નરેન્દ્ર મોદી આજે બિહાર જશે, નિતિશની ધડકનો તેજ

nitish-kumar-modi
નવી દિલ્હી, 4 નવેમ્બર: આજે બિહાર માટે ખાસ દિવસ બની શકે છે કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી બિહાર જવાના છે. જો કે આ રાજકીય પ્રવાસ નથી પરંતુ મોદી બિહાર વરિષ્ઠ નેતા કૈલાશપતિ મિશ્રને શ્રદ્ધાંજલી આપવા માટે આવી રહ્યાં છે.

પરંતુ નરેન્દ્ર મોદીના આગમનથી જેડીયૂના કાન ઉભાં કરી દિધાં છે કારણ કે આજે બિહારમાં નિતિશ કુમારની રેલી પણ છે જેમાં જેડીયૂ અંદરથી ભયભીત છે તેને ડર છે કે નિતિશને છોડીને નરેન્દ્ર મોદી આજના દિવસનું આકર્ષણ બની ન જાય કારણ કે નિતિશ કુમારે સ્પષ્ટપણે નરેન્દ્ર મોદીને બિહાર આવવાની મનાઇ કરેલી છે.

પરંતુ હવે આ મામલો રાજકીય ન બનતાં ભાવાત્મક અને સંવેદનશીલ બની ગયો છે આવા સમયે નિતિશ કુમાર નરેન્દ્ર મોદીને આવતાં રોકી ન શકે. નરેન્દ્ર મોદી લગભગ એક કલાક સુધી પટણામાં રહેશે. ત્યારબાદ રાયપુર માટે રવાના થવાના છે. હાલમાં તો જેડીયૂની બેચેની વધી ગઇ છે.

ઉલ્લેખનીય છે કે બિહાર ચૂંટણી દરમિયાન નિતિશ કુમારે સ્પષ્ટપણે નરેન્દ્ર મોદીને બિહાર આવતાં રોક્યા હતા અને કહ્યું હતું કે જો નરેન્દ્ર મોદી બિહાર આવશે તો તે ભાજપ સાથે ગઠબંધન તોડી દેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X