ગડકરી વિરૂદ્ધ અભિયાન ચલાવી રહ્યાં છે મોદી: એમ.જી વૈદ્ય

narendra-modi
નવી દિલ્હી, 12 નવેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ઇશારે ભાજપના અધ્યક્ષ નિતિન ગડકરી વિરૂદ્ધ પાર્ટીને અંદર પ્રચાર ચાલી રહ્યો છે. આ આરોપ આરએસએસના વરિષ્ઠ નેતા એમ.જી વૈદ્યે પોતાના બ્લોગમાં લગાવ્યો છે. એમ.જી વૈદ્યના અનુસાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવા માંગે છે અને તેમને લાગે છે કે નિતિન ગડકરી તેમની આ આશાને પુરી થવા નહી દે. એમ.જી વૈદ્યે લખ્યું છે કે લાલકૃષ્ણ અડવાણી અને નિતિન ગડકરીએ વડાપ્રધાન બનવાની ના કજી દિધી છે જ્યારે નરેન્દ્ર મોદીએ આ અંગે કોઇ વાત કહી નથી.

એમ.જી વૈદ્યનું એમ પણ કહેવું છે જે જો રામ જેઠમલાણીને કોઇ સમસ્યા હોય તો તેમને પાર્ટીની અંદર રાખવી જોઇએ ના કે સાર્વજનિક કરવી જોઇએ. એમ.જી વૈદ્ય આટલુ કહીને રોકાણા ન હતા તેમણે કહ્યું હતું કે ભાજપ હાલ પોતાના વડાપ્રધાન પદના ઉમેદવારની જાહેરાત ન કરે. તેમને જસવંત સિંહ, યશવંત સિન્હા અને શત્રુધ્ન સિન્હાને સલાહ આપી છે કે જો તેમને નારાજગી હોય તો તે મહેશ જેઠમલાણીની જેમ પાર્ટીમાંથી રાજીનામું આપી દે.

આરએસએસના વરિષ્ઠ નેતા એમ.જી વૈદ્ય નિતિન ગડકરીના સમર્થનમાં ખુલીને સામે આવ્યાં છે અને નરેન્દ્ર મોદીને આડે હાથ લીધા છે. એમ.જી વૈદ્યે પોતાના બ્લોગમાં લખ્યું છે જે નિતિન ગડકરી વિરૂદ્ધ મોદી અભિયાન ચલાવી રહ્યાં છે. તેમનો તર્ક છે કે રામ જેઠમલાણીએ ભાજપ અધ્યક્ષ નિતિન ગડકરીનું રાજીનામું માંગ્યું છે ત્યારે તેમને નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર માટેની વાત કરી હતી.

એમ.જી વૈદ્યનું કહેવું છે કે નરેન્દ્ર મોદીને લાગે છે કે નિતિન ગડકરી વડાપ્રધાન પદ માટે મુશ્કેલી કરી શકે છે. એટલા માટે જ નરેન્દ્ર મોદી નિતિન ગડકરીને પાર્ટીના અધ્યક્ષ પદેથી દૂર કરવા માંગે છે અને તેના માટે રામ જેઠમલાણી સહારો લઇ રહ્યાં છે.

બ્લોગમાં એમ.જી વૈદ્યે ભાજપના સાંસદ રામ જેઠમલાણીના સાર્વજનિકરૂપથી ગડકરી વિરૂદ્ધ નિવેદનબાજી કરવાના મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે. તેમના અનુસાર જો જેઠમલાણીને નિતિન ગડકરીથી કોઇ પ્રોબલમ હોય તો તે પાર્ટીના મંચ પર તેમની વાત મુકે. તેના માટે બહાર જઇને નિવેદનબાજી કરવાની શું જરૂર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X