2014ની ચૂંટણી એ એક જન આંદોલન છેઃ મોદી

Posted By:
Subscribe to Oneindia News

 રાંચી, 29 ડિસેમ્બરઃ ઝારખંડના રાંચી ખાતે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા વિજય સંકલ્પ રેલી સંબોધવામાં આવી હતી. મોદીએ રેલી દરમિયાન કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ દ્વારા આકાશવાણી કરવામાં આવે છે અને પછી ક્યાકં છૂપાઇ જાય છે. આ આકાશવાણી કરનારાઓ ના તો સપનાં પૂરા કરી શકે છે અને ના તો દેશનો વિકાસ કરી શકે છે. આ સાથે જ તેમણે કહ્યું કે 2014ની ચૂંટણી જન આંદોલન છે, કારણ કે જનતાને વિકાસ જોઇએ છીએ, વિભાજન નહીં, સુરક્ષા જોઇએ છે, સાંપ્રદાયિકતા નહીં, યુવાનોને રોજગારી જોઇએ છે, ખોટા વાયદા નહીં.

આ તકે નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વીરો અને ત્યાગી તપશ્રીઓની ઝારખંડની આ ભૂમિ બલિદાનોની ભૂમિ છે. હું ભૂમિ બિરસા મુંડાનીને પ્રણામ કરું છું. જો વિશ્વની સામે ઝારખંડ પાસે પ્રાકૃતિક સંપદા, ભૂસંપદા, સામર્થ્યવાન માનવબળ છે, તેની વાત વિશ્વના આર્થિક પંડિતોને આપવામાં આવે અને પૂછવામાં આવે કે જે રાજ્ય પાસે આટલી અપાર સંપત્તિ હોય તો તેઓ કહેશે, આ રાજ્ય વિશ્વના સમૃદ્ધ દેશોની બરોબરીમાં હોઇ શકે છે. આટલી સંપદાનું આ રાજ્ય ગરીબ કેમ છે.

અમીર રાજ્યની ગોદમાં ગરીબી શા માટે ઉછરી રહી છે, તેનો જવાબ આઝાદી પછી જેમણે આ દેશની કમાન સંભાળી એ દળે, તેમના નેતાઓએ અને તેમની સરકારોએ જવાબ આપવો પડશે. દેશ આઝાદ થયો ત્યારથી અલગ ઝારખંડની ભાવના પ્રબળતા સાથે પ્રગટ થતી રહી. ઝારખંડના લોકો પોતાના ભાગ્યનો ફેંસલો જાતે કરવા માગતા હતા, પોતાના સામર્થ્ય અને શક્તિનો ઉપયોગ પોતાના લોકો માટે કરવા માગતા હતા, પરંતુ 50 વર્ષ સુધી દિલ્હીની સરકારે ઝારખંડનો અવાજ ના સાંભળ્યો.

એ અટલ બિહારી વાજયાપી હતા કે જમણે ઝારખંડની જનતાનો અવાજ સાંભળ્યો અને ઝારખંડ રાજ્યનું નિર્માણ હતું. આપણે વાજપાયીજીના સદા આભારી રહીશું કે તેમણે આપણે ઝારખંડ આપ્યું, પોતાનું ભાગ્ય પોતાના હાથે બનાવવાની તક આપી. જે સ્વપ્ન જોઇને તેમણે ઝારખંડ બનાવ્યું તેને પૂર્ણ કરવાનો આપણે સંકલ્પ કરવાનો છે અને તેમના મનને ત્યારે આનંદ આવશે જ્યારે આપણે તેમના સ્વપ્નનું ઝારખંડ તેમને બનાવીને આપીશું.

આટલું બધુ હોવા છતાં ઝારખંડની ગરીબી વધી રહી છે, તેનું કારણ શું છે. ત્રણ રાજ્યનું નિર્માણ વાજપાયીજીએ કર્યું. મધ્ય પ્રદેશમાંથી છત્તીસગઢ, બિહારથી અલગ ઝારખંડ બન્યુ, ઉત્તરપ્રદેશથી અલગથી ઉત્તરાખંડ બન્યુ. ત્રણ રાજ્યનું એક સાથે નિર્માણ થયું, છતાં છત્તીસગઢ વિકાસની દોડમાં આગળ નિકળી ગયું અને ઝારખંડ અને ઉત્તરાખંડ પાછળ રહી ગયા, આ કારણને ગંભીરતાથી નહીં વિચારીએ ત્યાં સુધી આગળ નહીં જઇ શકીએ.

છત્તીસગઢની જનતાએ દિર્ઘદ્રષ્ટિ સાથે એ નિર્ણય કર્યો કે વિકાસના રાહ પર આગળ વધવાનું છું, વિકાસ જ નવયુવાનોનું ભવિષ્ય, ગરીબોનું કલ્યાણ કરશે અને છત્તીસગઢની જનતાએ ત્યાં રાજકિય સ્થિરતા પેદા કરી, વારંવાર ભાજપને સેવા કરવાની તક આપી અને તેના કારણે આજે છત્તીસગઢ હિન્દુસ્તાનમાં વિકાસના માર્ગે નવી ઉંચાઇ પાર કરી રહ્યું છે, જો ઝારખંડ અને ઉત્તરાખંડમાં રાજકીય સ્થિરતા અને ભાજપની વિકાસની રાજનીતિનો માર્ગ અપનાવ્યો હોત તો આજે ઝારખંડ જેવો સમૃદ્ધ પ્રદેશના લોકો ગરીબ ના હોત અને ઝારખંડ નવી ઉંચાઇને પ્રાપ્ત કરવાની સ્થિતિ મેળવી લેત, પરંતુ એ તક આપણે ગુમાવી દીધી છે.

વ્યક્તિના જીવનમાં 13થી 18ની ઉમર ઘણી જ મહત્વની હોય છે. જે રીતે માનવીના જીવનમાં જેટલી મહત્વની છે તેવી જ રીતે રાજ્યના જીવનમાં પણ મહત્વની છે. ઝારખંડે 13 વર્ષ પૂરા કર્યા છે, હવે ઝારખંડના જીવનમાં એક મહત્વનો તબક્કો આવી રહ્યો છે, ત્યારે તેનું લાલનપાલન કરનાર, વિકાસની નવી ઉંચાઇ મેળવવા માટે દિલ્હીની મદદ જોઇશે અને સહયોગ રહેશે, પરંતુ આજે જે દિલ્હીમાં બેઠાં છે, જેમણે તમારી માંગને ઠૂકરાવી હતી, જે તમને સ્વિકારવા તૈયાર નહોતા, તેમના હાથે 13થી 18 વર્ષના કાર્યકાળમાં તમારું ભાગ્ય બદલાઇ શકશે નહીં અને તેથી ઝારખંડમાં 14 બેઠક છે અને 2014માં ઝારખંડની 14એ 14 બેઠક રાજનાથ સિંહજીના ચરણોમા આપીએ અને ઝારખંડની દિશા નક્કી કરીએ.

અહીં પીએસયુ હતા પરંતુ આજે એ બંધ અવસ્થામાં છે તો તેના કારણે બેરોજગારી વધી છે. મુખ્ય કારણ એ છે કે ના તો તેમને વિકાસ અને ના તો તેમને સુરાજ્યની ચિંતા છે. જ્યારે મને 2001માં જ્યારે મુખ્યમંત્રી બન્યો પીએસયુ હતા, આટલા વર્ષો થયા જીએસએફસી બંધ થાય છે આ ઉમરે અમને નોકરી કોણ આપશે. મે કહ્યું તમે મને ત્રણ અઠવાડિયા આપો. અમે નવો માર્ગ બનાવ્યો અને અમે તેને પ્રોફેનાલિઝમ તરફ લઇ જઇશું. ટેક્નોલોજી વધારીશું, નકામા ખર્ચા બંધ કરીશું, આજે એ જ પીએસયુ સૌથી વધુ કમાતું થઇ ગયું છે, દેશમાં પણ થઇ શકે છે, ઇરદા જોઇએ વાયદા નહીં, પરંતુ તેમના પાસે ઇરાદા છે કે ના તો ઇરાદામાં નૈતિકતા છે.

કોંગ્રેસના નેતાઓ દ્વારા હમણા આકાશવાણી કરવામાં આવે છે અને પછી તેઓ છૂપાઇ જાય છે. પુરાણોમાં આકાશવાણી વિચારવા માટે મજબૂર કરતી હતી અને આજના સમયમાં તેમની આકાશવાણી તમારા ઇરાદાઓને રજૂ કરે છે, તેના કારણે આજે ફરીથી વિચારવાની જરૂર પડી રહી છે. ત્રણ વર્ષ પહેલા મુખ્યમંત્રીઓની બેઠક મળી, ચર્ચા કરી, કેટલીક કમિટિ બનાવાઇ. એક કમિટિ બનાવાઇની કમાન મને સોંપવામાં આવી અને તેમાં અન્ય બે મુખ્યમંત્રી હતા, જે યુપીએ અને કોંગ્રેસના હતા, અમે એક અહેવાલ આપ્યો અને જણાવ્યું કે, આ 20 ઇનિસિયેટિવ લેવા જોઇએ, 62 પોઇન્ટ બનાવ્યા, પ્રધાનમંત્રીએ કહ્યું ઘણુ સારુ કામ થયું છે, દિલ્હીની સરકાર અનેક સુઝાવ આપ્યા પછી પણ કોઇ કામ કર્યું નથી. આજે આકાશવાણી થઇ રહી છે, મુખ્યમંત્રીઓ આ કરશે મુખ્યમંત્રી તે કરેશે. આ જે આકાશવાણીના શબ્દોમાં ઇમાનદારી છે તો ઝારખંડમાં ભ્રષ્ટાચાર કેવી રીતે વધ્યો તેનો જવાબ આપે.

કેટલાક લોકો મને પૂછે કે મોદીજી તમારું વિઝન શું છે. કોલસો ઝારખંડમાં હોય અને વિજળી બહારથી લાવી પડે શું એ વિઝન છે? જો વર્ષો પહેલા સમજ હોત અને જ્યાં કોલસા છે ત્યાં વિજળીના કારખાના ખોલવામાં આવ્યા હોત તો વિજળી આખા ભારતને મળી હોત, જો એ કરવામાં આવ્યું હોત તો આજે ઝારખંડમાં અંધકાર ના હોત. કોલસાની ખાણો બંધ છે, 20 હજાર મેગાવોટ વિજળી ઉત્પન્ન કરતા કારખાના બંધ છે અને તેના કારણે દેશની આર્થિક નીતિ હચમચી ગઇ છે. જો આપણે દેશના નવયુવાનો રોજગારી મળે તેને પ્રાથમિકતા મળે તે દિશામાં કામ નહીં કરીએ તો યુવાશક્તિ ભારતની ભાગ્યવિધાતા નહીં બની શકે. તેથી નવયુવાનોને રોજગારી, સ્કિલડેવલોપમેન્ટ પર કામ કરીશું તો ઝારખંડના લોકોને અન્ય રાજ્યોમાં રોજગારી માટે નહીં જવું પડે.

નોંધનીય છે કે, નરેન્દ્ર મોદીની રેલી માટે પ્રદેશ ભાજપે જોરદાર કરી કરી છે. રેલી માટે બનાવવામાં આવેલા સ્ટેજને સંસદનું રૂપ આવવામાં આવ્યું છે. આ દરમિયાન રેલીના આયોજન સ્થળ ધુર્વામાં પહોંચવામાં માટે લોકોની લાઇન લાગી છે અને ગત રાત્રથી જ દૂરના જિલ્લાઓમાંથી લોકોને લાવવા માટે બસો અને અન્ય વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે.

<center><center><center><center><center><center><center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/ik_HtvTZ0K8" frameborder="0" allowfullscreen></iframe></center></center></center></center></center></center></center>

English summary
Narendra Modi address Vijay SankalpRally in Ranchi, Jharkhand

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.