દેશને ખોટું કરનારાઓને એક વર્ષમાં જેલ ભેગા કરી દઇશઃ મોદી

નાંદેદ, 30 માર્ચઃ ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં ચૂંટણી સભા સંબોધી રહ્યાં છે. અમ્રાવતી અને અકોલા બાદ હવે નાંદેદ ખાતે સભા સંબોધી હતી. જ્યાં તેમણે કોંગ્રેસને નિશાન બનાવ્યું હતુ અને કહ્યું હતું કે જે લોકોએ દેશ સાથે ખોટું કર્યું છે, તેમના વિરુદ્ધ એક વર્ષમાં સ્પેશિયલ કોર્ટમાં કેસ ચાલશે અને જો તેમણે ખોટું કર્યું હશે તો તેઓ તેમની જિંદગી જેલમાં વિતાવશે. દેશના રાજકારણમાં શુદ્ધિકરણ લાવવું છે. અમ્રાવતી અને અકોલામાં તેમણે રાહુલ ગાંધીને આડેહાથ લીધા હતા. તેમણે કહ્યું કે તમે 2007માં અને 2012માં પણ ગુજરાત આવ્યા હતા, પણ ગુજરાતનો ગુબ્બારો ફોડી શક્યા નહોતા.

આ ઘણી જ ખાસ ધરતી છે. આ ધરતીએ આપણે બલિદાન, સાહસ શીખવ્યું છે. અમારો ગુરુ ગોવિંદ સિંહ સાથે ઘણો મજબૂત નાતો છે. તેમની પાસે પંજ પ્યારે હતા, જેમાં એક ગુજરાતમાંથી પણ હતા. તેઓ દ્વારકાના દરજી હતી. હું ગઇ ચૂંટણીમાં પણ અહીં આવ્યો હતો. આવી ચૂંટણી સભા મે ક્યારેય જોઇ નથી. તમે જે તપસ્યા કરી રહ્યા છો તેને હું એળે નહીં જવા દઉ. જ્યારે ગરીબને પ્રેમ મળે છે, ત્યારે તે જીવનભર તેમનો દાસ બની જાય છે. હું ગરીબ પરિવારમાંથી આવ્યો છું અને આજે તમે મને તમારો દાસ બનાવી દીધો છે.

સત્તાધારી પક્ષ એક વ્યક્તિ વિરુદ્ધ ચૂંટણી લડે છે

સત્તાધારી પક્ષ એક વ્યક્તિ વિરુદ્ધ ચૂંટણી લડે છે

પહેલા ચૂંટણીમાં સત્તાધારી પક્ષ વિરુદ્ધ ચૂંટણી લડતા હતા અને નવી નવી યોજના બનાવતા હતા કે તેને સત્તામાંથી કેવી રીતે હટાવવામાં આવે. આ ચૂંટણી એવી છે, જેમાં સત્તામાં બેસેલા અને તેના સાથી, ડરના કારણે પરેશાન લોકો એકઠાં થઇ ગયા છે અને તે કહીં રહ્યાં છે કે કંઇપણ કરો મોદી ના આવવો જોઇએ. આ લોકોને મોદી સાથે વાંધો એટલા માટે છે કે તેમને ખબર છે કે 16 મે બાદ તેમનું સ્થાન ક્યાં હશે.

કોંગ્રેસ પાર્ટીવાળાઓને ઓળખવાની જરૂર

કોંગ્રેસ પાર્ટીવાળાઓને ઓળખવાની જરૂર

કોંગ્રેસ પાર્ટીવાળાઓને ઓળખવાની જરૂર છે. આપણા સમાજ જીવનમાં ક્યારેય કોઇ ભાઇ પોતાની બહેનનું છીનવી લે છે ખરા, કોઇ બાપ પોતાની દિકરીનું કંઇ લઇ લે છે, અહીંના કોંગ્રેસના ઉમેદવાર એવા છે જેમણે પોતાની બહેનનું જ છીનવી લીધું. કેવી સત્તાભુખ છે, બહેનને તો આપવું જોઇએ, તેની પાસેથી લૂંટવું ના જોઇએ.

અશોક ચવ્હાણ સામે આ કાર્યવાહી

અશોક ચવ્હાણ સામે આ કાર્યવાહી

શેહજાદે દેશને જવાબ આપે અને દેશની આંખમાં ધૂળ ઝોખવાનું બંધ કરે. દિલ્હીમાં પત્રકાર પરિષદ કરીને કહ્યું હતું કે ભ્રષ્ટાચાર સામે સમજૂતી નહીં કરે. અશોક ચવ્હાણ સામે કાર્યવાહી થશે, શું ટિકિટ આપવી એ કાર્યવાહી છે, બેશરમીની હદ તો જુઓઓ કોંગ્રેસ પાર્ટીને નેતા કહે છે કે કાયદા રીતે ચૂંટણી લડતાં કોઇ રોકી શકે નહીં. બધા જ આદર્શ ઉમેદવાર છે કોંગ્રેસમાં.

કોંગ્રેસનું ભારતની સેના પ્રત્યે જે વલણ

કોંગ્રેસનું ભારતની સેના પ્રત્યે જે વલણ

કૌભાંડો થાય છે, લોકો નારાજ થાય છે, ક્યારેય ભારત માતાની રક્ષા કરનારા કારગિલના યુદ્ધમાં રક્ષા કરતા કરતા શહિદ થઇ ગયા, શું તેમની વિધવાઓને પણ લૂંટી લેશે. પ્રશ્ન મુંબઇની એક ઇમારતનો નથી, મુદ્દો તમે તમારા પરિવારને ફ્લેટ આપી દીધો. કોંગ્રેસનું ભારતની સેના પ્રત્યે જે વલણ છે તેનો પ્રશ્ન છે.

જેમણે લૂંટ્યા છે તેમને નવી સરકાર નહીં છોડે

જેમણે લૂંટ્યા છે તેમને નવી સરકાર નહીં છોડે

હું શપથ લઇને જાઉ છું કે, કારગીલના શહિદોના પરિવારજનોને જેમણે લૂંટ્યા છે, તેમને નવી સરકાર છોડશે નહીં. દેશ આ રીતે ના ચાલે. હું સાર્વજનીક રીતે કહેવા માગું છું કે, દેશની જનતા ભાજપની સરકાર બનાવવાની છે, અમે રાજકારણમાં શુદ્ધિકરણમાં માને છે.

એક વર્ષમાં દેશના રાજકારણમાં શુદ્ધિકરણ

એક વર્ષમાં દેશના રાજકારણમાં શુદ્ધિકરણ

હું દેશને વચન આપું છું કે સરકાર બન્યા પછી ભારતમાં કોઇપણ દળના કેમ ના હોય જેટલા ધારાસભ્ય, સાંસદ હશે, જેમના પર ગંભીર આરોપ હશે, તો અમે વર્ષની અંદર રાજકિય ગુનેગારોને સ્પેશિયલ કોર્ટ થકી સજા અપાવીશું. એક સાથે શુદ્ધિકરણ થશે. એક વર્ષની અંદર એમએલે એમપીને પેન્ડિંગ કેસોના દૂધનું દૂધ પાણીનું થશે, ખોટા કેસ થયા હશે તે બચી જશે, જેમણે ખોટું કર્યું હશે તે જિંદગી જેલમાં વિતાવશે.

કાળા નાણાને દેશની જનતા પાછળ વાપરવામાં આવશે

કાળા નાણાને દેશની જનતા પાછળ વાપરવામાં આવશે

સરકાર દશ વર્ષ બની છે, હિન્દુસ્તાનની માગ છે કે કાળું નાણું પરત લાવો, પણ તે લાવી રહી નથી. તેમણે એક ઘોષણાપત્ર જાહેર કર્યું, પણ એ ધોકાપત્ર છે. તમે કહ્યું કે, કાળું નાણું લાવવા પ્રયત્ન કરશો, પણ તમે નહીં લાવો કારણ કે તમને ખબર છે કોના છે, તમે મને એક તક આપો, આ કાળું નાણું પરત આવશે તેને દેશની જનતા પાછળ ખર્ચ કરવામાં આવશે. જે લોકો ટેક્સ રેગ્યુલર ભરે છે, જે પગારદારો છે, જે નિયમિત રીતે ઇન્કમ ટેક્સ ભરે છે, આ કાળું નાણું લાવીને તેમાંથી અમુક ભાગ આ લોકોને ઇનામમાં આપી દઇશું.

શું આ નારીનું સન્માન છે?

શું આ નારીનું સન્માન છે?

કોંગ્રેસે ધોકાપત્રમાં માતા-બહેનોની સુરક્ષાની વાત કરી છે. પરંતુ તે કરી શકે તેમ નથી. કોંગ્રેસ પાર્ટીના અતિબુદ્ધિમાન નેતા એવું માને છે કે, ભગવાન બુદ્ધિ વેચવા ગયા હતા ત્યારે કતારમાં સૌથી આગળ તેઓ જ હતા. દિલ્હીમાં નિર્ભયાની ઘટના ઘટી આજે પણ દિલ્હીમાં બળાત્કાર થયો, દિલ્હીને બળાત્કારીઓની રાજધાની બનાવી દેવામાં આવી છે. તેમણે બજેટમાં નિર્ભયા માટે એક હજાર કરોડની યોજના બનાવી. એક વર્ષમાં નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ એક રૂપિયો ખર્ચ થયો નથી. શું આ નારીનું સન્માન છે, આ લોકોએ આ બજેટમાં એ જ ગીત ગાયું. આ ચૂંટણીમાં ફરીથી એક હજાર કરોડ નાંખી દીધા. તમારી પાસે પૈસા અને ઇરાદા નથી, બળાત્કાર પીડિતાઓ માટે સંવેદના નથી તો આ રીતે ધૂળ ઝોંખવાનું બંધ કરો.

મરાઠાવાડ નવો ઇતિહાસ બનાવે

મરાઠાવાડ નવો ઇતિહાસ બનાવે

મરાઠાવાડ નવો ઇતિહાસ બનાવે, દેશને લૂંટનારાઓને સાફ કરી દો. તેમને સજા કરો. હું દિવસ રાત વિચારું છું, નવયુવાન બેરોજગાર છે, માતા-દિકરીઓના સન્માન, મોંઘવારીનું હલ કેવી રીતે કરું, હું આ સમસ્યામાં લાગેલો હોવ છું અને આ લોકો મોદીનું હલ શોધવામાં લાગેલા છે. આ દેશને બરબાદ કરનારાઓ દેશની જનતાને જવાબ આપવા તૈયાર નથી. મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી રોકો તો એ લોકો કહે છે કે મોદી રોકો. મારે ખેડૂતનું ભલું કરવા સરકાર બનાવી છે, મારે ભ્રષ્ટાચાર, મોંધવારી સામે લડવા માટે સરકાર બનાવી છે અને એ માટે દિલ્હીમાં એક મજબૂત સરકાર બનાવો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X