રાજસ્થાનની આ જેલમાં વીઆઇપી રૂમ માટે કેદીઓ આપે છે 8 લાખ રૂપિયા
રાજસ્થાનની અજમેર જેલમાં શ્રીમંત પરિવારોથી આવતા કેદીઓ જેલના સળિયા પાછળ કોઇ પ્રકારની કોઈ કમી અનુભવતા નથી.
રાજસ્થાનની અજમેર જેલમાં શ્રીમંત પરિવારોથી આવતા કેદીઓ જેલના સળિયા પાછળ કોઇ પ્રકારની કોઈ કમી અનુભવતા નથી. તેમને અહીં પ્રતિબંધિત સમાન જ નહીં, પણ બીજી ઘણી સુવિધાઓ મળે છે. આ વાતનો ખુલાસો એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા લાંચ લેતા કૌભાંડની તપાસમાં થયો છે. એસીબીના એક વરિષ્ઠ અધિકારીએ પહેચાન ન આપવાની શરતે જણાવ્યું હતું કે અજમેર સેન્ટ્રલ જેલમાં દરેક બેરકની અંદર એક ઓરડો છે, જ્યાં આવી વીઆઈપી જેવી સુવિધા આપવામાં આવે છે.

કેદીઓ માટે વીઆઇપી રૂમ
હિન્દુસ્તાન ટાઇમ્સની રિપોર્ટ મુજબ અધિકારીએ જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન અમને ખબર પડી કે 1 થી 15 ની બેરેકમાં આર્થિક દૃષ્ટિની સારી પૃષ્ઠભૂમિથી આવનારા કેદીઓ માટે વીઆઇપી રૂમ છે. આ રૂમમાં કેદીઓને ઘણી સુવિધાઓ મળે છે, જેમ કે સ્વચ્છ ઓરડાઓ, વિશેષ આહાર અને શુધ્ધ કપડાં. "તેમણે માહિતી આપી કે આ વીઆઇપી રૂમનું ભાડુ એક મહિનાનું 8 લાખ રૂપિયા છે.

વચેટિયાઓ પૈસા એકત્રિત કરતા હતા
કેદીઓના પરિવારજનો પાસેથી નાણાં એકત્રિત કરવાનું કામ જેલના કર્મચારીઓના વચેટિયાઓ દ્વારા કરવામાં આવે છે. ઘણા પરિવારો રોકડ રકમ આપે છે, ઘણા ઓનલાઇન ટ્રાન્સફર કરે છે. અધિકારીએ જણાવ્યું હતું કે, રેકેટના આરોપીના બેંક નિવેદનો માટે અમે વિવિધ બેંકોને પત્ર લખ્યા હતા. અત્યાર સુધીમાં 18 બેંક ખાતા જપ્ત કરવામાં આવ્યા છે.

12 લોકોની ધરપકડ
એસીબીના અન્ય એક અધિકારીએ પણ પહેચાન ન આપવાની શરતે કહ્યું કે કેદીઓના સબંધીઓ તમાકુ, સિગારેટ જેવી અન્ય ચીજો માટે ચૂકવણી કરે છે. તેણે કહ્યું, "સિગારેટના પેકેટ માટે 12 થી 15 હજાર રૂપિયા આપવાના હોય છે, જ્યારે તમાકુના પેકેટ માટે તમારે 300 થી 500 રૂપિયા સુધી આપવાના હોય છે."
આ વર્ષે જુલાઈમાં એસીબીએ જેલના કેદીઓની સેવા માટે ચલાવવામાં આવતા લાંચ આપનારા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ રેકેટના સંબંધમાં હજુ સુધી 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આમાં જેલના ચાર કર્મચારી, બે કેદી અને કેદીનો એક સંબંધી શામેલ છે.

બે જેલરો એસીબીની તપાસ હેઠળ
ગત સપ્તાહે એક ભૂતપૂર્વ જેલર અને ત્રણ વચેટિયા સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે કે લાંચ લેનારા કૌભાંડમાં દર મહિને 25 લાખ રૂપિયાની ચુકવણી થાય છે. જુલાઇમાં આ કૌભાંડ બહાર આવ્યું ત્યારથી બંને જેલરો એસીબીની તપાસ હેઠળ હતા.
જેલરની ઓળખ જસવંતસિંહ અને ત્રણ વચેટિયા - રાજેન્દ્ર ચૌધરી, અનિલ ચૌધરી અને સીતા રામ તરીકે થઈ છે. શુક્રવારે અન્ય એક વચેટિયાની પણ ધરપકડ કરવામાં આવી હતી. વચેટિયાઓ જેલની અંદર વિવિધ પ્રતિબંધિત ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરવાના બદલામાં જશવંતસિંહ તરફથી કેદીઓના પરિવારના સભ્યો પાસેથી નાણાં એકત્રિત કરતા હતા. એસીબીના અધિકારીઓએ કહ્યું છે કે આવા પ્રકારની ફરિયાદો બાદ અન્ય જેલના કર્મચારીઓ પણ તેમની દેખરેખ હેઠળ છે. તેમણે કહ્યું, તપાસ હજુ ચાલુ છે.
આ પણ વાંચો: ચિન્મયાનંદ પર યૌન શોષણનો આરોપ લગાવનાર લૉની છાત્રાની ધરપકડ
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
