Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અમદાવાદમાં ખુલશે NaMo સ્ટોર : વેચાશે NaMo બ્રાન્ડ વસ્તુઓ

અમદાવાદ, 9 ઓક્ટોબર : સમગ્ર દેશમાં નમો નમો પીએમ બનો સૂત્રનો નાદ ગૂંજી રહ્યો છે. લોકોને નમોના નામનું ઘેલું લાગ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા કેટલી છે એ આ પરથી સ્પષ્ટ થાય છે. ભાજપના પીએમ પદના ઉમેદવાર બન્યા પછી નમો બ્રાન્ડ વધારે મજબૂત બની છે. તેના કારણે હવે સ્માર્ટ બિઝનેસમેન નમો બ્રાન્ડનો લાભ લેવામાં પાછળ નથી. આ આઇડિયાનો લાભ લેવા માટે દેશમાં સૌપ્રથમવાર અમદાવાદમાં એક સ્ટોર ટૂંક સમયમાં શરૂ થવાનો છો.

દેશવિદેશમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો લાભ લેવા માત્ર ભાજપ જ મેદાનમાં નથી ઉતર્યુ. હવે બ્રાન્ડ મોદીનો લાભ લેવા માટે અનેક લોકો મેદાનમાં ઉતર્યા છે. સ્‍માર્ટ ફોનથી માંડીને સાડી અને કુર્તાથી માંડીને મીઠાઇ સુધી મોદી પહોંચી ગયા છે. અનેક ચીજવસ્‍તુઓ મોદીના નામે વહેચવામાં આવી રહી છે.

આ જ ક્રમમાં અમદાવાદના વસ્ત્રાપુર વિસ્‍તારમાં 'નમો સ્‍ટોર' શરૂ થઇ રહ્યો છે. મોદી બ્રાન્ડ સ્ટોરમાં મોદીના નામવાળી બધી વસ્‍તુઓ અર્થાત બ્રાન્‍ડ મોદીવાળી ચીજવસ્‍તુઓ મળવાની છે. નરેન્દ્ર મોદીના ચાહકો માટે આ ખૂબ મોટી બાબત છે. એટલું જ નહીં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને વધારવા માટે પણ આ સ્ટોર મહત્વની ભૂમિકા ભજવશે એમ માનવામાં આવે છે.

આ અંગે સૂત્રોના પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર 'નમો સ્‍ટોર' માત્ર અમદાવાદ શહેર પૂરતો મર્યાદિત નહીં પહે. 'નમો સ્‍ટોર' બીજા 18 જેટલા શહેરોમાં ફ્રેન્‍ચાઇઝ મોડલના આધારે શરૂ કરવામાં આવશે. આ સ્‍ટોર શરૂ કરનારાઓએ અમદાવાદ સ્‍થિત નેશનલ ઈન્‍સ્‍ટીટયુટ ઓફ ડિઝાઇનને સ્‍ટોરની ડિઝાઇન કરવા જણાવ્યું છે. આ સ્‍ટોરમાં બ્રાન્‍ડ મોદીના વેચાણથી જેટલી પણ આવક થશે તે બેટી બચાવો કાર્યક્રમ પાછળ વાપરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સુરતી લાલાઓએ પણ મોદી બ્રાન્ડનો લાભ લેવા માટે સુરતમાં તૈયાર થતી સાડીઓ અને ડ્રેસ મટીરીયલ બ્રાન્‍ડ મોદીના નામે વેચવાનું શરૂ કર્યું છે. આ માટે સાડીના બોકસ ઉપર સ્‍ટીકર લગાડવામાં આવે છે કે મોદી લાવો, દેશ બચાવો.

આવો જાણીએ મોદી કે નમો બ્રાન્ડ હેઠળ કઇ કઇ વસ્તુઓનું વેચાણ થઇ રહ્યું છે અને NaMo સ્ટોરમાં વેચાશે આ NaMo બ્રાન્ડ વસ્તુઓ...

1

1

નમો સ્માર્ટ ફોન

2

2

મોદી બ્રાન્ડ કુર્તા

3

3

મોદી મંત્ર બ્રાન્ડ કુર્તીઓ

4

4

મોદી રન ઓનલાઇન ગેમ

5

5

નમો બ્રાન્ડ ટી શર્ટ

6

6

મોદી પેંડા

7

7

મોદી કી ચેઇન

9

9

મોદી બ્રાન્ડ ટી શર્ટ

9

9

મોદી મગ

10

10

મોદી બ્રાન્ડ ટી શર્ટ

11

11

નમો મોબાઇલ ફોન કવર

12

12

મોદી બ્રાન્ડ ટી શર્ટ

13

13

નમો સિપર બોટલ

14

14

મોદી બ્રાન્ડ ટેટૂ

15

15

નમો નમો ટી

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X