તમે કમળને દિલ્હી મોકલો, હું લક્ષ્મીને મોકલીશ: મોદી

Posted By:
Subscribe to Oneindia News

હુબલી, 28 ફેબ્રુઆરીઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા કર્ણાટકના હુબલી ખાતે સભા સંબોધવામાં આવી રહી છે, જેમાં તેઓ કેન્દ્ર સરકારની નીતિઓની ટીકા કરી રહ્યાં છે. જેનો વીડિયો અહીં રજૂ કરવામાં આવ્યો છે.

આ તકે તેમણે કહ્યું કે, આજે અહીં આંધી જોવા મળી રહી છે અને હજુ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી ત્યારે આ આંધી જોવા મળી રહી છે અને જે ચૂંટણી આવશે ત્યાં સુધીમાં તે સુનામીમા બદલાઇ જશે, અને તેનાથી બચવું કોંગ્રેસ માટે મુશ્કેલ છે. આ ચૂંટણી એવી છે જે દેશના નાગરીકો લડી રહ્યાં છે. ભારતની બરબાદીને જોઇને પરેશાન દેશનો નાગરીક પરિવર્તનનનો સંકલ્પ લઇને આ ચૂંટણી લડી રહ્યો છે.

મોટાભાગના ચૂંટણીના પરિણામો મતદાન થયા પછી મત ગણતરી બાદ આવે છે, પરંતુ આ પહેલી ચૂંટણી એવી છે, જેમાં ચૂંટણી જાહેર થઇ તેના પહેલા જ જનતાએ આશિર્વાદના રૂપમાં પોતાના પરિણામ જાહેર કરી દીધા છે. કેટલાક રાજકીય પંડિતો દિવસ રાત હિસાબ લગાવે છે કે પોઇન્ટ .01 ટકા મત વધ્યા તો શું થશે તેના હિસાબે દેશ અને દુનિયાના જોડ તોડમાં લાગે છે. જે આ રીતે એરથમેટિક રીતે હિસાબ લગાવશે તો ફેલ થશે કારણ કે આ ચૂંટણી એરથમેટિક તરીકે નહીં કેમેસ્ટ્રીવાળી છે.

આ પહેલી ચૂંટણી એવી છે જેમણે આઝાદીનો શ્વાસ લીધો છે

આ ચૂંટણી ભારતના ભાગ્યને બદલવા માટે થઇ રહ્યાં છે. આ ચૂંટણી નવો વિશ્વાસ અને ભાગ્ય લઇને આવી છે. આ ચૂંટણીને સામાન્ય ગણવામાં આવવી જોઇએ નહીં, પહેલીવાર આ ચૂંટણી એવી છે, જેમાં સૌથી વધારે લોકો એ નેતૃત્વ કરી રહ્યાં છે, જેમનો જન્મ આઝાદી બાદ થયો છે. જેમણે માત્ર આઝાદીનો જ શ્વાસ લીધો છે, આ લોકો જનતા સાથે સંવાદ કરી રહ્યાં છે. આ ભારતનું લોકતંત્રનું સામર્થ્ય જુઓ. એક એક ઘટના એવી બને છે કે લોકતંત્રમાં આપણો વિશ્વાસ મજબૂત થઇ રહ્યો છે.

આ ચૂંટણી અભ્યાસનો વિષય

આ ચૂંટણી અભ્યાસનો વિષય

આખા વિશ્વ માટે આ ચૂંટણી અભ્યાસનો વિષય છે. કે ભારતનું લોકતંત્ર કેટલું પુખ્ત, મજબૂત થયું છે. ભારતનો મતદાતા કેટલો સમજદાર છે તે આ ચૂંટણીથી સમજી શકાય છે. જો ભારતમાં લોકતંત્રની જડો આટલી મજબૂત ના હોતી, તો રેલવેના ડબ્બામાં ચા વેચનારો બાળક આજે તમારી સામે ઉભો ના હોત.

આ હિન્દુસ્તાનના લોકતંત્રની તાકાત અને ગૌરવ

હું ક્યારેક મારા બાળપણ તરફ જોઉ છું તો મને હેરાની થાય છે કે એક માં જે આડોસ પાડોશમાં વાંસણ માંઝતી હતી, જેમનો પુત્ર ચા વેચતો હતો તેને આજે ભારતની જનતા આટલો પ્રેમ કરી રહી છે. આ હિન્દુસ્તાનના લોકતંત્રની તાકાત અને ગૌરવ છે. અને તેથી હું સવાસો કરોડ દેશવાસીઓનું અભિનંદન જેટલું કરું એટલું ઓછું છે.

એક ગરીબને પ્રેમ આપો તો એ બમણો પરત કરે છે

જે વ્યક્તિએ ગરીબીમાં પોતાનું જીવન ગુજાર્યું હોય એ વ્યક્તિને થોડોક પ્રેમ આપવામાં આવે તો તે તમારા માટે જીવન ખર્ચી નાખે છે. હું પણ ગરીબીમાં મોટો થયો છું, તમે જ્યારે મને આટલો પ્રેમ આપી રહ્યા છો તો મારા પણ સંસ્કાર છે કે મારો એક એક પળ તમારા ચરણોમાં સમર્પિત કરી દઉ. તમને કઠણાઇઓમાંથી મુક્ત કરાવું કે મારું જીવન ધન્ય થઇ જાય,એ સંકલ્પ લઇને આવ્યો છું.

હવે દેશને શાસક નહીં સેવક જોઇએ છે

હવે દેશને શાસક નહીં સેવક જોઇએ છે

દેશે શાસકો તો ઘણા જોય છે, હવે બહુ થઇ ગયું, 60 વર્ષ બહુ થઇ ગયા, હવે દેશને શાસક નહીં પણ એક સેવક જોઇએ છે. જો તમે શાસકોથી મુક્ત થવા માગો છો તે આ સેવક તમારી સામે હાજર છે. 60 વર્ષ કેવા લોકોએ કોના માટે અને કેવી રીતે દેશ ચલાવ્યો છે તે આપણે જોઇ લીધું છે, હું તમને મારા મનની લાગણી કહેવા માગું છું. તમે તેમને જે 60 વર્ષ આપ્યા છે તે પરત આવવાના નથી અને જો વધારે વર્ષો બરબાદ કરવા ના માગતા હોવ તો મને 60 મહિના આપીને જુઓ. હું દેશને વિશ્વાસ અપાવું છું, તેમના 60 વર્ષ મારા 60 મહિના.

વાયદાઓ પર કોઇને વિશ્વાસ નથી

વાયદાઓ પર કોઇને વિશ્વાસ નથી

તમે વાયદા ઘણા જોઇ લીધા, વાયદા કરનારાઓને પણ જોઇ લીધા, હવે દેશ વાયદાઓથી કંટાળી ગયો છે, દેશને હવે તેમાં વિશ્વાસ નથી. તેથી હું વાયદા નહીં પણ ઇરાદા લઇને આવ્યો છે. જો મનમાં સ્વચ્છ અને નેક ઇરાદા છે અને જીવન ખપાવવાની તૈયારી છે, તો પથ્થર પર લાત મારીને પણ પાણી પેદા કરી શકાય છે.

રેલી માટે ખેતર આપનાર ખેડૂતનો આભાર માનુ છુ

હું એ ખેડૂતનો આભારી છું, જેમણે આ રેલી કરવા માટે પોતાના ખેતર આપી દીધા. જે ખેડૂત મેદાન આપે છે, તે મત પણ સારા આપે છે. આ સંકેત છે કે હવાનો વેગ કઇ દિશામાં છે. હુબલી આપણને નવી પ્રેરણા અને ઉત્સાહ આપે છે. કર્ણાટકમાં એક સ્પર્ધા ચાલી રહી છે. પાર્ટીની અંદર જ સ્પર્ધા ચાલી રહી છે. એક રેલી થઇ બાદ બીજી રેલી વારો વિચારે છે કે તેના કરતા વધારે મોટી રેલી કરે છે અને આજે જોઉ છુ કે એક પછી એક મોટી રેલી કરવામાં આવી રહી છે તે કર્ણાટકમાં જોવા મળેલો અદભૂત નજારો છે.

મંગળ ગ્રહથી આવ્યા તેમ નિવેદન કરે છે

મંગળ ગ્રહથી આવ્યા તેમ નિવેદન કરે છે

કોંગ્રેસના એક નેતા કર્ણાટકમાં આવ્યા હતા. કોંગ્રેસના નેતાઓ એવા ભાષણ કરે છે કે તે મંગળ ગ્રહથી આવ્યા છે અને જે કંઇ થઇ રહ્યું છે તે એ કરી નથી રહ્યા એ અંગે તેમને ખબર નથી. આવા બેજવાબદાર લોકોથી ભગવાન બચાવે, આવા લોકો કોઇપણ દેશને ના મળે.

કોંગ્રેસી નેતા મહિલાઓ માટે ભાષણ કરીને ગયા

અહીં એક કોંગ્રેસી નેતા મહિલાઓ માટે ભાષણ કરીને ગયા, વાતો એવી રીતે કરીને ગયા કે બીજા દેશમાંથી આવ્યા હોય અને સરકાર બીજાની હોય. હું તેમને આ ધરતી પરથી લલકારવા માગું છું. જ્યારે અટલજીની સરકાર હતી, ત્યારે મહિલાઓ સૌથી વધારે સુરક્ષિત, સન્માનિત હતી અને ગૌરવભેર જીવન વ્યતિત કરતી હતી.

ગુજરાતી સિંહ ત્રાડ પાડે તો ભલભલાના હાજા ગગડી જાય

હુ જ્યારે ગુજરાતની વાત કરીએ તો લોકોને લાગે કે આ ભારતનું રાજ્ય છેકે બહારનું. અમારે ત્યાં ગીરમાં સિંહ છે, બબ્બર સિંહ છે જે ત્રાડ પાડે તો ભલભલાના હાજા ગગડી જાય છે. અમે ત્યાં મહિલા હોમગાર્ડને તૈયાર કરી છે, જે સિંહણની જેમ સિંહોની રક્ષા કરતી જોવા મળે છે. આપણી માતા-બહેનોમાં એટલું સામર્થ્ય છે, જો આપણે તેમના પર વિશ્વાસ કરીએ તો તે દેશના વિકાસમાં યોગદાન આપી શકે છે.

સૌથી વધુ ગુનો દિલ્હીમાં સૌથી ઓછો ગુજરાતમાં

દિલ્હીમાં ભારત સરકાર અને દિલ્હી સરકાર ત્યાં છે, છતાં સૌથી વધુ મહિલા વિરુદ્ધ ક્રાઇમ દિલ્હીમાં થાય છે. મને જે ગુજરાતની સેવા કરવાની તક આપી છે, ત્યાં હિન્દુસ્તાનમાં સૌથી ઓછું અને દિલ્હી કરતા અડધું ક્રાઇમ થાય છે. આખા ભારતમાં કોંગ્રેસની સરકાર છે, તેમાં એવરેજ 50 ટકા કરતા વધારે છે. સૌથી વધું ગુનાઓ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં થાય છે. આ લોકોને મહિલાઓની જરા પણ ચિંતા નથી. દિલ્હીમાં મહિલાઓનું અપહરણ 25 ટકા હતું તે સૌથી વધારે દિલ્હીમાં છે.

એટલા માટે કહું છું કે તમારા 60 વર્ષ મારા 60 મહિના

તમે મહિલાઓના જીવનની વાત કરો છો. કોંગ્રેસના 40 વર્ષના કાળખંડમાં 3.37 કરોડ લોકોને ત્યાં ગેસ સિલિન્ડરના કનેક્શન આપવામાં આવ્યા હતા. અટલ બિહારી વાજપાયીની સરકારે પાંચ વર્ષમાં 3.92 કરોડ ગેસ સિલિન્ડર આપ્યા હતા. એટલા માટે કહું છું કે તમારા 60 વર્ષ મારા 60 મહિના. કર્ણાટકમાં પાઇપ લાઇનમાં ગેસ મળે છે, ગુજરાતમાં લાખો ઘરોમાં પાઇપ લાઇન થકી ગેસ પહોંચાડવામાં આવી રહ્યો છે.

ગુજરાતમાં મહિલાઓને રોજગારી 50 ટકા

ગુજરાતમાં મહિલાઓને રોજગારી 50 ટકા

મહિલાઓના સંબંધમાં વિચારનારાઓ ક્યા ઉભા છે તે અંગે વિચાર કરી શકો છો. આખા્ દેશમાં કુલ રોજગાર આપવામાં આવ્યો તેમાં 2 ટકા, જ્યારે ગુજરાતમાં 50 ટકા છે. અમે સ્કિલ ડેવલોપમેન્ટ અભિયાન ચલાવ્યો, જેટલાપુરુષો લાભ લઇ રહ્યા છે તેટલો જ લાભ મહિલાઓ લઇ રહી છે. આપણે એક ઇરાદો લઇને જઇએ કે આપણી નારીને ભારતના વિકાસની ભાગીદાર બનાવી છે તો તેમનું સન્માન કરવું પડશે અને મહિલાને સુરક્ષા આપવી પડશે.

ખેડૂતો માટે મૂલ્ય વૃદ્ધિ પર ધ્યાન આપવુ પડશે

આપણો ખેડૂત ત્યાં સુધી સુરક્ષિત નહીં થાય જ્યાં સુધી આપણે મૂલ્ય વૃદ્ધિ પર વિશ્વાસ નહીં આપીએ. આપણે ત્યાં એક ટમાટરની ખેતી કરનારાના ટમાટર ખરીદીને તેમાંથી કેચપ તૈયાર કરવામાં આવે અને તેની સાથે એક નટીને ઉભી રાખી દેવામાં આવે તો ઝડપથી તેના ટમાટર વેચાઇ જશે અને આપણો ખેડૂત પૈસા કમાતો થઇ જશે.

તો ખેડૂતો તિજોરી ભરી દેશે..

તો ખેડૂતો તિજોરી ભરી દેશે..

દિલ્હીમાં બેસેલી સરકાર અને કર્ણાટકમાં બેઠેલી સરકારને અહીંના મરચાના ખેડૂતોની પરવા નથી. મિત્રો ખેડૂતોને શું જોઇએ પાણી-વીજળી બસ. તેમને આ મળી જાય તો તેઓ દેશની તિજોરી પણ ભરી શકે છે. મને લોકો પૂછે છે કે ગુજરાતમાં ખેડૂતને કેટલી વીજળી મળે છે? હું કહું છું કે 24 કલાક. તેમને આ જવાબ ગળે નથી ઉતરતો. અરે અમારા ગુજરાતમાં વીજળી સરપ્લસ છે અમે વીજળી કર્ણાટકને આપવા માટે તૈયાર છીએ પરંતુ વીજળી પહોંચાડવા માટે જે તાર લગવવા જોઇએ તેને કેન્દ્ર સરકાર લગાવી નથી શકતી.

મિલ્ક પ્રોડક્શન અને નદીઓ

મિલ્ક પ્રોડક્શન અને નદીઓ

આજે આપણા દેશમાં મિલ્ક પ્રોડક્શનને ઘણી તક છે. જ્યારે તેને ખેતીમાં નુકસાન આવે તો તે પશુપાલનથી ઉગરી શકે. ખેડૂત તૂટી ના જાય. પરંતુ આજની સરકાર ખેડૂત વીરોધી સરકાર છે. જો દેશની નદીયોને જોડી દેવામાં આવે તો જ્યા પૂર આવે છે ત્યાં પૂર નહીં આવે અને જ્યાં દુકાળ પડે છે ત્યાં દૂકાળ નહીં પડે.

કોંગ્રેસને ગરીબની પડી નથી

કોંગ્રેસને ગરીબની પડી નથી

પરંતુ મિત્રો કેન્દ્ર સરકારને યુવાનની, ખેડૂતોની, ગરીબોની પરવાહ નથી. બાળકો રાતભર રોવે છે આંસુ પીને ઊંઘે છે, મેડમ સોનીયાજી બે શબ્દો ગરીબો માટે તો બોલો. મોંઘવારીના કારણે ગરીબો પર જે તવાઇ આવી છે તેના માટે સંવેદના તો પ્રકટ તો કરો. પરંતુ તેમનો ઘમંડ તો જુઓ તેઓ તેમના માટે બે શબ્દો પણ કહી શકતા નથી.

ગાંધીજીનું એક સ્વપ્નું પુરૂં કરવા આવ્યો છું

મિત્રો તમે ગાંધીજીનું એક સ્વપ્નું પુરૂં કરશો. ગાંધીજીએ છેલ્લા દિવસોમાં કહ્યું હતું કે કોંગ્રેસનું કામ હવે પુરું થઇ ગયું છે માટે હવે કોંગ્રેસને વિખેરી દેવી જોઇએ. માટે તમારે ગાંધીના સપનાને પુરુ કરવાનું છે અને કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાનું છે.

તમે કમળને દિલ્હી મોકલો, હું લક્ષ્મીને મોકલીશ

આજકાલ લોકો મારી તસવીરનો ગમે તેમ ઉપયોગ કરે છે. હું તેમને કહી દેવા માંગુ છું કે મોદી કંઇ નથી જે છે તે કમળ છે. તમે જેટલું કિચડ ઉછાળશો તેટલું જ કમળ ખીલશે. અને જ્યાં કમળ ખીલશે ત્યાં જ લક્ષ્મીજી બિરાજશે. અને લક્ષ્મીજી હશે ત્યાં જ સમૃદ્ધિ આવશે. મિત્રો તમે દરેક લોકસભાની બેઠક પરથી કમળને દિલ્હી મોકલો, હું લક્ષ્મીને મોકલીશ. અને તમારી તપર્શ્ચ્યા એળે નહીં જવા દઉ.

તો ખેડૂતો તિજોરી ભરી દેશે...

<center></center>

English summary
Narendra Modi to address "Bharatha Gellisi" Rally in Hubli, Karnataka

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.