અત્ર તત્ર સર્વત્ર ''નમો નમો'', મોદીએ રાહુલને આપી માત

ત્યારબાદ કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને આગામી વડાપ્રધાન તરીકે રજૂ કરવામાં આવતાં રાહુલ ગાંધી, મનમોહન સિંહ, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને જન લોકપાલની લહેર પર સવાર અરવિંદ કેજરીવાલનો નંબર આવે છે.
અભ્યાસમાં એ વાત પર ધ્યાન આપવામાં આવ્યું છે કે તે નેતાનું નામ ટ્વિટર હેંડલ, ફેસબુક, યૂટ્યૂબ, ટ્વિટર અને બીજી સોશિયલ મીડિયા સાઇટ પર નાખવામાં આવેલી ઓનલાઇન પોસ્ટમાં કેટલી વાર આવ્યું. આ અભ્યાસ કન્સલ્ટેન્સી કંપની બ્લોગવર્ક્સે જાન્યુઆરી થી એપ્રિલ 2013 વચ્ચે કર્યો હતો. નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ રાહુલ ગાંધીની તુલનામાં ત્રણ ગણો વધારે થયો છે.
જો કે ઉંમરના હિસાબે વાત કરીએ તો 18-34 વર્ષના લોકોએ નરેન્દ્ર મોદી કરતાં રાહુલ ગાંધીનો ઉલ્લેખ વધુ કર્યો છે. પરંતુ કુલ સંખ્યાના મામલે નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપાધ્યક્ષને પાછળ ધકેલી દિધા છે. આ યાદીમાં 20મા સ્થાને ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલી છે.












Click it and Unblock the Notifications
