સનસનીખેજ ખુલાસો: છોકરીઓની બ્લ્યૂ ફિલ્મ બનાવતો હતો નારાયણ સાંઇ
સુરત, 25 નવેમ્બર: 16 વર્ષની કિશોરી સાથે બળાત્કારના કેસમાં જેલમાં બંધ આસારામ બાપૂના પુત્ર નારાયણ સાંઇ પોતાના આશ્રમમાં છોકરીઓની બ્લ્યૂ ફિલ્મ બનાવતો હતો. નારાયણ સાંઇની પાપલીલાનો ખુલાસો સુરતની સેશન કોર્ટની ફાસ્ટ ટ્રેક કોર્ટના એક ચૂકાદામાં થયો હતો. આ વાતનો ઉલ્લેખ કોર્ટે નારાયણ સાંઇના સાધક હનુમાન ઉર્ફે કૌશલ ઠાકુરના આગોતરા જામીન અરજીના ચૂકાદામાં કર્યો છે.
કોર્ટે પીડિત પક્ષ તરફથી સરકારી વકીલના નારાયણ સાંઇની સાથે કેટલા વર્ષો સુધી રહેનાર બે સાક્ષીઓના આધારે પોતાની દલીલોમાં કહ્યું હતું કે હનુમાન અને મોનિકા અગ્રવાલ નારાયણ સાંઇ માટે છોકરીઓની વ્યવસ્થા કરતા હતા. કોર્ટમાં સાક્ષીના આધારે આ વાત સામે આવી હતી કે નારાયણ સાંઇ જ્યારે ક્યારે કોઇ સત્સંગ કરવા જતો હતો અને રાતે ક્યાંક રોકાતો હતો તો મોનિકા અને હનુમાન પહેલાંથી જ આશ્રમની છોકરીઓનું બ્રેન વોશ કરતા હતા અને પછી નારાયણ સાંઇની પાસે પહોંચાડી દેતા હતા.

સૌથી મોટો ખુલાસો એ થયો છે કે નારાયણ સાંઇ જ્યારે છોકરીઓની સાથે છેડતી અથવા અશ્લીલ હરકત કરતો હતો તે સમયે હનુમાન તેની બ્લ્યૂ ફિલ્મ બનાવતો હતો. સૂરતના સરકારી વકીલ, નયન સુખડવાલાએ કહ્યું હતું કે 'સુરતની વધારાની સેશન કોર્ટમાં સુનાવણી થઇ. સુનાવણી બાદ કોર્ટે હનુમાનની આગોતરા જામીન અરજીને રદ કરી દિધી છે. સુનાવણી દરમિયાન તપાસ અને સાક્ષીઓના નિવેદનો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
આ બે સાક્ષીઓના નિવેદનો પણ કોર્ટને આપ્યા છે. તેમાં એવું છે કે નારાયણ સાંઇ જ્યારે કોઇ સત્સંગ માટે જતો હતો તો રાતે આ હનુમાન છોકરીઓનું બ્રેન વોશ કરતો હતો. છોકરીઓને લાવવાનું કામ હનુમાન કરતો હતો. તપાસ દરમિયાન બે સાક્ષીઓએ પોલીસને જણાવ્યું હતું.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી











Click it and Unblock the Notifications
