મોદીએ લોકોને કરી કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાની અપીલ

Posted By:
Subscribe to Oneindia News

પણજી, 12 જાન્યુઆરી: 2014ની સામાન્ય ચૂંટણીની તૈયારીઓના ચરણમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે પણજીમાં વિજય સંકલ્પ રેલીને સંબોધિત કરી રહ્યા છે. પાર્ટીની રાજ્ય સમિતિએ રેલીમાં ભાગ લેવા માટે પ્રતિ વ્યક્તિ 5 રૂપિયા રજિસ્ટ્રેશન ફી રાખવામાં આવી છે. સામાન્ય લોકોની સાથે પાર્ટી કાર્યકર્તાઓને પણ આ રજીસ્ટ્રેશન ફી આપવી પડી છે. આ રેલીની સાથે જ ગોવામાં પાર્ટીનું લોકસભા ચૂંટણી અભિયાન શરૂ થઇ જશે.

ભાજપનો દાવો છે કે રેલીમાં 1 લાખથી વધારે લોકો ભાગ લેશે. આ પહેલા મુખ્યમંત્રી મનોહર પાર્રિકરે રેલીની તૈયારીઓનું નિરિક્ષણ કર્યું. મુખ્યમંત્રી મનોહર પાર્રિકરની માનીએ તો અત્યાર સુધી 90 હજારથી વધારે લોકો રેલી માટે પોતાના નામનું રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે.

narendra modi
રેલી પણજી શહેરની બહાર ખુલા મેદાનમાં આયોજીત થશે જ્યાં અધ્યક્ષ રાજનાથ સિંહ પણ હાજરી આપશે. પાર્રિકરે જણાવ્યું કે રેલીમાં એક લાખથી વધારે લોકો હાજરી આપે તેવી સંભાવના છે.

ભાજપે લોકોના આવાગમન માટે 1000 બસોનું રિઝર્વેશન કરાવ્યું છે, જેમાં રાજ્યના કદંબા ટ્રાંસપોર્ટ કોર્પોરેશન અને પડોશી રાજ્યોની બસોનો સમાવેશ થાય છે. પાર્રિકરે જણાવ્યું કે મહારાષ્ટ્ર અને કર્ણાટકથી પણ બસોને ભાડે મંગાવી છે. આ દરમિયાન તેમની સાથે હાજર ભાજપી નેતા સ્મૃતિ ઇરાણીએ જણાવ્યું કે 2014 ચૂંટણી જીતવાના સંકલ્પથી આ રેલી કરવામાં આવી રહી છે.

સાંભળો મોદી શું કહ્યું પોતાના ભાષણમાં...

<center><center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/mIyCOJMw_Pw" frameborder="0" allowfullscreen></iframe></center></center>

English summary
Narendra Modi to address “Vijay Sankalp” rally in Goa today.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.