ખાદ્ય સુરક્ષા બિલમાં વિલંબ માટે નરેન્દ્ર મોદી જવાબદાર : કોંગ્રેસ

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ પ્રસંગે 20 ઓગસ્ટ, મંગળવારે કોંગ્રેસ શાસિત રાજ્ય દિલ્હીમાં તેનો આરંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે થોમસે જણાવ્યું કે "ગયા સપ્તાહે નરેન્દ્ર મોદીનો પત્ર મળ્યો હતો. આ પત્રનો હેતુ છેવટે શું હતો. આ પત્રનો હેતુ હતો વિલંબ કરાવવાનો. નરેન્દ્ર મોદી એક તરફ પોતાને દેશના આગામી વડાપ્રધાન ગણાવી રહ્યા છે અને બીજી તરફ દેશના નાગરિકોને તેમના અધિકારીઓથી વંચિત રાખી રહ્યા છે."
ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ કેન્દ્રને એક ચિઠ્ઠી લખીને ફૂડ સિક્યુરિટી બિલ અંગે પાંચ મુદ્દાઓ પર પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ભાજપનું કહેવું છે કે તે આ બિલનો વિરોધ કરતો નથી. જો કે તે આ બિલમાં કેટલાક ફેરફાર કરીને તેનું સમર્થન કરશે. ભાજપે આજે સરકાર પર દેશની અર્થવ્યવસ્થા પર બોઝ વધારવાનો આરોપ પણ છે.












Click it and Unblock the Notifications
