• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોંગ્રેસ માટે યુથ માત્ર મત અને અમારા માટે પાવરઃ મોદી

|

બેંગ્લોર, 17 નવેમ્બરઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી રવિવારે બેંગ્લોરના પેલેસ મેદાનમાં રેલીને સંબોધિત કરી હતી. જેમાં મુખ્યમંત્રીએ કોંગ્રેસ અને યુપીએ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે યુવાનો અને સ્કીલ ડેવલોપમેન્ટ પર વિશેષ ધ્યાન આપવા અંગેની વાત કરી હતી અને કહ્યું હતું કે, અમારા માટે યુથ એક પાવર છે જ્યારે કોંગ્રેસ માટે યુથ માત્ર એક મત છે અને તેઓ યુથનો ઉપયોગ મત માટે કરે છે ના કે તેને એક શક્તિના રૂપમાં જુએ છે.

આ તકે મોદીએ કહ્યું કે, આજે જ્યારે બેંગ્લોરની ધરતી પર આવ્યો છું, ત્યારે વિજ્ઞાન જગતમાં ભારતને સન્માન અને ગૌરવ અપાવનારા પ્રોફેસર સીએન રાવનું અંતઃપુર્વક અભિનંદન કરું છું. ભારતીય ખેલ જગતને નવી ઉંચાઇ પર લઇ જનારા સચિન તેંડુલકરને ભારત રત્ન અવસર પર અભિનંદન પાઠવું છું. આ આપણું બેંગ્લોર હિન્દુસ્તાનમાં વિકાસની યાત્રામાં આઝાદી પૂર્વેથી પોતાનું નામ નોંધાવ્યું હતું.

હિન્દુસ્તાનમાં સૌથી પહેલા વિજળી કરણ થયું તો તે શહેર બેંગ્લોર હતું. આ શતાબ્દી જ્ઞાનની શતાબ્દી છે અને આજે આખા હિન્દુસ્તાનમાં રીસર્ચનું ક્ષેત્ર કહો, હાયર એજ્યુકેશન હોય, સેક્શન ફોર એક્સલન્સી હોય, આ તમામ વિષયમાં આપણું બેગ્લોર સિટીના રૂપમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. હું તમામ કર્ણાટક વાસીઓને આ વાત માટે શુભેચ્છા પાઠવું છું. મેં ચૂંટણીમાં પણ આ શહેરમાં મારું આવવાનું થયું છે. અહીં અનેક રાજકીય જલસા મે જોયા છે. કર્ણાટકના ઇતિહાસમાં ક્યારેય પણ કોઇપણ રાજકીય દળને આવું વિશાળ દ્રશ્ય જોવાનું સૌભાગ્ય જોવા મળ્યું નથી. જાણે કે, આ કેસરિયો સમુદ્રની લહેરો ઉઠી રહી છે.

ભાજપ અને નરેન્દ્ર મોદી પર હુમલા તેજ

ભાજપ અને નરેન્દ્ર મોદી પર હુમલા તેજ

હાલના સમયે ભાજપ પર હુમલા અને નરેન્દ્ર મોદી પર તેજ થઇ ગયા છે. અને આ હુમલાઓ એટલા માટે તેજ થઇ ગયા છે, કારણ કે તેઓ ના તો આ નજારો જોઇ શકે છે અને ના તો પચાવી શકે છે, તેથી ભારતીય પાર્ટીને હતપ્રત કરવાના પ્રયાસો તેઓ કરી રહ્યાં છે. હું આજે એક સાથે બે વડાપ્રધાનનું સ્મરણ કરવા માગું છું અને જો આપણે ભારતનું ભાગ્ય બદલવું છે અને ભારતને આગળ લઇ જવું છે તો આ બે મહા પુરુષોએ આપેલા મંત્રની જરૂર છે. લાલ બહાદુર શાસ્ત્રીએ કહ્યું હતું કે, જય જવાન જય કિસાન. અને અટલજીએ કહ્યું હતું કે જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન.

આઇટી પ્રોફેશનોએ વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું

આઇટી પ્રોફેશનોએ વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું

આજે વિશ્વમાં આઇટીના ક્ષેત્રમાં કર્ણાટક અને બેંગ્લોર અને આઇટી પ્રોફેશનોએ વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. સિલીકોન વેલી બાદ બેંગ્લોરમાં સૌથી વધુ આઇટીનું કામ કરવામાં આવે છે. આ કેવી રીતે સંભવ થયું, જ્યારે એનડીએની સરકાર હતી. અટલજી ભારતના વડા પ્રધાન હતા, ત્યારે પહેલી વાર હિન્દુસ્તાનમાં અલગથી આઇટી મિનિસ્ટ્રીની રચના કરવામાં આવી અને વ્યવસ્થા ઉભી કરવામાં આવી અને તેને ફોકસ એરિયા તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ હિન્દુસ્તાનના નોજવાને પાછું વળીને નથી જોયું. આપણા યુવાનો આખા વિશ્વને ભારતની ખ્યાતી દર્શાવવામાં સફળ રહ્યાં.

વૈજ્ઞાનિકોએ અટલજીના સ્વપ્નને સત્ય સાબિત કરી બતાવ્યું

વૈજ્ઞાનિકોએ અટલજીના સ્વપ્નને સત્ય સાબિત કરી બતાવ્યું

અટલજીએ ભારતમાં પહેલીવાર સાયન્સ અને ટેક્નોલોજીને લઇને અલગ પોલિસી બનાવી. 2000માં પહેલીવાર આ દેશમાં અટલજીની સરકારે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિસ્તારી. આધુનિક હિન્દુસ્તાન બનાવવા માટે તેમણે જે સ્વપ્ન જોયું. ભારતના નોજવાન સાથે જોડાયેલું હતું. નોજવાનના ભાગ્ય સાથે જોડાયેલું હતું. 2003માં 15મી ઓગસ્ટે અટલજીએ લાલ કિલ્લા પરથી કહ્યું હતું. મૂન મિશનની ઘોષણા કરી હતી. આજે આપણે ગર્વથી કહીં શકીએ છીએ કે તેમણે જે સ્વપ્ન જોયું હતું તે 2008માં આપણા વૈજ્ઞાનિકોએ અટલજીના સ્વપ્નને સત્ય સાબિત કરી બતાવ્યું.

સાયન્સ અને ટેક્નોલોજીનો પ્રભાવ

સાયન્સ અને ટેક્નોલોજીનો પ્રભાવ

આ સાયન્સ અને ટેક્નોલોજીનો પ્રભાવ છે, આપણો દેશ મંગલાયન થક મંગળ પર જવાની દિશામાં આગળ વધ્યા છે. પરંતુ જ્યારે વ્યવસ્થા ગલત હાથોમાં જતી રહે ત્યારે દેશની શું હાલત થાય છે આઇટીના લોકો સારી પેઠે જાણે છે. જ્યારે અટલજીની સરકાર હતી ત્યારે આઇટીનો ગ્રોથ 40 ટકા હતો, જ્યારે યુપીએ સરકાર આવી ત્યારે આપણે 40 ટકામાંથી ઓછા થઇને 30 ટકા થઇ ગયા અને આ સવાલિયા નિશાન આઇટી પ્રોફેશનના યુવાનો પર થયો. યુપીએ 2માં આ જ સોફ્ટવેરનો ગ્રોથ અટલજીના સમયમાં 40 ટકા હતો તે આજે 9 ટકા પર આવીને અટકી ગયો છે. ગ્રોથ નહીં થાય તો એક્સપોર્ટ ક્યાંથી થશે અને નોજવાનોને રોજગારી ક્યાંથી મળશે.

રેલવે ડિપાર્ટમેન્ટે યુનિવર્સિટીઓ સ્થાપે

રેલવે ડિપાર્ટમેન્ટે યુનિવર્સિટીઓ સ્થાપે

આપણી પાસે લાંબું રેલવે નેટવર્ક છે, રેલવે મેનજમેન્ટ પાસે આમોટી વસ્તું છે, ત્યારે રેલવે ડિપાર્ટમેન્ટે યુનિવર્સિટીઓ સ્થાપીને પોતાની જરૂરિયાત અનુસાર મેનપાવર ઉભો કરવો જોઇએ. આ લોકોએ રેલવેને પણ રાજકારણ માટે ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું. ચૂંટણી જીતવા માટે રેલવેનો ઉપયોગ કરવામાં આવ્યો તેના કારણે રેલવેની હાલત ખાડામાં ગઇ છે.

રૂપિયાની કિંમત નીચે જશે કે યુપીએ સરકારની આબરુ નીચે જશે?

રૂપિયાની કિંમત નીચે જશે કે યુપીએ સરકારની આબરુ નીચે જશે?

આજ કાલ સ્પર્ધા થઇ રહી છે, રૂપિયાની કિંમત નીચે જશે કે યુપીએ સરકારની આબરુ નીચે જશે. કરન્ટ એકાઉન્ટ એફિસિન્સીએ ભારતને આર્થિક સંકટમાં નાંખી દીધા છે. રૂપિયાની કિંમત ઘટી રહી છે. રૂપિયો લથડી રહ્યો છે, એવું લાગી રહ્યું છે કે, યુપીએનો રૂપિયો આઇસીયુમાં પડ્યો છે, અને ખબર નથી. 40 ટકા એક્સપોર્ટ આઇટીનું હતું જે 9 ટકા પર આવી ગયું, બીજી તરફ પિંક રિવોલ્યુશનની ઘોષણા કરી, જેમાં મટનનું એક્સપોર્ટ કરવું અને તેથી હિન્દુસ્તાનનુ આમુલ્ય પરિવર્તન ગેરકાયદે રીતે કાપવામાં આવી રહ્યું છે, તેને એક્સપોર્ટ કરવા માટે દિલ્હી સરકાર નવી નવી સ્કીમ નાંખી રહી છે, હું યુપીએને પૂછવા માગું છું કે, તમે કસાઇ ખાના માટે જે ઇન્સેન્ટિવ સ્કીમ રાખી છે, એવી જ સ્કીમ અને સ્પેશિયલ પેકેજ કર્ણાટકના યુવાનો માટે લાવ્યા હોત તો આજે સોફ્ટવેર એક્સપોર્ટ કરીને રૂપિયાને ઉપર લાવતા અને આપણી ગાય અને પશુધન બચી જાત.

કોંગ્રેસની પહેલાથી જ છે આવી નીતિ

કોંગ્રેસની પહેલાથી જ છે આવી નીતિ

કર્ણાટકમાં તેમની નવી સરકાર બની અને સૌથી પહેલા કેબિનેટમાં નિર્ણય લેવામાં આવ્યો કે, ગૌરક્ષા કાયદો દૂર કરો અને રાજકારણ ચાલ્યા કરે. યુપીએની સરકાર બની ત્યારે તેમણે પહેલા પોટા હટાવવાનું કામ કર્યું અને તેથી આતકંવાદ અને નક્સલવાદ ચાલ્યા કરે અને રાજકરણનું ગાડુ ચાલ્યા કરે. તેઓ ઇન્ડોરના ખેલાડી છે અને અમે આઉટડોરના ખેલાડી છે.

21મી સદી કોની, એશિયા, ચીન, કે ભારતની

21મી સદી કોની, એશિયા, ચીન, કે ભારતની

આજ વિશ્વભરમાં ચર્ચા છે કે, 21મી સદી કોની, એશિયાની, ચીનની, કોઇ કહે છે ભારતની. 21મી સદી હિન્દુસ્તાનની બનાવવીએ આપણા બધાનું સ્વપ્ન છે અને તેની સંભાવનાઓ છે, કારણે આપણી પાસે બે આમુલ્ય વસ્તુ છે, જે આપણા પ્રતિસ્પર્ધી પાસે નથી. આપણી પાસે વાયબ્રન્ટ ડેમોક્રેસી અને આપણે વિશ્વનો સૌથી યુવા દેશ છીએ. આજે હિન્દુસ્તાનમાં 65 ટકા કરતા વધુ જન સંખ્યા 35 વર્ષની અંદર છે. જે દેશ પાસે આટલી મોટી નોજવાનોની ફોજ હોય, જે દેશ નોજવાનો થકી આખા વિશ્વમાં છવાઇ શકે છે, જો આપણે તેમના પર ધ્યાન આપીએ તો વિશ્વનો ચહેરો બદલવામાં યોગદાન આપી શકીએ છીએ, પરંતુ કોંગ્રેસ માટે યુથ એ માત્ર મત છે. અમારા માટે યુથ એક પાવર છે. હિન્દુસ્તાનનું પાવર છે, અને અમારી પ્રાયોરિટી યુથને એમ્પાવર કરવાની છે, આપણે જેટલા યુથને એમ્પાવર કરીશું તો હિન્દુસ્તાન પાવરફુલ થઇ જશે એ સ્વપ્ન અમે જોઇએ છીએ.

આપણી પાસે વાયબ્રન્ટ ડેમોક્રેસી

આપણી પાસે વાયબ્રન્ટ ડેમોક્રેસી

આપણી પાસે વાયબ્રન્ટ ડેમોક્રેસી છે ત્યારે તેમના પાસે નોજવાનો માટે કોઇ યોજના નથી. આખું વિશ્વ સ્કીલ ડેવલોપમેન્ટ પર બળ આપી રહ્યાં છે, આજે હિન્દુસ્તાનમાં રોજગારીનું સંકટ છે, કોંગ્રેસ પાર્ટીએ નોજવાનોને રોજગારી આપવાનું વચન આપ્યું હતું પણ તેઓ નિભાવી શકી નથી. તેઓ કોલસા અને કોલસાની ફાઇલ પણ ખાઇ ગયા, તેઓ સુપ્રિમમાં કહે છે કે કોલસાની ફાઇલ ખોવાઇ ગઇ. ફાઇલ નથી ખોવાઇ ગઇ પરંતુ આખી સરકાર ખોવાઇ ગઇ છે. કોંગ્રેસ માટે માત્ર ફાઇલ ખોવાઇ ગઇ છે, પરંતુ ભારતીયો માટે લાઇટ ખોવાઇ ગઇ છે.

દિલ્હી સરકારે સ્કીલ ડેવલોપમેન્ટ માટે શું કર્યુ?

દિલ્હી સરકારે સ્કીલ ડેવલોપમેન્ટ માટે શું કર્યુ?

આખું વિશ્વ સ્કીલ ડેવલોપમેન્ટ પર બળ આપી રહ્યાં છે, પરંતુ આપણી દિલ્હીની સરકારે સ્કીલ ડેવલોપમેન્ટ માટે શું કર્યું. તેમનુ સ્કીલ ડેવલોપમેન્ટનું બજેટ 1 હજાર કરોડ છે. ગુજરાત નાનું રાજ્ય છે અને તેનું સ્કીલ ડેવલોપમેન્ટનું બજેટ 800 કરોડ છે, કારણ કે તેમને તેની ચિંતા નથી. તેઓ 2004થી સરકારમાં બેસેલી છે, હિન્દુસ્તાન વિશ્વનો સૌથી યુવા દેશ છે, આપણી પહેલી પ્રાથમિકતા સ્કીલ ડેવલોપમેન્ટ હોવી જોઇએ.

લોકતંત્રનુ ગળુ દબાવું એ તેમના સ્વભાવમાં

લોકતંત્રનુ ગળુ દબાવું એ તેમના સ્વભાવમાં

2008માં તેમણે પીએમ નેશનલ કાઉન્સિલ ઓન સ્કીલ ડેવલોપમેન્ટ, આ બનાવ્યા પછી 25 દિવસની અંદર તેમણે વધુ એક કમિટી બનાવી, આ કમિટી હતી સ્કીલ ડેવલોપમેન્ટ બોર્ડ બનાવી. પછી અઢી વર્ષ પછી કોઇ કામ ના કર્યુ, ચર્ચા કે યોજના ના કરી, માત્ર મૌન. ત્યારબાદ 2011માં સ્કીલ ડેવલોપમેન્ટ એડવાઇઝરીની ઓફીસ ખોલવામાં આવી. પછી તેમણે 2013માં તેમણે બધું બંધ કરી નાંખ્યુ અને તેમાંથી સ્કીલ ડેવલોપમેન્ટ એજન્સી બનાવી અને હવે આ એજન્સી શું કરશે તે તો આવનારો સમય બનાવશે. જો તેમને નોજવાનોની ચિંતા હોત તો આવું ના કર્યું હોત. લોકતંત્રનુ ગળુ દબાવું એ તેમના સ્વભાવમાં છે. જે હાલ ઇમરજન્સીમાં કરી હતી, તેવી જ હાલત અત્યારે કરી દીધી છે.

મીડિયાને એડવાઇઝરીના નામે ધમકીભર્યો પત્ર મોકલ્યો

મીડિયાને એડવાઇઝરીના નામે ધમકીભર્યો પત્ર મોકલ્યો

ચારે કોર સોશિયલ મીડિયાની ધૂમ મચી છે. બધા પોતાનો અવાજ બુલંદ કરી રહ્યા છે, હવે તેઓ તેનાથી ગભરાઇ ગયા છે, તેને કાબુ લાવવા માટે નવા નવા તરીકા શોધી રહ્યા છે. ભારત ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટે મીડિયાને એડવાઇઝરી મોકલી, આ વાંચીએ તો લાગે કે આ ધમકીભર્યો પત્ર છે, 15મી ઓગસ્ટે લાલ કિલ્લેથી વડાપ્રધાનના ભાષણ પછી ગુજરાતમાં કચ્છમાં મોદીનું ભાષણ ટેલીકાસ્ટ કેમ કર્યું. દિલ્હી સરકારે ફતવો જારી કર્યો. આ બંધ કરો.

યુપીએના નેતાઓ લતાજીનો ભારત રત્ન છીનવવાની વાતો કરે છે

યુપીએના નેતાઓ લતાજીનો ભારત રત્ન છીનવવાની વાતો કરે છે

ભારત રત્ન આદરણિય લતા મંગેશકર આ ગૌરવપૂર્ણ નામ, લતાજીએ થોડાક સમય પહેલા બોલી દીધું કે મોદી આ દેશના પ્રધાનમંત્રી થાય તો સારુ. લોકતંત્રમાં કોઇને પણ પોતાની વાત જણાવવાનો અધિકાર છે, અમારા કોંગ્રેસના નેતાઓ બોખલાઇ ગયા છે કે, મોદીને પીએમ બનાવવાની વાત કરનારા લતાજી પાસેથી ભારત રત્ન પરત લઇ લો. તેમને લોકતંત્રમાં વિશ્વાસ નથી.

ડોલમેન સેક પર કોંગ્રેસી તૂટી પડ્યા

ડોલમેન સેક પર કોંગ્રેસી તૂટી પડ્યા

ડોલમેન સેક આખા વિશ્વમાં સર્વે કરે છે. આ સંસ્થાએ કહ્યું કે, મોદીનું નામ જ્યારથી આવ્યું છે, ભાજપ તેજ ગતિએ આગળ વધી રહી છે, બજારની હવા બદલાઇ રહી છે. ભારતના અર્થતંત્રમાં શ્વાસ લેવાની તાકાત આવી છે. મોદી આગળ વધતા ગયા તો ભારતનું અર્થતંત્ર દોડવા લાગશે. આ સમાચાર અખબારોમાં આવ્યો છે, ભારતનું અર્થતંત્ર સુધરશે એ ગૌરવની વાત છે, પરંતુ કોંગ્રેસ તેના પર તૂટી પડ્યા.

સરકાર ઓપિનિયન પોલથી ગભરાઇ ગઇ

સરકાર ઓપિનિયન પોલથી ગભરાઇ ગઇ

ચાર રાજ્યોમાં ચૂંટણી ચાલી રહી છે, ઓપિનિયન પોલને લઇને તેઓ ગભરાઇ ગયા અને તેના પર રોક લગાવી દીધી. ક્યાં સુધી છુપાતા ફરશો. લોકોનું ઓપિનિયન આવી ગયું છે, ટીવીના પરદા પર ચમકે કે ના ચમકે લોકોનું ઓપિનિયન નક્કી થઇ ગયું છે. હવે તમારે જવાનો વારો છે. આટલું જ નહીં. લોકતંત્રમાં સંવેધાનિક સંસ્થા પર તેમને જરા પણ વિશ્વાસ નથી. બહુમતના કારણે નથી ચાલી રહી પરંતુ આ યુપીએ સરકાર સીબીઆઇના કારનામાઓના કારણે ચાલી રહી છે. જ્યારે તેમની સરકાર પડવાનો વારો આવે ત્યારે સપા, બસપાના દરવાજા સીબીઆઇ ખખડાવે છે અને ભયથી તેઓ યુપીએને સમર્થન આપવા લાગે છે.

કોંગ્રેસને યુવાન, વિજ્ઞાન અને લોકશાહીમાં આસ્થા નથી

કોંગ્રેસને યુવાન, વિજ્ઞાન અને લોકશાહીમાં આસ્થા નથી

કોંગ્રેસ પાર્ટીને ના તો નોજવાન અને ના તો વિજ્ઞાન અને ના તો લોકશાહીમાં આસ્થા છે, તેમની પ્રાથમિકતા વોટ બેંકની રાજનીતિ છે. અહીં એકાદ વર્ષ પહેલા ચિદમબરમજી આવ્યા હતા, તેમણે કહ્યું હતું કે, 15 રૂપિયામાં બિસલેરીની બોટલ પી શકો છો, પરંતુ ચાવલનો ભાવ એક રૂપિયો વધી જાય તો તમે દેકારો મચાવી દો છો. તેમણે ત્યાં સુધી કહીં દીધું કે, સરકાર અર્બન મીડલ ક્લાસ માટે વિચારશે.

26 રૂપિયામાં ડૂંગળી નથી આવતી, પેટ ક્યાંથી ભરાય?

26 રૂપિયામાં ડૂંગળી નથી આવતી, પેટ ક્યાંથી ભરાય?

તેમણે વધુમાં કહ્યું કે, 26 રૂપિયામાં ડૂંગળી નથી આવતી ત્યારે ગરીબ પેટ ક્યારે ભરશે પરંતુ કોંગ્રેસનુ કહેવું છે કે 26 રૂપિયા કમાનારા ગરીબ નથી. પંડિત દિનદાયલ ઉપાધ્યાય પાસેથી ગરીબીની સેવા કરવાનું ભાજપ શીખ્યું છે. કોંગ્રેસના એક નેતા એવું કહી રહ્યાં છે કે, ગરીબી જેવું કઇ નથી, એ તો માનસિકતા છે. આ નેતાઓને ગરીબીની ચિંતા નથી. તાજેતરમાં વાનખેડે સ્ટેડિયમમાં ક્રિકેટની મેચ ચાલી રહી હતી. સચિન નિવૃત થઇ રહ્યાં હતા. દરેક વસ્તુ સચિન સાથે જોવાતી હતી. લોકો ચર્ચા કરી રહ્યાં હતા કે બતાવો કે આ મેચ દરમિયાન સચિન તેંડુલકર સદી લગાવશે કે અથવા તો ડૂંગળીના ભાવ સદી લગાવશે. લોકો શરત લગાવી રહ્યાં હતા. આ લોકોએ મોંઘવારીની આ હાલત કરી મુકી છે.

વડા પ્રધાનની કમિટીમાં હું ચેરમેન હતો

વડા પ્રધાનની કમિટીમાં હું ચેરમેન હતો

વડાપ્રધાને એક કમિટી બનાવી હતી, જેનો ચેરમેન મને બનાવ્યો હતો, સાથે ચાર મુખ્યમંત્રી હતા, 2011માં એક અહેવાલ આપ્યો, સ્પેસિફિક વિષયો આપ્યા, જેમાં 20 રિકમન્ડેશન મોંઘવારી ઘટાડવા માટે આપ્યા હતા. જે આજે પણ ફાઇલમાં પડ્યા છે. અમે તેમાં કહ્યું હતું કે, એસેન્સિયલ એક્ટમાં સુધારો કરવામાં આવે, તેને નોન બિલેબલ અને તેને સ્પેશિયલ કોર્ટ બનાવવામાં આવે, ઝડપી ન્યાય આપવામાં તેમાં સંગ્રહખોરી કરનારા અને નફાખોરી કરનારાઓને જેલ ભેગા કરવામાં આવે. ફૂડકોર્પોરેશન ઓફ ઇન્ડિયાને રિમેન્ડલિંગ કરવું જોઇએ, એક એફસીઆઇને ત્રણ ટૂકડામાં વેચી દો, એક બ્રોકરેજ, બીજુ સ્ટોરેજ કરે પરંતુ ભારત સરકારે તેમ કર્યું નહીં. કોંગ્રેસને નેતાઓએ ડૂંગળી સાથે એક કોન્ફરેન્સ થઇ, કોંગ્રેસના નેતાઓએ ડૂંગળીને બોલાવી, આ શું થઇ રહ્યું છે, ડૂંગળીએ કહ્યું કે, તમે સરકારમાં રહીને આખા હિન્દુસ્તાનના છોતળા ઉતાર્યા છે હવે અમે ડૂંગળીએ નક્કી કર્યું છે કે અમે સરકારના છોતરા ઉતારીશું.

દરેક દેશે પોતાના સ્વપ્ન જોવા જોઇએ

દરેક દેશે પોતાના સ્વપ્ન જોવા જોઇએ

દરેક દેશે પોતાના સ્વપ્ન હોવા જોઇએ, આઝાદી પહેલા દેશના દરેક નાગરીકને આઝાદી મેળવવાનું સ્વપ્ન હતું. સ્વરાજ્યને સુરાજ્યમાં બદલવાની જરૂર હતી, પરંતુ દિલ્હીની સરકારે આઝાદી બાદ કરવું જોઇતું હતું, પરંતુ ના કર્યું. તેઓ કહે છે કે, સત્તા ઝેર છે અને તે બધાએ ટેસ્ટ ના કરવું જોઇએ તેથી એક પરિવાર બરાબર છે. ઝેર ઝેર કહીંને તેમણે રાષ્ટ્રને પોતાની અંદર રાખી દીધું છે.

દેશ એક સંકલ્પ કરે

દેશ એક સંકલ્પ કરે

આ દેશ અત્યારથી સંકલ્પ કરે કે આ દેશ 8 વર્ષ બાદ અમૃત વર્ષ મનાવે ત્યારે આપણે એવી મહેનત કરીએ કે આપણા દેશમાં અમૃત વર્ષા થાય, અમૃત વર્ષા એટલે ગરીબોની ભલાઇ, સુરાજ્ય, દરીદ્ર નારાયણની સેવા. આપણે એક સ્વપ્ન જોવાનું છે કે આ કુશાસનને સુશાસન, ભ્રષ્ટાચારને છોડીને ગુડ ગવર્નનન્સ તરફ, આ ઝેરની વાતો કરનારાને બદલે અમૃતની વાત કરવાની છે. મને વિશ્વસા છે કે ભારત એક નવી તાકાત સાથે બહાર આવશે અને વિશ્વનું નેતૃત્વ કરશે.

મોદીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 4000 હજાર સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રેલી પર નજર રાખવા માટે માનવ રહીત ટોહી વિમાનોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પોલીસે રેલી સ્થળની આસપાસના બે થાના ક્ષેત્રોમાં દારૂના વેચાણ પર રોક લગાવી દીધી છે. સાથે આગામી 24 કલાક સુધી રેસ્ટોરાં ખોલવા પર પ્રતિબંધ લાદી દીધો છે.

શનિવારે વરિષ્ઠ ભાજપ નેતા એમ વૈંકેયા નાયડૂ, પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટાર અને પ્રદેશ અધ્યક્ષ પ્રહલાદ જોશીએ અન્ય નેતાઓ સાતે રેલી સ્થળની મુલાકાત લઇને પરિક્ષણ કર્યું છે. રેલીમાં ભાગ લેવા માટે મૈસૂર અને ઉડુપીથી પાર્ટી કાર્યકર્તાઓ શનિવારે જ બેંગ્લોર પહોંચી ગયા છે. તૈયારીની ચકાસણી કર્યા બાદ જોશીએ કહ્યું કે, રાજ્યના વિભિન્ન જિલ્લાઓમાંથી રેલીમાં આવનારા કાર્યકર્તાઓ રવિવારે સવારે બેંગ્લોર પહોંચ્યા છે.

English summary
Narendra Modi will be in Karnataka today, the only south Indian state his party ever ruled before losing it to the Congress in Assembly polls in May this year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more