• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પ.બંગાળને બખ્ખા, અહીં મમતા, કેન્દ્રમાં હું ને રાષ્ટ્રપતિ પ્રણવ દાઃ મોદી

|

કોલકતા, 5 ફેબ્રુઆરીઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા આજે કોલકતા ખાતે જન ચેતના સભાને સંભોધવામાં આવી હતી. જેમાં તેમણે મમતા બેનરજી પ્રત્યે કુણુ વલણ દાખવ્યું હતું અને કહ્યું હતું કે તેઓ રાજ્યમાં પરિવર્તન લાવી રહ્યાં છે, જો કે તેઓ એકલા હાથે પરિવર્તન નહીં લાવી શકે, તેથી કેન્દ્રમાં રહીને હું તેઓ પશ્ચિમ બંગાળમાં જે પરિવર્તન લાવવા માગે છે, તેમાં સહાયતા કરી શકીશ. આ સાથે તેમણે કહ્યું કે, ત્યારે પશ્ચિમ બંગાળને ફાયદો જ ફાયદો છે, કારણ કે રાજ્યમાં મમતા, કેન્દ્રમાં હું અને રાષ્ટ્રપતિ આપણા પ્રણવ દા છે. રાજ્યનો વિકાસ અવિરત થશે. આ સાથે તેમણે કેન્દ્ર અને થર્ડ ફ્રન્ટ પર આકરા પ્રહારો કર્યાં હતા.

આ તકે મોદીએ કહ્યું કે કોલકતામાં ઘણી વખત આવ્યો છે, પક્ષની રેલી પણ કરી છે, પરંતુ આવો વિરાટ જનસાગર પહેલીવાર જોયો છે. દિલ્હીમાં જે થર્ડ ફ્રન્ટના નેતા બેસેલા છે, તે હેલિકોપ્ટર લઇને આવે અને અહીં નજર કરી લે, તેમને ખબર પડી જશે કે હવાનો રુખ કઇ તરફ છે. દેશની જનતાએ નિર્ણય કરી લીધો છે. આ બંગાળની ભૂમિ એ પ્રકારે ગુજરાત અને બંગાળ વચ્ચે નજીકનો નાતો છે. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરના ભાઇ ઘણો સમય ગુજરાત રહ્યાં હતા, અમદાવાદને બનાવવામાં તેમની ભૂમિકા મહત્વની છે. ટેક્સટાઇલ ઉદ્યોગ બનાવવા માટે સુભાષ ચંદ્ર બોઝના ભાઇની મહત્વની ભૂમિકા છે. બંગાળની ધરતી સાથે ગુજરાતનો સવિશેષ નાતો રહ્યો છે. સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન હતું કે આપણે ફરી એકવાર ભારત માતાને જગતગુરુ બનાવીએ અને સદીઓ પહેલા એ સમય હતો જ્યારે ભારત વિશ્વગુરુ હતું, પરંતુ આપણે એ ના ભૂલીએ કે ભારત ત્યારે વિશ્વગુરુ હતું જ્યારે બંગાળ રાષ્ટ્રગુરુના પદે હતું. જો ભારતને વિશ્વગુરુ બનાવવું છે તો બંગાળે રાષ્ટ્રગુરુનું પદ હાંસલ કરવું પડશે.

આજે જ્યારે 2014ની ચૂંટણી સામે છે, હું સ્પષ્ટ જોઇ રહ્યું છે કે હિન્દુસ્તાનમાં અત્યારસુધી જે ચૂંટણી થઇ રહ્યાં છે, તેનાથી રાજકીય પંડીતોના હિસાબ ખોટા પડવાના છે, તેઓ ઇતિહાસ, નેતાઓ અને પાર્ટીની ગતિવિધિઓનો અંદાજો લગાવે છે, પરંતુ જો તેઓ જનતાના મિજાજને સમજવામાં વિફલ ગયા તો 2014ની ચૂંટણીને લઇને પણ વિફલ જશે. આ પહેલી વાર બની રહ્યું છે કે, આ ચૂંટણી કોઇ પાર્ટી નહીં પરંતુ દેશની જનતા લડી રહી છે.

દેશનો એજન્ડા કોઇ પાર્ટીએ નહીં પરંતુ સામાન્ય નાગરિકે કર્યો છે. સાત વર્ષ થઇ ગયા, હવે રાહ નહીં જોવાય. ઘણા વચનો કરવામાં આવ્યા પણ હવે નહીં. 60 વર્ષ પછી દેશની જનતાને રહેવા માટે ઘર, ગરીબને ખાવાનું, નોજવાનને રોજગારી, બીમારની દવા, ગામને રસ્તો, ઘરને વિજળી, બાળકોને શિક્ષા મળવી જોઇએ, પરંતુ આ રાજકીય દળોને સામાન્ય માનવીની ઇચ્છા આકાંક્ષાની ચિંતા નથી. અમે એક મંત્ર લઇને નીકળ્યા છીએ, વિકાસ પણ અને ઇમાન પણ. ગરીબોનું સન્માન પણ આ મંત્ર લઇને ચાલી રહ્યાં છીએ.

વિકાસની દોડમાં પશ્ચિમ બંગાળ પાછળ

વિકાસની દોડમાં પશ્ચિમ બંગાળ પાછળ

આજે એ મંજર જોવો પડી રહ્યો છે કે, અહીંના લોકોને કામ કરવા માટે બહાર જવું પડે છે. આજે વિકાસની દોડમાં પશ્ચિમ બંગાળ પાછળ જઇ રહ્યું છે, ત્યારે આપણે રાહ જોઇ શકીએ તેમ નથી, પશ્ચિમ બંગાળમાં બદલાવ લાવવો છે અને હું એ સંકલ્પ લઇને આવ્યો છે. અહીં ખેતીમાં વિકાસ નથી થયો અને યુવાનોને નોકરી મળી રહી નથી. આપણો મંત્ર શ્રમેવ જયતે હોવો જોઇએ. કોલસાની ખાણો તમારાથી દૂર નથી, પાણીના ધોધ દૂર નથી, તેમ છતાં આજે પશ્ચિમ બંગાળને વિજળી સંકટ છે, બંગાળ કરતા ગુજરાત નાનું છે, છતાં 24 કલાક વિજળી આપી શકતું હોય તો પશ્ચિમ બંગાળની જનતાને પણ એટલી વિજળી મળવી જોઇએ, પરંતુ નથી મળતી કારણ કે કેન્દ્ર સરકારના કારણે કોલસાની અનેક ખાણો બંધ પડી છે.

પશ્ચિમ બંગાળ એકવાર ભાજપને સ્વિકારી લે

પશ્ચિમ બંગાળ એકવાર ભાજપને સ્વિકારી લે

પશ્ચિમ બંગાળના વિકાસનું કામ માત્ર અહીંની સરકાર એકલા હાથે નહીં કરી શકે, એ માટે કેન્દ્રમાં એક સરકાર એવી હોવી જોઇએ જે પશ્ચિમ બંગાળના વિકાસ માટે પણ કામ કરે. રાજ્યની સરકાર પાસે તમે અહીંની પરિવર્તનનો હિસાબ માગો અને કેન્દ્રમાં અમારી સરકાર પાસે પરિવર્તનનો હિસાબ માગો, જુઓ ઝડપથી વિકાસના કામ થશે. હું વચન આપું છું કે, પશ્ચિમ બંગાળ એકવાર ભાજપને સ્વિકારી લે, અમે 60 વર્ષમાં જે ખાડા પડ્યા છે, તે ભરવાનું કામ કરીને આપીશું. પશ્ચિમ બંગાળની જનતા ક્રાન્તિકારી હોય છે, વિધાનસભાની ચૂંટણીમા તમે એક સાહસિક નિર્ણય લીધો હતો હવે એવો જ નિર્ણય 2014માં પણ લઇ જુઓ. આ એવો પ્રદેશ છે જ્યાં માતા લક્ષ્મી અને સરસ્વતીની દુઆ છે. આ ધરતી રાષ્ટ્રને ઘણું બધું આપી શકે છે.

મમતાજી રાજ્યમાં અને હું કેન્દ્રમાં રહીને પ. બંગાળનું ભલુ કરું

મમતાજી રાજ્યમાં અને હું કેન્દ્રમાં રહીને પ. બંગાળનું ભલુ કરું

તમે પશ્ચિમ બંગાળની સરકાર પસંદ કરીને બંગાળને તબાહ કરનારાને વિદાઇ આપી દીધી. તેમે ઘણી સારી શરૂઆત કરી છે, પરિવર્તન માટે પોતાનો જીવ લગાવી દીધો, પરંતુ પરિવર્તન આવ્યું છે, કોઇ પરિવર્તન દેખાઇ રહ્યો છે, આજે હું બંગાળની ધરતી પર સીધો સંવાદ કરી રહ્યો છું, તેમણે પરિવર્તનનું વચન આપ્યું હતું અને તમે રાહ જોઇ રહ્યાં છો, હમણા અહીં વિધાનસભાની ચૂંટણી નથી ત્યારે તમે એક કામ કરી શકો છો, આ સામાન્ય ચૂંટણીમાં બંગાળ દિશા દર્શાવી શકે છે, એ માટે એક પ્રયોગ કરવામાં આવે. આ વખતે પશ્ચિમ બંગાળમાંથી લોકસભાની બધી બેઠકો ભાજપને જીતાડીને દર્શાવો, કારણ કે, મમતાજીની સરકાર પશ્ચિમ બંગાળની ભલાઇ માટે કામ કરે અને 2014માં કેન્દ્રમાં ભાજપની સરકાર ભલાઇનું કામ કરે. આ રીતે વિકાસની સ્પર્ધા કરવામાં આવે, જેનો સીધો ફાયદો તમને થઇ શકે છે. રાજ્ય સરકાર પાસે રાજ્યનો હિસાબ અને અમારી પાસે દેશનો હિસાબ માગો.

ભારતના પશ્ચિમ ભાગમાં થર્ડ ફ્રન્ટ નથી એટલે ત્યાં વિકાસ છે

ભારતના પશ્ચિમ ભાગમાં થર્ડ ફ્રન્ટ નથી એટલે ત્યાં વિકાસ છે

કોલકતાની અનેક સ્કૂલો એવી છે જેનું નામ ભારતમાં છે, તેમ છતાં શા માટે શિક્ષણ વ્યવસ્થા કથળી ગઇ છે. કારણ કે ત્યાં વિજળી સહિતની સામાન્ય સુવિધા નથી. ભારતના પૂર્વિય વિસ્તારમાં વિકાસ થવાની જરૂર છે. જેટલો વિકાસ પશ્ચિમમાં થયો છે, તેના જેવો વિકાસ આ ક્ષેત્રમાં થવો જોઇએ અને ભાજપ એ સંકલ્પ લઇને ચાલી રહ્યું છે. ભારતનો પશ્ચિમ ભાગ વિકાસ કરી રહ્યો છે, પશ્ચિમના ભાગમાં થર્ડ ફ્રન્ટ કે તેનો કોઇ સાથી એ વિસ્તારમાં પગ મુકી શક્યો નથી, તેના કારણે ત્યાં વિકાસ થયો છે. આ જ લોકોએ ભારતના પૂર્વિય ભાગને બરબાદ કરી દીધું છે. જે લોકોએ ભારતના પૂર્વ વિસ્તારમાં રાજ કરીને અવિકસિત રાખ્યા છે, તેમને હંમેશા માટે દૂર કરવાની જરૂર છે. તેથી થર્ડ ફ્રન્ટનો વિચાર થર્ડ ગ્રેડ બનાવવા માગે છે. તેમને વિદાય કરવાની જરૂર છે.(મોદીની રેલીની તસવીર)

થર્ડ ફ્રન્ટે મુસ્લિમો માટે કંઇ જ નથી કર્યુ

થર્ડ ફ્રન્ટે મુસ્લિમો માટે કંઇ જ નથી કર્યુ

તેમણે થર્ડ ફ્રન્ટ પર પ્રહાર કરતા કહ્યું કે, તમે વોટબેન્કની રાજનીતિ કરીને ભારતના મુસ્લિમોને માનવી માનવાથી ઇન્કાર કરી દીધો છે અને તેને તમે માત્ર મત માન્યા છે, વિકાસનો ફળ તેમને મળે એ દિશામાં કામ કર્યું નથી. કોમ્યુનિસ્ટોએ અહીં રાજ કર્યું. ગુજરાતમાં મુસ્લિમોની સખ્યાં ઓછી છે, હજ યાત્રી જે જાય છે, તેમના માટે જે કોટા છે, 4800નો છે, જે ગુજરાતને બદનામ કરવામાં આવે છે, તેમને હું પુછવા માગુ છું કે જ્યાં હજ માટે 4800નો કોટા છે, ત્યાં અરજી કરવાની સંખ્યા 37 હજાર છે. જો ખીસ્સામાં પૈસાના હોત તો તે હજ કરવા માટે ક્યાંથી જતા. બંગાળની શું હાલત છે, પશ્ચિમ બંગાળનો કોટા છે, 11600 અને અરજી આવે છે માત્ર 12 હાજર આવે છે. જે જણાવે છે કે તમે તેમને વિકાસની યાત્રામાં જોડ્યા નથી. તેથી આવું જૂઠ્ઠાણું ફેલાવનારાને હાંકી કાઢવાની જરૂર છે.(મોદીની રેલીની તસવીર)

મોદીની બિનસાંપ્રદાયિકતાની પરિભાષા

મોદીની બિનસાંપ્રદાયિકતાની પરિભાષા

બિનસાંપ્રદાયિકતા અંગે મારી પરિભાષા છે, સરકારનું એક જ ધર્મ હોય છે, રાષ્ટ્ર પ્રથમ, એક જ ધર્મ ગ્રંથ હોય છે, એક જ ભક્તિ હોય છે રાષ્ટ્ર ભક્તિ,એક જ શક્તિ સવાસો કરોડ દેસવાસીઓ, એક જ પૂજા જનશક્તિની પૂજા, એક જ કાર્યશૈલી હોય છે, સૌનો સાથ સૌનો વિકાસ. તમને ત્રણ ત્રણ ફાયદા છે, એક રાજ્યમાં મમતા બેનરજી છે, કેન્દ્રમાં મને બેસાડો અને રાષ્ટ્રપતિમાં પ્રણવ મુખરજી છે જે. પશ્ચિમ બંગાળમાં વિકાસ જ વિકાસ થશે.

શા માટે પ્રણવ દાને પીએમ ના બનાવાયા?

શા માટે પ્રણવ દાને પીએમ ના બનાવાયા?

ઇન્દિરા ગાંધીની હત્યા થઇ, લોકતંત્ર કહે છે કે એ સમયે ઇન્દિરા ગાંધીની સરકારમાં વરિષ્ઠ નેતા હોય તેને તક મળે, એ સમયે પ્રણવ મુખરજીને તક આપવામાં આવી હોત તો સારું થાત પરંતુ ના આપવામાં આવ્યું, આ પરિવારને લાગ્યું કે કંઇક ચાલી રહ્યું છે, ત્યારે રાજીવ ગાંધીની સરકારમાં તેમને મંત્રી પદમાં સ્થાન આપવામાં આવ્યું નથી. બંગાળના ભાઇઓ આ વાતને ભૂલતા નહીં. 2004માં સૌથી વરિષ્ઠ નેતા હોવા છતાં પ્રણવ મુખરજીને બનાવવમાં આવ્યા નહીં, આ કોંગ્રેસ પાર્ટીના કારનામાને સમજવાની જરૂર છે. સુભાષ ચંદ્ર બોઝે કહ્યું હતું કે તમે મને ખુન દો હું તમને આઝાદી આપીશ. આજે સુભાષ બાબુની એ ભૂમિ પર હું કહેવા આવ્યો છું. તમે મને સાથ આપો હું તમને સુરાજ્ય આપીશ.

નરેન્દ્ર મોદીની રેલીનો વીડિયો

કોલકતામાં નરેન્દ્ર મોદીની રેલીનો વીડિયો

English summary
Narendra Modi addressing Jana Chetana Sabha at Kolkata, West Bengal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more