કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે મોદીએ સંબોધી મેરઠમાં સભા, જુઓ વીડિયો

Posted By:
Subscribe to Oneindia News

મેરઠ, 2 ફેબ્રુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે મેરઠ ખાતે પોતાની વિજય સંખનાદ રેલીને સંબોધી હતી. આઇબી દ્વારા જાહેર કરવામાં આવેલા એલર્ટ બાદ નરેન્દ્ર મોદી ભારે કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે પોતાની રેલીને સંબોધીત કરી હતી. જોકે આઇબીના એલર્ટની અત્રેના લોકોમાં કોઇ અસર જોવા મળી ન્હોતી અને આખુ મેદાન જનમેદનીથી ખીચોખીચ ભરાઇ ગયું હતું.

નરેન્દ્ર મોદી પહેલા રાજનાથ સિંહે કોંગ્રેસ પાર્ટી પર રમખાણોની વાતને લઇને પ્રહાર કર્યા. રાજનાથ સિંહે જણાવ્યું કે ગુજરાતમાં જે બન્યુ તે એક અપ્રિય ઘટના હતી, અને મોદીએ પણ તેના પર અવાર નવાર અફસોસ વ્યક્ત કર્યો છે. પરંતુ 1984માં જે રમખાણો થયા હતા તેને કોંગ્રેસના નેતાઓ જ ભડકાવ્યા હતા અને તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીએ એવું કહ્યું હતું કે વૃક્ષ પડે છે તો ધરા તો ધ્રૂજે જ છે, માટે 84ના રમખાણો માટે કોંગ્રેસ માફી માગવી જોઇએ.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મેરઠમાં શંખનાદ રેલીને સંબોધીત કરી હતી, જેમાં મોદીએ રાજ્યની સમાજવાદી પાર્ટી અને કેન્દ્રની કોંગ્રેસ સરકાર પર જોરદાર પ્રહાર કર્યા હતા.

ભારતમાં ઝડપથી વસ્તી વધારામાં મેરઠ સૌથી આગળ છે પરંતુ વિકાસ નથી થઇ રહ્યો છે. સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશની શું હાલત કરીને મૂકી છે તેનો અનુમાન લગાવી શકાય છે. હું તમને પૂછવા માગુ છું કે શું મેરઠના લોકોને 24 કલાક વીજળી મળી શકે છે.

મિત્રો ઉત્તર પ્રદેશમાં વીજળી જવી એ સમાચાર નથી પરંતુ વીજળી આવવી એ સમચાર છે. લોકો ચર્ચા કરે છે કે ભાઇ શું તમારા ત્યાં આવી હતી વીજળી? આવી હાલત અહી લોકોએ કરીને રાખી છે. હું લોકોને કહું છું કે અમારા ગુજરાતમાં 365 દિવસ 24 કલાક વીજળી મળે છે પરંતુ કોઇના ગળે આ વાત નથી ઉતરથી કારણ કે તેમણે તેમના રાજ્યોમાં એવી હાલત કરીને મૂકી છે.

મેરઠે 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કર્યું. અને જ્યાં સુધી તેઓ રહ્યા ત્યાં સુધી તેમણે મેરઠને દુશ્મન તરીકે જ જોયું અને તેની સાથે વર્તન કર્યું. સમજી શકાય કે અંગ્રેજોએ તો એવું કર્યું પરંતુ આઝાદ ભારતમાં કોંગ્રેસ સરકારને એવું તો શું કારણ છે કે તેઓ મેરઠમાં વિકાસ નથી કરી રહ્યા.

આજે જ્યારે ઉત્તર પ્રદેશમાં શેરડીના ખેડૂતોની હાલત ખરાબ છે. 60 લાખથી વધારે ખેડૂતો ખાવા જેટલા પણ રૂપિયા નથી કમાઇ નથી શકતા. અમારા ત્યાં ગુજરાતમાં શેરડીની ખેતી થતા પહેલા જ કયાં ખેતરની શેરડી કયા કારખાનામાં જે નક્કી હોય છે, માટે ખેડૂતને બરોબર ભાવ મળી રહે છે. ગુજરાતે સહકારી આંદોલનને બળ આપ્યું છે જેથી અમારે ત્યાં ખાંડના કારખાનાના માલિક પોતે ખેડૂત છે. અને અમે આપને અત્રે એ જ વિશ્વાસ આપવા આવ્યા છીએ છે કે અમે દેશના તમામ ખેડૂતોનો ઉદ્ધાર કરી બતાવીશું.

મોદીએ સપા પર નિશાનો સાધતા જણાવ્યું કે ઉત્તરપ્રદેશની સમાજવાદી પાર્ટી સમાજ વિરોધી પાર્ટી છે. મુલાયમ સિંહજી અને અખિલેશજી રાજનીતિ એની જગ્યાએ છે પરંતુ ઉત્તર પ્રદેશની માતા-બેટીઓની સુરક્ષા અંગે કંઇ કરો. મોદીનો વિરોધ કરવો હોય તો રેલીઓ કરીને ના કરો પરંતુ લોકોનો વિકાસ કરીને કરો, મુદ્દા પર મારી સાથે લડત કરો તો મને મજા આવશે.

એક કવિ એવું કહેતા હતા કે મેરઠ અને અમદાવાદમાં એક સામ્યતા છે, કે અવારનવાર રમખાણો થતા રહે છે. હું તેમની વાત સાથે સહમત છું પરંતુ દસ વર્ષ પહેલા ગુજરાતમાં પણ આવું થતું હતું. પરંતુ હવે ગુજરાતની જનતાએ શાંતિનો છેડો પકડી લીધો છે. અમે ગુજરાતને રમખાણમુક્ત રાજ્ય બનાવ્યું છે, અમને તક મળશે તો અમે ઉત્તર પ્રદેશને પણ રમખાણમુક્ત રાજ્ય બનાવીશું અને વિકાસના પથ પર લઇ જઇશું.

ઉત્તરપ્રદેશમાં નવી સરકાર આવ્યા બાદ છેલ્લા 12 મહિનામાં દોઢ લાખ મહિલા ઉત્પીડનની ઘટનાઓ ઘટી ગઇ છે. થોડા દિવસ પહેલા નેતાજીએ કહ્યું કે ગુજરાતના કુલ બજેટ કરતા પણ ઉત્તર પ્રદેશના લોક કલ્યાણનું બજેટ વધારે છે. ક્યારેક ક્યારેક લોકોના મોઢે સાચુ બોલાઇ જવાય છે. તમારા ત્યા ગુજરાત કરતા પણ વધારે બજેટ વધારે હોવાથી લોકો હેરાન પરેશાન કેમ છે અને અમારા ત્યાં ઓછું બજેટ હોવાથી પણ લોકો ખુશખુશાલ છે. તમારા રૂપિયા ક્યાં જાય છે.

narendra modi
દિલ્હીની તિજોરી પર કોઇ પંજાને પડવા નહીં દઇએ. હું આપને પૂછવા માંગુ છું કે આપના બાપ-દાદાએ જેવી જીંદગી વિતાવી શું તેવી જીંદગી તમે ગાળવા માગો છો. શું તમે તમારા બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવા માગો છો કે નહીં. તેમને રોજગાર આપવા માગો છો કે નહીં. પરંતુ અત્રેની સરકાર ભ્રષ્ટાચારમાં લીપ્ત છે. તેઓ રૂપિયા ખાધા વગર નોકરી નથી આપતા. અમે ગુજરાતમાં એક સિસ્ટમ ઊભી કરી, લોકોની અરજી ઓનલાઇવ મગાવી અને કમ્પ્યુટરને કહ્યું તેમાંથી 13 હજાર ઉચ્ચ રેન્ક ધરાવતા લોકોની સૂચિ તૈયાર કરે અને તે 13 હજાર લોકોને

ભાઇઓ બહેનો મેડમ સોનિયાજીએ એવો આરોપ લગાવ્યો છે કે કેટલાંક લોકો ઝેરની ખેતી કરે છે. મેડમ સોનિયાજીએ રાહુલને કહ્યું હતું કે સત્તા ઝેર સમાન હોય છે. હવે તમે મને જણાવો કે સૌથી વધારે સત્તા પર કોણ રહ્યું? સૌથી વધારે ભ્રષ્ટાચાર કોણે કર્યો? સૌથી વધારે ઝેર કોણે ચાખ્યુ? તેમના પેટમાં ઝેર ગયુ? તેમણે ઝેર ઉઘાડ્યું છે. ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ બનાવ્યું ત્યારે લોકો મીઠાઇ વહેંચતા હતા કારણ કે અટલજીએ પ્રેમ વાવ્યો હતો, બિહારમાંથી ઝારખંડ છૂટુ પડ્યું અને મધ્ય પ્રદેશમાંથી છત્તિસગઢ છૂટુ પડ્યું ત્યારે પણ મીઠાઇ વેંચાઇ રહી હતી કારણ કે અટલજી અને ભાજપે પ્રેમની વાવણી કરી હતી. પરંતુ કોંગ્રેસે આંધ્ર પ્રદેશમાં ઝેર વાવ્યું જેના કારણે તેલંગાણા પણ સળગી રહ્યું છે અને સીમાન્ધ્ર વિસ્તાર સળગી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી ચરિત્રહીન પાર્ટી છે, અને કોંગ્રેસ પાર્ટી સમાજમાં ઝેર ફેલાવી રહી છે અને તે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી રહી છે.

<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/K1YqW8FeZ6U" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Narendra Modi addressing Vijay Shankhnad Rally in Meerut, UP.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.