7 વર્ષની બાળકી સાથે રેપ, કોર્ટે 43 વર્ષની સજા સંભળાવી
મધ્યપ્રદેશના માલવામાં 7 વર્ષની માસૂમ સાથે બળાત્કાર કરનાર આરોપીને કોર્ટ ઘ્વારા દોષી જાહેર કરવામાં આવ્યો છે.
મધ્યપ્રદેશના માલવામાં 7 વર્ષની માસૂમ સાથે બળાત્કાર કરનાર આરોપીને કોર્ટ ઘ્વારા દોષી જાહેર કરવામાં આવ્યો છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે કોર્ટ ઘ્વારા તેને 43 વર્ષની સજા આપવામાં આવી છે. દોષી નારાયણ માલીને અલગ અલગ ધારાઓમાં આ સજા સંભળાવવામાં આવી છે. આ સજા માલવામાં નજીક અગરની સ્થાનીય કોર્ટમાં સંભળાવવામાં આવી છે. કોર્ટ ઘ્વારા ફક્ત 28 દિવસના ટ્રાયલ પછી આરોપીને દોષી જાહેર કરતા આ સજા સંભળાવવામાં આવી છે.

માસૂમ સાથે રેપ કરવા બદલ નારાયણ (50 વર્ષ) દોષી જાહેર કરવામાં આવ્યો છે. ત્યારપછી કોર્ટે અલગ અલગ કુલ ચાર ધારાઓમાં તેને 43 વર્ષની સજા સંભળાવી. તેની સાથે સાથે દોષી પર 3000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો. સૌથી વધારે સજા 21 વર્ષ કઠોર કારાવાસ છે, જેથી બંને સજાઓ એક સાથે ચાલશે. આપને જણાવી દઈએ કે આ ઘટના 29 જુલાઈની છે.
આ પણ વાંચો: Rape Case: કેમ વધી રહ્યા છે બળાત્કારના કેસ?
જાણકારી અનુસાર 20 જુલાઇએ નારાયણે બાળકીને બિસ્કિટ અને ચોકલેટનું લાલચ આપીને પોતાની દુકાનમાં તેનો રેપ કર્યો. ત્યારપછી કોર્ટ ઘ્વારા તેના વિશે સુનાવણી કરતા ફક્ત 28 દિવસમાં તેનો ચુકાદો આપ્યો છે. કોર્ટ ઘ્વારા આ ઘટનાને બીભત્સ્ય અને અનપેક્ષિત ગણાવીને દોષીને સજા ફટકારી છે. તેની સાથે સાથે કોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે દોષીએ અબોધ બાળકીને અસહ્ય પીડા આપી છે.
આ પણ વાંચો: ભારતમાં ત્રણ વર્ષમાં રેપના 1.10 લાખ કરતા પણ વધારે કેસ નોંધાયા












Click it and Unblock the Notifications
