પોલીસથી બચવા નારાયણ સાંઇએ બદલ્યો 'લૂક'?
નવી દિલ્હી, 20 ઓક્ટોબરઃ સુરત રેપ કેસમાં ફરાર ચાલી રહેલા આસારામના પુત્ર નારાયણ સાંઇએ શું પોતાનો લૂક બદલી નાંખ્યો છે? આસારામના એક ભક્તના દાવા પર વિશ્વાસ કરીએ તો પોલીસથી બચવા માટે નારાયણ સાંઇએ માત્ર પોતાનું માથુ જ મુંડાવી નથી નાંખ્યુ પરંતુ દાઢી અને મૂછને પણ સાફ કરાવી લીધી છે અને ઘાટા રંગના વસ્ત્રો ધારણ કર્યા છે.
આસારામના એક ભક્ત લક્ષ્મણ સેવકાનીએ દાવો કર્યો છે કે, ગુરુવારે નારાયણ સાંઇ આગરામાં તેના ઘર પર હતા. સમચાર ચેનલ એબીપી ન્યુઝમાં આ સમાચાર આપવામા આવ્યા છે. સેવકાની અનુસાર નારાયણ સાંઇ તેમના આગરા સ્થિત ઘર પર આવ્યા હતા. તે રાત્રે ત્યાં જ રોકાયા હતા. નારાયણ સાંઇના લોકોએ સેવકાનીને એક સીમની વ્યવસ્થા કરવા માટે પણ કહ્યું. જો કે, સેવકાની અનુસાર તેમણે ના પાડી દીધી હતી.

તેમણે કહ્યું કે, નારાયણ સાંઇના ડ્રાઇવરે તેમને સીમ કાર્ડ આપવા કહ્યું હતું, પરંત તેમણે ના પાડી દીધી. નારાયણ સાંઇનો લૂક સંપૂર્ણ બદલાઇ ગયો હતો. તેમના ચહેરા પર દાઢી અને મૂછ નહોતા અને માથાના વાળ ગાયબ હતા. વસ્ત્ર પણ બદલાઇ ચૂક્યા હતા.












Click it and Unblock the Notifications
