મોંઘા રહ્યા પીએમ મોદીના પ્રવાસો, સાડા ચાર વર્ષમાં 2000 કરોડ થયા ખર્ચ
વિપક્ષી દળ વિદેશ પ્રવાસ દરમિયાન થતા ખર્ચને લઈને પીએમ મોદી પર હુમલો કરતા રહે છે.
પીએમ મોદી હંમેશા પોતાના વિદેશ પ્રવાસના કારણે વિપક્ષી દળોના નિશાના પર રહે છે. વિપક્ષી દળ વિદેશ પ્રવાસ દરમિયાન થતા ખર્ચને લઈને પીએમ મોદી પર હુમલો કરતા રહે છે. વળી, સમાચાર આવી રહ્યા છે કે પીએમ મોદીના વિદેશ પ્રવાસો પર સાડા ચાર વર્ષોમાં લગભગ 2000 કરોડ (280 મિલિયન ડૉલર) ખર્ચ થયા છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર વિદેશ રાજ્યમંત્રી વી કે સિંહે રાજ્યસભામાં એક સવાલના જવાબમાં આ જાણકારી આપી છે.

84 વાર કર્યો વિદેશ પ્રવાસ
વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યુ છે કે આ દરમિયાન પીએમ મોદીએ 84 વાર વિદેશ પ્રવાસ કર્યો. જો કે પ્રધાનમંત્રીની વિદેશ યાત્રા દરમિયાન સૌથી વધુ ખર્ચ એર ઈન્ડિયા વનની જાળવણી અને સુરક્ષિત હૉટલાઈન સ્થાપિત કરવામાં થયો. મે 2014માં પ્રધાનમંત્રી બન્યા પબાદ નરેન્દ્ર મોદી જાપાનથી વિદેશ પ્રવાસ શરૂ થયો હતો. જાપાનમાં તેમણે પીએમ શિંજો આબે સાથે મુલાકાત કરી હતી.

5 વાર અમેરિકાના પ્રવાસ પર ગયા
તે ઘણી વાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને આબે સાથે મુલાકાત કરી ચૂક્યા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે પણ પીએમ મોદીની ઘણી વાર મુલાકાત થઈ છે. વર્ષ 2016માં નોટબંધી બાદ પીએમ મોદીના પ્રવાસ પર વિપક્ષે પણ સવાલ ઉઠાવ્યા હતા. પીએમ મોદી જાપાનના પ્રવાસ પર ગયા હતા ત્યારે વિપક્ષે ટીકા કરતા કહ્યુ હતુ કે લોકો પાસે પૈસા નથી અને પીએમ વિદેશ પ્રવાસો કરી રહ્યા છે.

વિદેશ રાજ્યમંત્રી વી કે સિંહે રાજ્યસભા સાંસદના સવાલ પર આપ્યો જવાબ
રાજ્યસભા સાંસદ બિનોય વિસ્વમે પીએમના વિદેશ પ્રવાસ પર થયેલા ખર્ચ પર સવાલ પૂછ્યો હતો. પીએમ મોદીએ જે મોટા દેશોના પ્રવાસ કર્યા છે તેમાં અમેરિકા, જાપાન, ચીન, જર્મની, રશિયા અને બ્રિટન શામેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 5 વાર અમેરિકાનો પ્રવાસ કર્યો છે જ્યારે ત્રણ વાર ફ્રાંસ, જર્મની, રશિયાની યાત્રા પર ગયા છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
