• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોદીએ 'સબકા'ની કાઢી ઝાટકણી, શિવરાજ અને મમતાના કર્યા વખાણ

|

નવી દિલ્હી, 8 નવેમ્બર: ભાજપ તરફથી વડાપ્રદાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના બહરાઇચમાં એક જનસભાને સંબોધીત કરી હતી. મોદીએ રેલીમાં સપા, બસપા અને કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહાર કર્યા હતા. રાજનાથ સિંહ અને કલ્યાણ સિંહે પણ રાજ્ય સરકાર પર નિશાન તાકી કેન્દ્રમાં ભાજપનું શાસન લાવવા વિનંતી કરી હતી. નરેન્દ્ર મોદીએ સખત સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે આ રેલીને સંબોધી. આ સભામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ, કલ્યાણસિંહ, ઉત્તર પ્રદેશના પાર્ટી પ્રભારી અમિત શાહ પણ હાજર રહ્યા હતા.

નરેન્દ્ર મોદીનું નિવેદન:

બ્રહ્માજીની આ તપોભૂમિને મારું નમન છે. જ્યારે ભાજપના સંગઠન મહાસચિવ માટે કાર્ય કરી રહ્યો હતો. ત્યારે દરેક વિધાનસભા વિસ્તારની મુલાકાત કરી રહ્યો હતો. અને મારો છેલ્લો કાર્યક્રમ બહેરાઇચમાં હતો અને મને માહિતી મળી કે મારે દિલ્હી જવાનું છે. ત્યા મને માહિતી મળી કે મારે ગુજરાત જવાનું છે અને મુખ્યમંત્રીનું દાયિત્વ નિભાવવાનું છે. માટે મારા માટે આ સ્થાનનું અત્યંત મહત્વ છે.

ભાઇઓ બહેનો મોસમ બદલાઇ રહ્યો છે. ખૂબ જ ઝડપથી બદલાઇ રહ્યો છે. જે લોકો સત્તાના નશામાં ડૂબેલા છે. જેમના માટે સત્તા એક મોજનું સાધન બની ગયું છે. જેમણે તેનો ઉપયોગ આરામ માટે કર્યો છે આવા બધા લોકોને ભારે સંકટનો અહેસાસ થઇ ગયો છે. અમારો આટલો વિરોધ કેમ થઇ રહ્યો છે એટલા માટે કે તેમની સત્તા જવાની છે, આવનારી ચૂંટણીમાં તેમની હાર થવાની છે. એટલું જ નહીં પરંતુ દેશને બરબાદ કરનાર લોકોની શું હાલત થશે તેનાથી તેઓ ભયભીત છે. વોટબેંકની રાજનીતિ માટે જે પ્રકારનું નિવેદનબાજી કરવામાં આવી રહી છે. હું ઉત્તર પ્રદેશમાં બેઠેલા સત્તાધારીઓને પૂછવા માંગુ છું કે શા માટે તેમણે અમારા બે નેતાઓને જેલ પાછળ ધકેલી દીધા. જ્યારે તેઓને કાનૂની રીતે મૂક્તિ મળી તો અન્ય રીતે પરેશાન કરવામાં આવતા હતા. જે લોકો દોષીઓને અંદર કરવાની તાકાત નથી ધરાવતા તે લોકો નિર્દોષ લોકોને અંદર કરી દે છે.

જે પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે એ મૂજબ, જે લોકોએ મોદીને ગુજરાતમાં ના રોકી શક્યા, ત્રીજી વાર હારનો સામનો કર્યો તેમણે અન્ય હતકંડા અપનાવ્યા છે. ઇન્ડિયન મુઝાહિદ્દીનને છૂટો દોર આપી દીધો છે, સીબીઆઇને કામે લગાવી દીધી. અમે બીજી માટીની પેદાવર છીએ. અમે બોમ્બ-બંદૂકની રાજનીતિથી ડરતા નથી. આતંકવાદીઓ સામે ઝૂકવાના નથી અમે આતંકવાદીઓને સમાપ્ત કરીને રહીશું. અરે હિમ્મત હોય તો સામે આવીને લડો, પાછળથી શું વાર કરો છો.

આવતા વર્ષે સપા, બસપા અને કોંગ્રેસની તિકડી ચૂંટણીમાં નહીં આવે, પરંતુ સીબીઆઇ, ઇન્ડિયન મુઝાહિદ્દીન ચૂંટણી લડશે કોંગ્રેસને બચાવવા. મિત્રો અહીં છઠ્ઠ પૂજાનું આગવું મહત્વ છે. પરંતુ આતંકવાદી હુમલો થયો. ઘણા લોકો મોતને ઘાટ ઉતર્યા. ગઇ 15 ઓગસ્ટના રોજ મોદીનું ભાષણ લાઇવ બતાવતા મીડિયાને ફટકાર મળી છે, કે તેઓ મોદીનું ભાષણ લાઇવ ના બતાવે. હમણા 27 ઓક્ટોબરે મીડિયાવાળાઓ ભૂલ એ કરી કે તેમણે રાહુલ બાબાની સ્થાને મોદીનું ભાષણ લાઇ બતાવ્યું એટલે તેમણે આ પ્રકારનું પગલું ભર્યું. અરે લાઇવ બતાવે કે ના બતાવે અમે દેશની જનતાના દિલમાં જગ્યા બનાવી દીધી છે.

મિત્રો તેમની ઇચ્છા વગર સરકાર ચાલતી નથી, તેમણે તમારા માટે કંઇ કર્યું નથી. હવે તેમનો જવાનો સમય પાકી ગયો છે મિત્રો. જો તેમણે માત્ર ઉત્તર પ્રદેશનો વિકાસ કર્યો હોત તો દેશનો વિકાસ આપોઆપ થઇ જતો. પરંતુ તેમને કોઇ પણ કામમા રસ નથી પરંતુ તેમને વોટબેંકની રાજનીતિ કરવામાં રસ છે.

જ્યારે ગુજરાતની વાત આવે છે ત્યારે તે કહે છે કે ગુજરાત તો પહેલાથી ડેવલપ હતું. મિત્રો જ્યારે હું મુખ્યમંત્રી બન્યો ત્યારે 24 કલાક વીજળી ન્હોતી મળતી, અધિકારીઓને પૂછ્યું તો તેમણે કહ્યું કે વીજળી પૂરતા પ્રમાણમાં નથી. મેં ફાઇલ પર લખી દીધું કે ગાંધીનગરમાં 24 કલાક વીજળી મળી શકે તો ગુજરાતના ગામડાઓમાં કેમ ના મળી શકે. અત્યારે ગુજરાતના દરેક ખૂણે 24 કલાક વીજળી આવે છે. મિત્રો ઉત્તર પ્રદેશમાં વીજળી નથી. વીજળી આવે તો અહીં સમાચાર બને છે. બીજા ખાં સાહેબ છે તેમના વિસ્તારમાં વીજળી જાય છે પરંતુ લોકોના ઘરે વીજળી નથી મળતી.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી નવજુવાન છે તેમણે મને પત્ર મોકલ્યો, અમારે સિંહ જોઇએ છે. તેમને એમ કે મોદી સિંહની જેમ દહાળે છે તો આપણે સિંહને પાળીને તેમની જેમ બોલી શકશે. તેમણે સિંહ માંગ્યા અમે આપ્યા પણ છે પરંતુ તેઓ અમારી પાસે ગીરની ગાય માંગતા, અમૂલ જેવું નેટવર્કિંગ માંગતા, વીજળી માંગતા તો અમે આપતા.

સપા અને બસપાએ કેન્દ્રની કોંગ્રેસ સરકારને ટકાવી રાખી છે. તેઓ સરકારને બચાવે છે પરંતુ પોતાના રાજ્ય માટે કોઇ સપોર્ટ માગતા નથી. જ્યારે બંગાળની મમતા દીદી બંગાળના લોકો માટે દિલ્હીમાં જઇને લડે છે. સપા બસપાના નેતાઓ માત્ર સીબીઆઇનો સપોર્ટ માગે છે. મિત્રો આ લોકોને માત્ર પોતાની ખુરશીની ચિંતા છે. આ બધાનું ગોત્ર, ચરિત્ર, ડિએને એક છે.

આજે હું છાતી ઠોકીને કહું છું કે અમારા શિવરાજસિંહે મધ્યપ્રદેશના ખેડૂતોને પાણીપૂરવઠો પૂરો પાડ્યો. લોકોને રસ્તાઓ આપ્યા. બિમારુ રાજ્યને બીમારીમાંથી બહાર લાવી દીધું. શું એવી જ રીતે ઉત્તર પ્રદેશમાં ના થઇ શકે. ઉત્તર પ્રદેશના યુવાનોમાં ખૂબ જ સામર્થ્ય છે. ઉત્તર પ્રદેશનો એક પણ જિલ્લો એવો નથી જ્યાનો યુવાન ગુજરાતમાં ના રહેતો હોય. તેનામાં સામાર્થ્ય છે કે માટીમાં પણ સોનું પેદા કરી જાણવું.

ભાઇઓ બહેનો ઇન્ટર્વ્યૂ શા માટે કરવામાં આવે છે. અમે ગુજરાતમાં એક પ્રયોગ કર્યો. વિદ્યાસહાયકોની ભરતી માટે પરિક્ષા લીધી અને જેનો હાઇસ્કોર હતો તેવા સો લોકોને સીધા ઓર્ડર આપી દીધા.

મિત્રો ઉત્તર પ્રદેશના શેરડી પેદા કરનાર ખેડૂતોને અન્યાય થઇ રહ્યો છે, અહીં 15 સુગર મીલો છે પરંતુ દિવાળી ગયા છતા હજું તે ચાલુ નથી થઇ. અમે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો અને અમારા ખેડૂતો હવે પહેલા કરતા વધારે શેરડી પેદા કરે છે અને તેમાંથી સુગર પણ વધારે નીકળે છે. આવી સ્થિતિ ઉત્તર પ્રદેશમાં પણ પેદા થઇ શકે છે.

મિત્રો ઉત્તર પ્રદેશમાં સામર્થ્ય છે કે તે દેશનું નેતૃત્વ કરી શકે. દેશના વિકાસની ડોર કોના હાથમાં આપવી એ ઉત્તર પ્રદેશ જ નક્કી કરી શકે છે. આજે હું અહીં તમને વિનંતી કરવા આવ્યો છું કે દેશને તબાહ કરી રહેલા લોકોને સત્તામાંથી ખદેડી દો.

રાજનાથ સિંહનું નિવેદન:

સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસની પાર્ટીએ મળીને આખા દેશમાં નિરાશાનો માહોલ પેદા કર્યો છે. હાલની સમાજવાદી પાર્ટીની સરકાર અને કેન્દ્રની કોંગ્રેસ સરકારે બહુરાઇચ પર કોઇ ધ્યાન જ નથી આપ્યું. કેન્દ્રમાં સપા, બસપાનું સમર્થન છે અને ઉપરથી સીબીઆઇનું પણ કેન્દ્રને સમર્થન છે. જેના કારણે કોઇ કામ થઇ જ નથી શકતું. વાજપેઇ સરકારે 6 વર્ષની અંદર એક પણ દિવસ મોંઘવારીમાં વધારો થવા ન્હોતો દીધો. કોંગ્રેસની સરકાર જ્યારથી આવી છે ત્યારથી રોજેરોજ મોંઘવારી વધી રહી છે. વડાપ્રધાન જેની પર હાથ મૂકે છે તે વસ્તુ ગાયબ થઇ જાય છે, પછી એ ડૂંગળી હોય, બટાકા હોય કે ટામેટા. નરેન્દ્ર મોદીએ દેશ-દુનિયાને બતાવી દીધું છે કે કેવી રીતે શાસન કરાય. કોંગ્રેસના મિત્રો એક જ પરિવારના ઇતિહાસને માન્ય ગણે છે, જ્યારે પાર્ટીના અન્ય નેતાને સન્માન મળતું નથી. માત્ર એક પરિવારના ઇતિહાસથી ભારતનો ઇતિહાસ નથી બનતો. દેશની જનતાને મોદી પાસે ઘણી આશા છે અને જે લોકો મોદીને વડાપ્રધાન બનાવવા માંગતા હોવ તો તમે 80 એ 80 બેઠકોથી ભાજપની ઝોળી ભરી દેજો. હું જ્યાં રહીશ માત્રો તમારો જ રહીશ.

કલ્યાણસિંહનું નિવેદન:

હું પણ ખેડૂતપુત્ર છું. હું આપને એ પૂછવા માંગુ છું કે તમને શું થઇ ગયું છે? ક્યાં સુધી સહન કરતા રહેશો. ક્યા સુધી આપણી મા-બહેનોની ઇજ્જત લૂંટાતી રહેશે. રાજ્ય તમારાથી છે તમે એના માલિક છો. હવે સહન કરવાની સીમા તૂટી રહી છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ ચમકશે, વિકાસ થશે. આ પહેલા લોકસભા ચૂંટણીઓ ઘણી આવી અને ઘણી ગઇ, પરંતુ આ વખતનો માહોલ કંઇક ઓર છે. નરેન્દ્ર મોદીનું વાવાઝોડું આવશે અને બધાના તંબુ ઊખાડીને ફેંકી દેશે. આ ઉપરાંત કલ્યાણ સિંહે મુલાયમસિંહ પર નિશાન તાકતા કહ્યું કે 'એક પણ એવો સગો નથી જેને મુલાયમ સિંહે ઠગ્યો ના હોય.' તેમણે જણાવ્યું કે મુલાયમ સિંહ કહે છે કે 'અમે ઉત્તર પ્રદેશને ગુજરાત નહીં બનવા દઇએ.' જેના જવાબમાં કલ્યાણ સિંહે જણાવ્યું કે એનો અર્થ એ થાય છે કે છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાં રમખાણ નથી થયા અને મુલાયમ સિંહ ઉત્તર પ્રદેશમાં રોજ રમખાણ કરાવવા માંગે છે.

મોદીની સુરક્ષા વ્યવસ્થા:

બહેરાઇચમાં મોદીની રેલી માટે ઉચ્ચસ્તરની સુરક્ષાનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. સુરક્ષાવ્યવસ્થા પર સલાહ આપવા અને અન્ય પાસાંઓ પર દેખરેખ રાખવા માટે ગુજરાત પોલીસ અત્રે પહેલા જ પહોંચી ગઇ હતી. બહરાઇચના નેપાલ બોર્ડર પાસે આવેલું હોવાથી સુરક્ષા માટે સશસ્ત્ર સીમા દળની પણ મદદ લેવાઇ રહી છે. પ્રવેદની એન્ટી સબોટાઝ ટીમ, એન્ટી માઇન યુનિટ, બોમ્બ નિરોધક સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને બોલાવી લેવામાં આવ્યા છે.

રેલીમાં સુરક્ષા માટે ફોઝ તૈયાર:

રેલીમાં સુરક્ષાને 'ફુલપ્રૂફ' બનાવવા માટે યુપી પોલીસે 4 પોલીસ અધીક્ષક, 8 વધારાના પોલીસ અધીક્ષક, 6 કંપની પીએસી, 800 હોમગાર્ડ્સ જવાન, 8 અપર જિલ્લા અધિકારી અને 25 ઉપ જિલ્લા અધિકારી લેવલના ઓફિસરોને બહારથી બોલાવવામાં આવ્યા છે. આ ઉપરાંત એનએસજી કમાન્ડો અને ગુજરાત પોલીસના જવાન રેલી સ્થળ પર હાજર રહેશે.

પ્રવેશ દ્વારો પર મેટલ ડિટેક્ટર:

સુરક્ષાને ધ્યાનમાં રાખતા રેલીના તમામ પ્રવેશ દ્વારો પર મેટલ ડિટેક્ટર લગાવવામાં આવ્યા છે. રેલી સ્થળના તમામ 15 બ્લોક ક્લોઝ સર્કિટ ટેલિવિઝન કેમેરાની દેખરેખમાં રહેશે. મોદીના મંચ પર બુલેટ પ્રૂફ લેક્ચર સ્ટેન્ડ મુકવામાં આવશે અને રેલી સ્થળ પર બુલેટ પ્રૂફ કાર હાજર રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 27 ઓક્ટોબરના રોજ પટનામાં મોદીની રેલી સ્થળ સહિત ઘણા સ્થળો પર શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા હતા, જેમાં 6 લોકોના મોત થયા હતા અને 20 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

English summary
Narendra Modi addressing Vijay Shankhnad Rally at Bahraich, in Uttar Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more