2007-12માં તમારાથી કેમના ફૂ્ટ્યો ગુજરાતનો ગુબ્બારોઃ મોદી
અમ્રાવતી, 30 માર્ચઃ ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના અમ્રાવતી ખાતે ચૂંટણી સભા સંબોધી હતી. જ્યાં તેમણે રાહુલ ગાંધીને આડેહાથ લીધા હતા. તેમણે કહ્યું કે તમે 2007માં અને 2012માં પણ ગુજરાત આવ્યા હતા, પણ ગુજરાતનો ગુબ્બારો ફોડી શક્યા નહોતા.
આ તકે તેમણે કહ્યું કે, સર્વે કરવાની જરૂર નહીં પડે અહીંનો નજારો જોઇને જ ખબર પડી જશે કે હવાનો રૂખ કઇ દિશામાં છે. મે ઘણી ચૂંટણી જોઇ છે, પરંતુ આ વખતની ચૂંટણી બધાથી અલગ છે. સત્તાધિશ પાર્ટી ગઠજોડ કરી રહી છે કે ગમે તે કરો પરંતુ મોદીને આવવા ના દો.
જે લોકોએ દેશનું લોહી ચૂસી લીધું છે, તેમને ખબર છે કે 16 મે પછી તેમનું સ્થાન ક્યાં છે અને એટલા માટે તે કંપી રહ્યાં છે. મે એક મહિના પહેલા કહ્યું હતું કે, આ આંધી સુનામીમાં બદલાઇ જશે. તમે જોઇ શકો છો કે, કોઇ રાજકીયદળની રાજકીય સ્થળની રેલી હોય છે તેના કરતા આ મોટી રોલી છે.

બાળા સાહેબને સાચી શ્રદ્ધાંજલિ
આજે બાળા સાહેબ ઠાકરે અહીં નથી, પરંતુ તેમનું કર્જ ચૂંકાવવું, બાળાશાહેબને સાચી શ્રદ્ધાંજલિ એ હશે કે મહારાષ્ટ્રમાંથી એક પણ કોંગ્રેસી અને એનસીપીનો નેતા દિલ્હી ના જવો જોઇએ. લાલ બહાદૂર શાસ્ત્રીનું સૂત્ર હતું જય જવાન જય કિસાન અને સાનિયા ગાંધીનું સૂત્ર છે મર જવાન મર કિસાન.

2007-12માં કેમ ના ફૂટ્યો ગુજરાતનો ગુબ્બારો
રાહુલ ગાંધી અહીં આવ્યા હતા અને ગુજરાત અંગે વાત કરીને ગયા, પરંતુ તમને એ વાતની જાણ હોવી જોઇએ કે આ ચૂંટણી ગુજરાતની નહીં પરંતુ આખા દેશની છે. તેઓ ગુજરાતના મોડલને ગાળો ભાંડીને ગયા પરંતુ તેમણે તેમના કામની વાત કરવી જોઇએ. તેઓ કહે છે કે ગુજરાતનો ગુબ્બારો ફૂટી જશે, પરંતુ તમે 2007માં આવ્યા હતા 2012માં આવ્યા હતા. ગુજરાતની જનતા સત્ય સાથે ઉભી હતી.

શું તમે તમારી માતાની વાતને પણ ગુબ્બારો માનો છો?
રાજીવ ગાંધી ફાઉન્ડેશન જેમના અધ્યક્ષા સોનિયા ગાંધીએ હિન્દુસ્તાન ભરની સરકારનો સર્વે કરીને હિન્દુસ્તાનમાં જો કોઇ સૌથી વધુ પ્રગતિશિલ સરકાર ગુજરાત સરકાર છે. શું તમે તમારી માતાજીની વાતને પણ ગુબ્બારો સમજો છે અને તેને પણ ફોડવાની વાત કરો છો. તમારે અહીં ખેડૂતો અંગે વાત કરવાની હતી, તમે અહીં ગુજરાતને ગાળો ભાંડીને જતા રહ્યાં.

દિલ્હીમાં બેસેલી સરકારના દિવસ ભરાઇ ગયા છે
આ દિલ્હીમાં બેસેલી સરકારના દિવસ પૂર્ણ થઇ ગયા છે. તેથી જ તો મે કહ્યું છે કે કોંગ્રેસ મુક્ત ભારત. 1857માં અંગ્રેજ મુક્ત ભારત તથા કમળ અને રોટી માટે લડાઇ હતી 2014માં કોંગ્રેસમુક્ત ભારત તથા કમળ અને રોટી માટે લડાઇ છે. આ ચૂંટણી ગુડ ગવર્નન્સ માટે લડાઇ રહી છે અને 16 મે બાદ દેશમાં ગુડ ગવર્નન્સનો સમય શરૂ થશે. આ ગુડી પડવા પર ભારતને કોંગ્રેસમુક્ત બનાવવાનો સંકલ્પ લો.
આજે બાળા શાહેબ ઠાકરે અહીં નથી, પરંતુ તેમનું કર્જ ચૂંકાવવું, બાળાશાહેબને સાચી શ્રદ્ધાંજલિ એ હશે કે મહારાષ્ટ્રમાંથી એક પણ કોંગ્રેસી અને એનસીપીનો નેતા દિલ્હી ના જવો જોઇએ. લાલ બહાદૂર શાસ્ત્રીનું સૂત્ર હતું જય જવાન જય કિસાન અને સાનિયા ગાંધીનું સૂત્ર છે મર જવાન મર કિસાન.
રાહુલ ગાંધી અહીં આવ્યા હતા અને ગુજરાત અંગે વાત કરીને ગયા, પરંતુ તમને એ વાતની જાણ હોવી જોઇએ કે આ ચૂંટણી ગુજરાતની નહીં પરંતુ આખા દેશની છે. તેઓ ગુજરાતના મોડલને ગાળો ભાંડીને ગયા પરંતુ તેમણે તેમના કામની વાત કરવી જોઇએ. તેઓ કહે છે કે ગુજરાતનો ગુબ્બારો ફૂટી જશે, પરંતુ તમે 2007માં આવ્યા હતા 2012માં આવ્યા હતા. ગુજરાતની જનતા સત્ય સાથે ઉભી હતી.
રાજીવ ગાંધી ફાઉન્ડેશન જેમના અધ્યક્ષા સોનિયા ગાંધીએ હિન્દુસ્તાન ભરની સરકારનો સર્વે કરીને હિન્દુસ્તાનમાં જો કોઇ સૌથી વધુ પ્રગતિશિલ સરકાર ગુજરાત સરકાર છે. શું તમે તમારી માતાજીની વાતને પણ ગુબ્બારો સમજો છે અને તેને પણ ફોડવાની વાત કરો છો. તમારે અહીં ખેડૂતો અંગે વાત કરવાની હતી, તમે અહીં ગુજરાતને ગાળો ભાંડીને જતા રહ્યાં.
આ દિલ્હીમાં બેસેલી સરકારના દિવસ પૂર્ણ થઇ ગયા છે. તેથી જ તો મે કહ્યું છે કે કોંગ્રેસ મુક્ત ભારત. 1857માં અંગ્રેજ મુક્ત ભારત તથા કમળ અને રોટી માટે લડાઇ હતી 2014માં કોંગ્રેસમુક્ત ભારત તથા કમળ અને રોટી માટે લડાઇ છે. આ ચૂંટણી ગુડ ગવર્નન્સ માટે લડાઇ રહી છે અને 16 મે બાદ દેશમાં ગુડ ગવર્નન્સનો સમય શરૂ થશે. આ ગુડી પડવા પર ભારતને કોંગ્રેસમુક્ત બનાવવાનો સંકલ્પ લો.

Click it and Unblock the Notifications