુ વૈજ્ઞાનિકોના નવા તારણમાં એવું બહાર આવ્યું છે કે આ હાડપિંજરો સ્થાનિક અને પ્રવાસીઓના છે. સંશોધનમાં બહાર આવ્યું છે કે, આ હાડપિંજરો બે સમૂહમાં છે એક સમૂહ છે એ પરિવારનું છે અને બીજુ અન્ય છે.
સંશોધકો એ તારણ પર આવ્યા છે કે જે લોકોના આ હાડપિંજરો છે તેઓનું મૃત્યુ કોઇ હથિયાર કે અન્ય સામગ્રીના પ્રહારથી નહીં પરંતુ તેમના માથા પર ભારે વસ્તુ વાગવાથી થયું છે. તેમના માથા પર જે નિશાન છે તે જણાવે છે કે તેમના માથા પર કોઇ ગોળાકાર વસ્તુ વાગી હશે. જેમ કે ક્રિકેટનો દડો. જે મોટો પથ્થર અથવા બરફના વજનદાર ટૂકડા પણ હોઇ શકે છે. નોંધનીય છે કે સ્કેલિટન લેક તરીકે જાણીતું આ તળાવ હિમાલયમાં 5,029 મીટરની આસપાસ આવેલું છે.

ઉતરાખંડના સ્કેલિટન લેકના રહસ્ય પરથી ઉઠ્યો પડદો

ઉતરાખંડના સ્કેલિટન લેકના રહસ્ય પરથી ઉઠ્યો પડદો

ઉતરાખંડના સ્કેલિટન લેકના રહસ્ય પરથી ઉઠ્યો પડદો

ઉતરાખંડના સ્કેલિટન લેકના રહસ્ય પરથી ઉઠ્યો પડદો

ઉતરાખંડના સ્કેલિટન લેકના રહસ્ય પરથી ઉઠ્યો પડદો

Click it and Unblock the Notifications