પટણા: રાજનારાયણના પરિવારને મળ્યા મોદી, પાંચ લાખનો ચેક આપ્યો
પટણા, 2 ઓક્ટોબર: ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ બિહારની રાજધાની પટણાના ગૌરીચકમાં સીરિયલ બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા રાજનારાયણ સિંહના પરિવાર સાથે મુલાકાત કરી તેમને સાંત્વના આપી હતી. આ ઉપરાંત મોદીએ તેમના પરિવારને પાંચ લાખ રૂપિયાનો ચેક પણ આપ્યો અને સરકારી નોકરી અપાવવા માટેનું આશ્વાસન આપ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન છયેલા 6 સીરિયલ બ્લાસ્ટમાં 6 લોકોના મોત થયા હતા. આજે નરેન્દ્ર મોદી મૃતકોના પરિવારોને મળવા માટે પટણામાં આવી પહોંચ્યા છે. મોદી ગૌરીચક (પટણા), કૈમૂર, ગોપાલગંજ, સુપૌલ, બેગૂસરાય, નાલંદાનો પ્રવાસ ખેડશે.
નરેન્દ્ર મોદી બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા રાજનારાયણ સિંહના ગામ કમરજી, વિકાસ કુમાર સિંહના ગામ કરમચંદ્ર, નિશિજા, ગોપાલગંજના મુના શ્રીવાસ્તવના ગામ બરી ધનેષ, સુપૌલના ભરત રજકના ગામ સિમરાહી, રાઘોપુર, બેગૂસરાયના બિંદેશ્વરી ચૌધરીના ગામ તારાબરિયારપુર અને નાલંદાના રાજેશ કુમારના ગામ અહિયાપુર મુશહરીના પરિવારને પણ મળશે.
નરેન્દ્ર મોદી શુક્રવારે રાત્રે પોતાના વિશેષ વિમાનથી પટણા આવી પહોંચ્યા હતા. પટણામાં તેમના માટે સુરક્ષાની કડક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અત્રે તેઓ વિસ્ફોટોમાં મૃત્યુ પામેલા પીડિત પરિવારને સહાયતા રાશિ આપશે. નરેન્દ્ર મોદીએ ગૌરીચકથી પોતાની યાત્રા શરૂ કરી દીધી છે.
ગૌરીચકમાં રાજનારાયણ સિંહના પરિવારને મોદી મળ્યા અને તેમને પાંચ લાખનો ચેક આપ્યો હતો. જયનારાયણના પુત્રએ મીડિયાને જણાવ્યું કે મોદીએ સારી રીતે વાત કરી અને અમે તેમને ખુર્શી પર બેસવાનું કહ્યું તો પણ તેઓ નીચે જમીન પર બેસી ગયા. અને તેમણે મને સરકારી નોકરી આપવાનું આશ્વાસન આપ્યું છે.

મોદી મળ્યા પટણા વિસ્ફોટના પીડિત પરિવારને
પટણા વિસ્ફોટના પીડિત પરિવારને મળ્યા નરેન્દ્ર મોદી.

નરેન્દ્ર મોદી પટણા વિસ્ફોટના પીડિત પરિવારને મળ્યા
નરેન્દ્ર મોદી પટણા વિસ્ફોટના પીડિત પરિવારને મળ્યા.
|
નરેન્દ્ર મોદી પટણા વિસ્ફોટના પીડિત પરિવારને મળ્યા
નરેન્દ્ર મોદીનું ટ્વિટ
|
નરેન્દ્ર મોદી પટણા વિસ્ફોટના પીડિત પરિવારને મળ્યા
નરેન્દ્ર મોદીનું ટ્વિટ
|
નરેન્દ્ર મોદી પટણા વિસ્ફોટના પીડિત પરિવારને મળ્યા
નરેન્દ્ર મોદીનું ટ્વિટ..
|
નરેન્દ્ર મોદી પટણા વિસ્ફોટના પીડિત પરિવારને મળ્યા
નરેન્દ્ર મોદીનું ટ્વિટ...
|
નરેન્દ્ર મોદી પટણા વિસ્ફોટના પીડિત પરિવારને મળ્યા
નરેન્દ્ર મોદીનું ટ્વિટ...
|
નરેન્દ્ર મોદી પટણા વિસ્ફોટના પીડિત પરિવારને મળ્યા
નરેન્દ્ર મોદીનું ટ્વિટ...












Click it and Unblock the Notifications
