મોદી આપી શકે નહીં પ્રધાનમંત્રી પદને ન્યાય : માયાવતી

માયાવતીએ અત્રે બસપાના બ્રાહ્મણ સમાજ ભાઇચારા સમ્મેલનને સંબોધતા કહ્યું કે ઉત્તરાખંડમાં આવેલી પ્રાકૃતિક આપત્તિના સમયે પણ કેટલીક પાર્ટીઓ પોતાનો રાજનૈતિક રોટલો સેકવામાં પણ ઉંચી નથી આવી.
તેમણે મોદી તરફ ઇશારો કરતા કહ્યું કે અમે એવી પાર્ટીને પણ સખત શબ્દોમાં વખોડીએ છીએ કે જેના નેતા આવનાર પ્રધાનમંત્રી બનવાનો દાવો કરતો હોય પરંતુ વિપત્તિમાંથી માત્ર ગુજરાતના જ લોકોને બચાવવાની વાત કરતા હોય.
બસપા અધ્યક્ષે મોદીની તરફ ઇશારો કર્યો, પરંતુ તેમનું નામ લીધું. તેમણે કહ્યું કે આવા વ્યક્તિ અંગે પહેલા જ અંદાજો લગાવી શકાય છે, આવી પ્રાંતવાદી વિચારધારા ધરાવતો વ્યક્તિ કેવી રીતે પ્રધાનમંત્રી પદ સાથે ન્યાય કરી શકે છે. આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે.
માયાવતીએ ઉત્તરાખંડમાં હાલમાં ભારે વર્ષા અને ભૂસ્ખલનના કારણે થયેલા જાનમાલના જબર્દસ્ત નુકસાન પર અફસોસ જાહેર કર્યો અને કહ્યું કે આ ભયંકર મુસીબતના સમયમાં તેમની પાર્ટી પ્રાર્થના કરે છે કે આ વિપત્તિથી પીડિત લોકોને દુ:ખ સહન કરવાની શક્તિ મળે.












Click it and Unblock the Notifications
