• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાજ્યસભાના 250મા સત્રમાં પીએમ નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું

|

નવી દિલ્હીઃ સોમવારથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ ગયું છે. સંસદનું ઉપલું સદન એટલે કે રાજ્યસભાનું આ 250મુ સત્ર છે. આ અવસર પર પીએમ મોદીએ રાજ્યસભાને સંબોધિત કરી. પીએમ મોદીએ પોતાનું ભાષણ શરૂ કરતા કહ્યું કે 250મા સત્રનો સમય એક વિચાર યાત્રા રહી. ઉચ્ચ સદને બદલેલી પરિસ્થિતિઓને આત્મસાત કરતાં ખુદને ઢાળવાનો પ્રયાસ કર્યો. ભારતની વિકાસ યાત્રમાં નિચલાં સદનથી જમીન સાથે જોડાયેલ ચીજોનું પ્રતિબિંદ ઝળકે છે, તો ઉચ્ચ સદનથી દૂર દ્રષ્ટિનો અનુભવ થાય છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે લોકસભામાં કમજોર વિપક્ષ હોવા પર રાજ્યસભામાં નિરંકુશતા આવવા ન દીધી. મોદીએ પોતાના ભાષણ દરમિયાન બીજદ અને એનસીપી સાંસદોનાં વખાણ પણ કર્યાં.

પીએમ મોદીએ કહ્યું કે, અનુભવ કહે છે કે સંવિદાન નિર્માતાઓએ જે વ્યવસ્થા આપી તે કેટલી ઉપયુક્ત રહી છે. તેણે કેટલું સારું યોગદાન આપ્યું. જ્યાં નીચલું સદન જમીની સ્તર સાથે જોડાયેલું છે ત્યાં ઉચલું સદન દૂર સુધી જોઈ શકે છે. આ સદનના બે પહેલુ ખાસ છે- સ્થાયિત્વ અને વિવિધતા. સ્થાયિત્વ એટલા માટે મહત્વપૂર્ણ છે કે લોકસભા તો ભંગ થતી રહે છે પરંતુ રાજ્યસભા ક્યારેય ભંગ નથી થાતી અને વિવિધતા એટલા માટે મહત્વપૂર્ણ છે કેમ કે અહીં રાજ્યોનું પ્રતિનિધિત્વ પ્રાથમિકતા છે.

પીએમ મોદીએ કહ્યું કે પાછલા 5 વર્ષનો સમય જોતા આ એજ સદન છે જેણે ત્રિપલ તલાક નું બિલ પાસ કરાવી મહિલા સશક્તિકરણનું બહુ મોટું કામ કર્યું. આ સદને સામાન્ય વર્ગના ગરીબો માટે 10 ટકા આરક્ષણનું પ્રાવધાન કર્યું, પરંતુ ક્યાંય વિરોધાભાવ પેદા નથી થયો. બધી જગ્યાએ સહયોગનો ભાગ બન્યો. આ સદને જીએસટીના રૂપમાં વન નેશન વન ટેક્સ તરફ સહમતિ બનાવી દેશને દિશા આપવાનું કામ કર્યું છે. દેશની એકતા અને અખંડતા માટે અનુચ્છેદ 370 અને 35એ હટાવવાની શરૂઆત પહેલા આ સદનમાં જ થઈ, તે બાદ લોકસભામાં આ બિલ રજૂ થયું હતું.

પીએમ મોદીએ કહ્યું કે, રાજ્યસભાનો વધુ એક લાભ પણ છે કે સૌકોઈ માટે ચૂંટણી અખાડો પાર કરવો બહુ સરળ નથી હોતું, પરંતુ દેશહિતમાં તેમની ઉપયોગિતામાં કમી નથી થતી, તેમનો અનુભવ, તેમનું સામર્થ્ય મૂલ્યવાન હોય ચે. આપણા સંવિધાન નિર્માતાઓએ આપણને જે દાયિત્વ આપ્યું છે, આપણી પ્રાથમિકતા છે કલ્યાણકારી રાજ્ય પરંતુ તેની સાથે જ આપણી જવાબદારી છે રાજ્યોનું પણ કલ્યાણ. રાજ્ય અને કેન્દ્ર મળી દેશને આગળ વધારી શકે છે.

પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશમાં એક લાંબો કાળખંડ એવો હતો જ્યારે વિપક્ષ જેવું કંઈ ખાસ નહોતું. તે સમયે શાસનમાં બેઠેલા લોકોને તેનો વિકરાટ લાભ પણ મળ્યો. તે સમયે પણ સદનમાં આવા અનુભવી લોકો હતા જેમણે શાસન વ્યવસ્થામાં નિરંકુશતા ન આવવા દીધી. આ આપણા બધા માટે સ્મરણીય છે.

ચાર વાવાઝોડાં અને કમોસમી વરસાદને કારણે ગુજરાતી ખેડૂતોને 8000 કરોડનું નુકસાન

English summary
narendra modi addresses 250th session of rajya sabha
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X