મોદી મંચ પર નહીં, તમારા દિલમાં છે: મોદી
મંદસૌર, 23 નવેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજકાલ ચૂંટણી પ્રચાર કરવામાં વ્યસ્ત છે. નરેન્દ્ર મોદી એક પછી એક રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં રેલીઓને સંબોધી રહ્યા છે. મધ્ય પ્રદેશના ખંડવામાં ગઇકાલે સભાને સંબોધ્યા બાદ મોદી આજે મંદસૌરમાં ચૂંટણી સભાને સંબોધી હતી.
સાંભળો નરેન્દ્ર મોદીએ શું કહ્યું પોતાના ભાષણમાં:
મિત્રો ચૂંટણી તો અમે ઘણી જોઇ છે. જય અને પરાજય પણ જોયા છે. 1977ની ચૂંટણી પણ જોઇ છે. ઇન્દિરાજીએ કટોકટી જાહેર કરી દીધી હતી. મીડિયાનું કામકાજ ઠપ હતું. એ વખતે દિગ્ગજ નેતાઓ જેલમાં બંધ હતા. જયપ્રકાશ નારાયણ, અટલ બિહારી વાજપેઇ, મોરારજી દેસાઇ, અડવાણીજી, જ્યોર્જ ફર્નાડિસ જેમની વાત પર દેશ કુરબાન થવા માટે તૈયાર થઇ જતુ હતું, તેવા નેતાઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. એ વખતે 1977ની ચૂંટણી કોઇ ઉમેદવાર ન્હોતો લડી રહ્યો, જાણે લોકો જાતે લડી રહી હતી એવું લાગી રહ્યું હતું. ઝૂલમની સામે દેશની જનતા ઊભી થઇ ગઇ અને એ વખતે ઇન્દિરા ગાંધી સહિત તમામે તમામ ચૂંટણી હારી ગયા, તેમના સૂપડા સાફ થઇ ગયા.
મિત્રો મેં ત્રણ ચાર દિવસ આખા દેશમાં ભ્રમણ કર્યું છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં હું ફર્યો છું. મે જે લોકમેદની જોઇ છે તેમનો પ્રતિસાદ જોયો છે. માટે હું કહી શકું છું કે આ ચૂંટણી પણ જનતા લડી રહી છે.
હું સમજી શકું છું કે મેદાન તમારા માટે નાનું પડી રહ્યું છે પણ હું શું કરી શકું મિત્રો. તમને એમ હશે કે વધારે આગળ જવાથી મોદી આપણને ક્લિન દેખાશે. મિત્રો મોદીને મંચ પર શોધવાની કોશિશ ના કરો મોદી તો તમારા દિલમાં વસે છે, મોદી તમારી આકાંક્ષાઓની સાથે છે, તમારી અપેક્ષાઓની સાથે છે.
હું સોમનાથની ભુમિથી આવું છું અને આ પશુપતિની ભુમિ છે તમારો અને મારો સંબંધ અતૂટ છે. મિત્રો પહેલા જ્યારે કોઇ મંદસૌરમાં બિમાર પડે તો તેઓ ગુજરાત આવતા હતા. હું નાનો હતો ત્યારે આરએસએસમાં હતો અને મને એવી કામગીરી સોંપવામાં આવી હતી કે બીજા રાજ્યોમાંથી આવતા દર્દીઓને ટીફિન પહોંચાડવું, તેમનું ધ્યાન રાખવું વગેરે કામ હું જોતો હતો, પેલી બાજું ડુંગરપુર અને આ બાજું મંદસૌર. એટલે મને લાગે છે કે તમારો અને મારું અતુટ સંબંધ છે.

મિત્રો પહેલા મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ બિમારુ રાજ્ય કહેવાતું હતું. કેન્દ્રને એવું હતું કે આ રાજ્યો તો કેન્દ્રની મદદ વગર ચાલી જ શકે નહીં, કારણ કે તેતો બિમારું છે. પરંતુ શિવરાજ સિંહેને ધન્યવાદ છે કે તેમણે ઉમદા કામગીરી કરીને મધ્ય પ્રદેશને બિમારુ રાજ્યમાંથી મુક્તિ અપાવી છે.
મિત્રો જો ફરીથી મધ્ય પ્રદેશની હાલત નાદુરસ્ત કરવી હોય તો કોંગ્રેસને વોટ આપજો. તમે તેમના પુરખાઓના કાર્યોને જુઓ અને અમારા પુરખાઓના કાર્યોને જુઓ પછી વોટ આપજો. કોંગ્રેસને ગરીબો પ્રત્યે કોઇ લાગણી નથી, તેઓ ગરીબીને દૂર કરવા નથી માંગતા કારણ કે જો ગરીબી દૂર થઇ જશે તો તેમને વોટ કોણ આપશે.
કોંગ્રેસના મતે ગરીબી માત્ર માનસિક સ્થિતિ છે, તેઓ ગરીબના ઝોપડામાં જાય છે અને ફોટા પડાવે છે. તેઓ એક ગરીબના ઘરે ગયા હતા અને ત્યાથી રાશનકાર્ડ લઇને આવ્યા હતા, પરંતુ પાછું આપવા ગયા નથી. મિત્રો તેઓ ગરીબોની મઝાક ઉડાવે છે.
મિત્રો કૃષિક્ષેત્રની વાત કરીએ તો ભારત 2થી 3 ટકા ગ્રોથ રહેતો. હું મારા ગુજરાતનું ઉદાહરણ આપું, પહેલા ગુજરાતનું કૃષિક્ષેત્રે કોઇ નામ ન્હોતું. અમે છેલ્લા દસ વર્ષથી ખેડૂતોને પાણી પહોંચાડ્યું, બીજ પહોંચાડ્યા, તેમના પાકને યોગ્ય ભાવ મળે, એમ તમામ તબક્કાઓ તરફ ધ્યાન આપ્યું અને અમે કૃષિ વિકાસ દર 10 ટકા સુધી પહોંચાડી દીધો. હું શિવરાજ શિંહને પણ અભિનંદન આપવા માંગીશ કે તેમણે હિન્દુસ્તાનમાં મધ્ય પ્રદેશને કૃષિક્ષેત્રમાં નંબર વન બનાવ્યું છે.
કોંગ્રેસ અહીં આવીને મોટા મોટા વાયદા કરે છે. હું કહું છું કે મહારાષ્ટ્રમાં, કર્ણાટકમાં, હૈદરાબાદમાં કોંગ્રેસની સરકાર છે, ત્યાં પહેલા આપીને બતાવો, ચાલો સાંજ સુધી ત્યાં આપીને બતાઓ ચલો માની જઇશું. જ્યા તમારી સરકાર છે ત્યા તમે આપતા નથી અને અહીં આવીને મોટી મોટી વાતો કરો છો. મિત્રો આ વાદાફરામોશ પાર્ટીનો વિશ્વાસ કરવો નહીં. તેમના હાથમાં મધ્ય પ્રદેશ જવા ના દેતા. 25 તારીખે મતદાન છે, મને વચન આપો કે તમને પાણી પછી પહેલા મતદાન કરશો. અને દરેક પોલને પકડીને બેસી જજો કે આ પોલ તો અમે કોંગ્રેસને નહીં જ આપીએ.
-
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય











Click it and Unblock the Notifications
