For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ASEAN: PM મોદી રાષ્ટ્રીય નેતાઓને શું સમજાવી રહ્યાં છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 50મા આસિયાન શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ફિલિપાઇન્સના મનીલા પહોંચ્યા છે. આ સંમેલનની અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને પીએમ મોદીની એકસરખા પોષાક પહેરેલ તસવીર ખૂબ વાયરલ થઇ હતી

By Shachi
|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 50મા આસિયાન શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ફિલિપાઇન્સના મનીલા પહોંચ્યા છે. આ સંમેલનની અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને પીએમ મોદીની એકસરખા પોષાક પહેરેલ તસવીર ખૂબ વાયરલ થઇ હતી. આ તસવીર ગાલા ડિનરની છે, જેમાં પીએમ મોદી, ડોનાલ્ડ ટ્રંપ, જાપાનના પીએમ શિન્ઝો આબે સહિત તમામ મોટા નેતાઓ હાજર રહ્યા હતા અને સૌએ ફિલીપાઇન્સનો રાષ્ટ્રીય પોષાક Barong Tagalong પહેર્યો હતો. હવે આ પોષાકમાં સજ્જ ગોઠડી કરતા રાષ્ટ્રીય નેતાઓની અન્ય એક તસવીર ખૂબ વાયરલ થઇ છે, જેની પર સોશ્યલ મીડિયા યૂઝર્સ એકથી એક ચડિયાતી ટિપ્પણીઓ કરી રહ્યાં છે.

આ તસવીર થઇ રહી છે વાયરલ

આ તસવીર થઇ રહી છે વાયરલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ, જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને અન્ય કેટલાક નેતાઓ આ તસવીરમાં એ જ પોષાકમાં નજરે પડે છે. પીએમ મોદી પોતાના કાયમી ખાસ અંદાજમાં કોઇ વાત કહી રહ્યા છે અને અન્ય નેતાઓ તેમને શાંતિથી ધ્યાન આપીને સાંભળી રહ્યાં છે. આ તસવીરને લોકોએ ખૂબ મજેદાર કેપ્શન આપ્યા છે.

મૂનવૉક કરશે નેતા?

મૂનવૉક કરશે નેતા?

એક સોશ્યલ મીડિયા યૂઝરે આ તસવીરને કોલેજ કે સ્કૂલના એન્યૂઅલ ફંક્શન માટે બેક સ્ટેજ ઊભેલા વિદ્યાર્થીઓ સાથે સરખાવતા આ કેપ્શન લખ્યું હોય એમ લાગે છે. જ્યાં પીએમ મોદી સૌને ચેતવી રહ્યાં છે કે, તેઓ પોતાના સ્ટેપ યાદ રાખે અને મૂનવૉક કરનારને ખાસ ચેતવણી મળી છે કે, તે પોતાના સ્ટેપનો સમય બરાબર યાદ રાખે.

મોદી-ટ્રંપની મિત્રતા

મોદી-ટ્રંપની મિત્રતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની મિત્રતા જગજાહેર છે. આ બંને નેતાઓની ઉપરોક્ત તસવીર સૌથી પહેલી વાયરલ થઇ હતી. આ તસવીર પર એક યૂઝરે મજાક કરતાં લખ્યું છે કે, મોદીજી જાણે ટ્રંપને કહી રહ્યા હોય કે, હું તમારા માટે ખાખરા લાવ્યો છું, તમે મારા માટે આઇફોન લાવ્યા કે નહીં?

70 મિનિટ છે તમારી પાસે

70 મિનિટ છે તમારી પાસે

એક સોશ્યલ મીડિયા યૂઝરે રાષ્ટ્રીય નેતાઓની આ તસવીરને શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મ 'ચક દે ઇન્ડિયા'ના લોકપ્રિય સિન સાથે સરખાવી છે. આ સિનમાં ફાઇનલ મેચ પહેલાં શાહરૂખ ખાન મહિલા હોકી ટીમને પ્રેરક ભાષણ આપતા ઉપરોક્ત લાઇનો કહે છે, તમારી પાસે 70 મિનિટ છે. આજે તમે સારું પ્રદર્શન કરો કે ખરાબ, આ 70 મિનિટ તમને જિંદગીભર યાદ રહેશે.

કેટલાનું લીધું શર્ટ?

કેટલાનું લીધું શર્ટ?

પીએમ મોદીની આ તસવીર ખરેખર રમૂજી છે, અહીં તેઓ અન્ય નેતાનું અભિવાદન કરતાં તેમનું શર્ટ ધ્યાનથી જોતાં નજરે પડે છે. આવી પરિસ્થિતિમાં સામાન્ય માણસ કેવી વાતો કરે, એનું અનુમાન લગાવતા ખૂબ રમૂજી કેપ્શન સોશ્યલ મીડિયા યૂઝરે આપ્યું છે. તેણે લખ્યું છે કે, 700ની? ભાઇ તુ લૂંટાઇ ગયો, હું અદ્દલ આ જ શર્ટ જનપથથી 250માં લાવ્યો.

સૌને મળવા આવીશ

સૌને મળવા આવીશ

પીએમ મોદી પોતાની વિદેશ યાત્રાઓને કારણે અનેકવાર ચર્ચામાં રહે છે. અહીં જાણે તેઓ અન્ય નેતાઓને આશ્વાસન આપી રહ્યાં હોય એવી કલ્પના સોશ્યલ મીડિયા યૂઝરે કરી છે અને લખ્યું છે કે, હું તમારા સૌ સાથે વ્યક્તિગત મુલાકાત કરવા ફરી એકવાર તમારા દેશ આવીશ.

ચિંતા ના કરશો....

ચિંતા ના કરશો....

પીએમ મોદી જાપાનના પીએમ અને અમેરિકન રાષ્ટ્રપતિ સાથે તો અનેકવાર મુલાકાત કરી ચૂક્યાં છે અને તેમની સાથે પીએમની મિત્રતા પણ જગજાણીતી છે. વળી, તેમણે એવા પણ કેટલાક દેશની મુલાકાત લીધી છે, જ્યાં ઘણા લાંબા સમયથી કોઇ ભારતીય વડાપ્રધાન નથી ગયા. આથી અહીં તેઓ જાણે અન્ય નેતાને આશ્વાસન આપી રહ્યાં છે કે, તમે ચિંતા ના કરશો, હું એક દિવસ તમારા દેશની મુલાકાત પણ લઇશ.

English summary
Narendra Modi, Donald Trump, Shinzo Abe and other world leaders got captured at ASEAN Summit in Philippines.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X