મેડમને શા માટે રાજસ્થાનમાં જ ઝેર યાદ આવ્યું: મોદી
બાંસેવારા, 24 નવેમ્બરઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા રાજસ્થાનના બાંસેવારા ખાતે ચૂંટણી સભા સંબોધવામાં આવી છે. જેમાં તેમણે રાજસ્થાન સરકાર, કેન્દ્ર સરકાર, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે.
મોદીએ બાંસેવારામાં કહ્યું કે, ભારતીય ઇતિહાસમાં આદિવાસી સમાજ દ્વારા અનેક યોગદાન આપવામાં આવ્યું છે. તમારા દ્વારા જે યોગદાન આપવામાં આવ્યું છે તે ભુલાયું નથી, ભાજપને આજે પણ એ યોગદાન યાદ છે.

સોનિયા ગાંધી અહીં આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે, ભાજપ એક ઝેર છે. શા માટે મેડમને આ ઝેર યાદ આવ્યું જ્યારે તેઓ રાજસ્થાનમાં આવ્યા. સૌથી વધુ વખત સત્તામાં કોણ રહ્યું, કોણે સૌથી વધુ ઝેર ચાખ્યું છે, તેથી કોણે સૌથી વધુ ઝેર ઓક્યું છે.
સહેજાદા ગરીબી અંગે વાતો કરી રહ્યાં છે. તેઓ મીડિયાને લઇને ગરીબોના ઘરે જાય છે અને ફોટા પડાવે છે, પરંતુ સેહજાદાના ઘર પાસે જ જુગ્ગી છે અને ગરીબો છે, પરંતુ તેમને ગરીબો ત્યાં જ દેખાય છે, જ્યાં કેમેરામેન છે, ત્યાં નહીં જ્યાં ગરીબી છે.
તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ દ્વારા કેન્દ્રમાં સરકાર રચવામાં આવી ત્યારે તેમણે વાયદો કર્યો હતો કે તેઓ સત્તા પર આવ્યાને 100 દિવસની અંદર મોંધવારી દૂર કરશે, પરંતુ મોંઘવારી દૂર થઇ નથી અને ભાવ વધારો થયો છે.
તેઓ રાજસ્થાનમાં આવીને બીજા પર આરોપ લગાવી રહ્યાં છે, પરંતુ તેમને પૂછવામાં આવે કે તેમણે રાજસ્થાનની જનતા માટે શું કર્યું ત્યારે તેઓ તેનો જવાબ આપી શકતા નથી. રાષ્ટ્ર હવે તમારી આ નીતિને સમજી ગયા છે અને રાષ્ટ્ર તમારા ખેલને વધુ ચાલવા નહીં દે.












Click it and Unblock the Notifications
