For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનતાં કોઇ રોકી ન શકે: શત્રુધ્ન સિંહા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 ઓક્ટોબર: પટનામાં 27 ઓક્ટોબરે યોજાનારી રેલી પહેલાં શત્રુધ્ન સિંહાએ યૂ ટર્ન લેતાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી અને હવે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનતાં કોઇ નહી રોકી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે શત્રુધ્ન સિંહાએ ચૂંટણી પ્રચાર સમિતિના ચેરમેન બનાવતાં નિરાશા વ્યક્ત કરી હતી અને નરેન્દ્ર મ્દોઈને પાર્ટી દ્વારા આગળ લાવવા અંગે ટીકા કરી હતી. તે ગોવામાં પાર્ટીની બેઠકમાં પણ સામેલ થયા ન હતા.

આ ઉપરાંત નરેન્દ્ર મોદીના ભાજપ દ્વારા વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવતાં શત્રુધ્ન સિંહાએ નીતિશ કુમારની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેમને જે કામ બિહારમાં કર્યું છે, તેના આધાર પર નીતિશ કુમાર વડાપ્રધાન પદના ઉમેદવાર છે. ત્યારબાદ તેમને પાર્ટીના વરિષ્ઠ નેતાઓને ગુસ્સાનો ભોગ બનવું પડ્યું, પરંતુ હવે જોવાનું એ છે કે જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે નરેન્દ્ર મોદીના ટીકાકાર હવે યૂ ટર્ન લેતાં જોવા મળી રહ્યાં છે. આ ઉપરાંત જેડીયૂના કેટલાક નેતાઓને ભાજપમાં સામેલ હોવાના સંકેત મળી રહ્યાં છે.

narendra-modi-shatrughan-sinha

અત્યારે વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ ગુજરાતનો પ્રવાસ કર્યો અને નિવેદન આપ્યું કે જો નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બને છે તો તેમને ખુશી થશે. નરેન્દ્ર મોદી પટનામાં એક લાંબા સમય બાદ રેલીને સંબોધિત કરશે. જેડીયૂએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા બાદ ભાજપ સાથે પોતાનો 17 વર્ષ જૂનું ગઠબંધન તોડી દિધું. નીતિશ કુમારના અનુસાર નરેન્દ્ર મોદી એક વિભાજનકારી નેતા છે, તેમને મુસ્લિમો પર અત્યાચાર રોકવાનો પ્રયત્ન ન કર્યો.

English summary
Shatrughan Sinha, who is known as a critic of Narendra Modi, took a U-turn ahead of BJP's mega rally in Bihar. Sinha praised Modi claiming that nobody can stop Modi from landing the job as PM of the country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X