સટ્ટાબજારમાં પણ નરેન્દ્ર મોદી નંબર વન પર

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 એપ્રિલ: એવું લાગે છે કે સટ્ટા બજારે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને વડાપ્રધાન માની લીધા છે. સટ્ટા બજારમાં આ સમયે સૌથી મોટા કિંગ બનીને ઉભર્યા છે નરેન્દ્ર મોદી. સટ્ટા બજારમાં 200 બેઠક પર 1 રૂપિયાના મુકાબલે માત્ર 6 પૈસાનો ભાવ મળી રહ્યો છે. જ્યારે 238-240 બેઠકો પર બરાબરીનો ભાવ મળી રહ્યો છે.

જ્યારે સટ્ટા બજારમાં કોંગ્રેસને 50 બેઠકો પર 1 રૂપિયાના મુકાબલે માત્ર 16 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે અને 70 બેઠકો પર બરાબરીનો ભાવ મળી રહ્યો છે. રાજ્યોમાં ભાજપની સ્થિતિની વાત કરવામાં આવે તો સટ્ટા બજારમાં ઉત્તરપ્રદેશમાં 50 બેઠકો પર 1 રૂપિયા, બિહારમાં 22 બેઠકો પર 1 રૂપિયો, મધ્ય પ્રદેશની 26 બેઠકો પર 1 રૂપિયો, રાજસ્થાનની 23 બેઠકો પર 1 રૂપિયો, ગુજરાતમાં 22 બેઠકો પર 1 રૂપિયો, મહારાષ્ટ્રમાં 32 બેઠકો પર 1 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે.

એક તાજા ઓપિનિયન પોલ અનુસાર ભાજપ અને તેના સાથી દળો પહેલી વાર બહુમત કરતા પાર ચાલ્યા ગયા છે. એનડીટીવીના ઓપિનિયન પોલ અનુસાર ભાજપ અને તેના સહયોગી 275 બેઠક હાસલ કરી લેશે. આ પોલ અનુસાર એકલી બીજેપી જ 226 બેઠકો મેળવી શકે છે. પરંતુ કોંગ્રેસ અને તેના સાથી દળોની હાલત ખરાબ થવાની છે. કોંગ્રેસને ઐતિહાસિક માત મળી શકે છે અને પહેલીવાર તે 100થી નીચે જઇને માત્ર 92 બેઠકોમાં જ સમેટાઇ શકે છે.

ભાજપને સૌથી વધારે સફળતા ઉત્તર પ્રદેશમાં મળી રહી છે, જ્યાની 80 બેઠકોમાં ભાજપને 51 બેઠકો મળવાનું અનુમાન છે. મહારાષ્ટ્રની 48 બેઠકોમાં ભાજપ અને શિવસેના અને 37 બેઠકો મળવાનું અનુમાન છે. બિહારમાં નીતિશ કુમારનો સફાયો થતો દેખાઇ રહ્યો છે જ્યાં ભાજપ અને એલજેપીને 24 બેઠકો મળતી દેખાઇ રહી છે. દિલ્હીની 7 બેઠકમાંથી 6 બેઠકો અને ઓડિશામાં પણ ભાજપને 7 બેઠકો મળવાનું અનુમાન છે.

જુઓ ભાજપની સ્થિતિ પર કયા રાજ્યોમાં કેટલી બેઠકો પર કેટલો ભાવ મળી રહ્યો છે...

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશ

રાજ્યોમાં ભાજપની સ્થિતિની વાત કરવામાં આવે તો સટ્ટા બજારમાં ઉત્તરપ્રદેશમાં 50 બેઠકો પર 1 રૂપિયાનો ભાવ ચાલે છે.

બિહાર

બિહાર

ભાજપને બિહારમાં 22 બેઠકો પર 1 રૂપિયો

મધ્ય પ્રદેશ

મધ્ય પ્રદેશ

ભાજપને મધ્ય પ્રદેશની 26 બેઠકો પર 1 રૂપિયો

રાજસ્થાન

રાજસ્થાન

ભાજપને રાજસ્થાનની 23 બેઠકો પર 1 રૂપિયો

ગુજરાત

ગુજરાત

ભાજપને ગુજરાતમાં 22 બેઠકો પર 1 રૂપિયો

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર

ભાજપને મહારાષ્ટ્રમાં 32 બેઠકો પર 1 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે

English summary
Narendra Modi is number one in Betting market also.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X