નરેન્દ્ર મોદીની સાથે 30 મંત્રીઓ પણ આજે શપથ લેશેઃ સૂત્રો
NDA ગઠબંધનને બહુમતી મળી ગઈ હોવાથી ફરી એકવાર નરેન્દ્ર મોદી સરકાર બનવા જઇ રહી છે. આજે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના અને ગોપનિયતાના શપથ ગ્રહણ કરશે. સૂત્રોના હવાલેથી મળેલી માહિતી મુજબ નરેન્દ્ર મોદીની સાથે આજે અન્ય 30 મંત્રીઓ પણ શપથ ગ્રહણ કરશે. સૂત્રો મુજબ મોદી સરકારમાં ચંદ્રબાબુ નાયડુની TDPના 4 સાંસદ અને નીતિશ કુમારની JDUના 2 સાંસદોને મંત્રીપદ મળશે. શપથવિધી માટેનો સત્તાવાર સમય 7.15PM થી 8PM નક્કી કરવામાં આવ્યો છે, મતલબ કે 45 મિનિટ સુધી શપથગ્રહણ સમારોહ ચાલશે.

નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે સતત ત્રીજી વખત આજે શપથ ગ્રહણ કરશે, જો કે તેમની સાથે આખું મંત્રીમંડળ શપથ ગ્રહણ નહીં કરે. સૂત્રો મુજબ માત્ર 30 મંત્રીઓ જ આજે શપથ ગ્રહણ કરશે. આખું મંત્રીમંડળ 78થી 81 સભ્યોનું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
પીએમ મોદી પછી શપથ લેતાં સરકારના ટોચના પ્રધાનો હશે, જેમાં ગૃહ, સંરક્ષણ, નાણા અને વિદેશ જેવા મહત્ત્વના ખાતાઓ સંભાળશે - આ બધું ભાજપ પાસે ચાલુ રહેશે. અન્ય જેઓ શપથ લે તેવી શક્યતા છે તેમાં એવા લોકોનો સમાવેશ થશે જેમને સ્ટીલ, નાગરિક ઉડ્ડયન અને કોલસા જેવા મહત્ત્વના માળખાકીય મંત્રાલયો સોંપવામાં આવશે.
શપથ ગ્રહણ માટે સત્તાવાર સમય સાંજના સવા સાતથી 8 વાગ્યા સુધીનો છે. એટલે કે 45 મિનિટ સુધી શપથગ્રહણ સમારોહ ચાલશે. જે મંત્રીઓ આજે શપથ લેવાના છે તેમને આજે સવારે સરકાર તરફથી ફોન કરી જાણ કરાશે.
10 વર્ષમાં પહેલીવાર ભાજપ પોતાના દમ પર બહુમતી હાંસલ ન કરી શક્યો હોવાના કારણે કેબિનેટમાં સાથી પક્ષોના સાંસદોને પણ જગ્યા આપવી પડશે. ખાસ કરીને ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી અને નીતિશ કુમારની જનતા દળ યુનાઇટેડ સરકારમાં પોતાના એકથી વધુ મંત્રી રાખવા દબાણ કરી રહ્યા છે, ઉપરાંત અન્ય સાથી પક્ષોને પણ કેબિનેટમાં સ્થાન આપવું પડશે.
ભાજપ અને મોદી સરકાર મંત્રીમંડળની સંખ્યા ઘટાડવા માંગતા હતા, પરંતુ સૂત્રોના હવાલેથી મળેલી માહિતી મુજબ હવે ભાજપ સરકારમાં જૂજ મંત્રીઓ પાસે જ એકથી વધુ પોર્ટફોલિયો હશે, એટલે કે આ વખતે મંત્રીમંડળની સંખ્યા ઘટવાને બદલે વધશે.
નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ કરતાની સાથે જ ભારતીય ઈતિહાસમાં સતત ત્રીજી ટર્મ માટે શપથ ગ્રહણ કરનાર બીજા વડાપ્રધાન બની જશે. અગાઉ 1952, 1957 અને 1962માં જવાહરલાલ નહેરૂ લોકસભા ચૂંટણી જીત્યા હતા.
શપથગ્રહણ સમારોહમાં જે વિદેશી મહેમાનો જોડાશે તેમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ, બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના, મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ, નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ 'પ્રચંડ', ભૂટાનના વડા પ્રધાન શેરિંગ તોબગે અને સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહેમદ અફીફ સામેલ છે.
નેશનલ કેપિટલ દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા કડક ગોઠવી દેવામાં આવી છે અને પ્રતિબંધિત આદેશો મૂકવામાં આવ્યા છે. ખાસ કરીને રાષ્ટ્રપતિ ભવનની આસપાસના રસ્તાઓ પર ટ્રાફિક પ્રતિબંધો પણ લાગુ થશે.
ઉલ્લેખનીય છે, ભાજપ અને તેના સાથીપક્ષો NDA (National Democratic Front) લોકસભાની કૂલ 543મમાંથી 293 સીટ જીત્યા છે. I.N.D.I.A. ગઠબંધને પણ આકરી ટક્કર આપી અને 232 સીટ જીતી હતી. કોંગ્રેસે પોતાની સીટમાં બમણો વધારો કર્યો જે ગત ચૂંટણીમાં 52 જીતી હતી અને 2024ની ચૂંટણીમાં 99 સીટ જીતી છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો










Click it and Unblock the Notifications
