For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત રમખાણ મુદ્દે મોદીને માફી માંગવાનું જરૂરિયાત નથી: સલમાન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 જાન્યુઆરી: બૉલીવુડ સ્ટાર સલમાન ખાને ફરી એકવાર ઇશારા-ઇશારામાં નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી દિધી છે. તેમને એક સમાચાર ચેનલ સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે ગુજરાતમાં 2002માં જે રમખાણ થયા છે તેને લઇને નરેન્દ્ર મોદીને લઇને માફી માંગવાની જરૂરત નથી. સલમાન ખાને કહ્યું હતું કે કોર્ટે આ મુદ્દે તેમને ક્લિન ચિટ આપી દિધી છે તો પછી તેના માટે નરેન્દ્ર મોદીને માફી માંગવાની જરૂરત શું છે.

નરેન્દ્ર મોદી સાથે તાજેતરમાં જ મુલાકત કરવા સાથે જોડાયેલા જવાબમાં સલમાન ખાને કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને સીબીઆઇ અને કોર્ટ દ્વારા ક્લિનચિટ મળી ગઇ છે, તો વાત અહીં જ પુરી થઇ જાય છે. તેમને કહ્યું હતું કે હું કોઇ જજ નથી, જે નરેન્દ્ર મોદી વિશે નિર્ણય લઇ શકું' તેમને કહ્યું હતું કે જો તે નરેન્દ્ર મોદીને મળ્યા તો તેના પર હંગામો થાય છે?

જ્યારે સલમાન ખાનને પૂછવામાં આવ્યું કે શું નરેન્દ્ર મોદી સારા વડાપ્રધાન સાબિત થઇ શકે છે, તો સલમાન ખાને જવાબ આપ્યો હતો કે આ નિર્ણય કરવાનું તેમનું કામ નથી. સલમાન ખાને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સાથે પતંગબાજી કરવામાં તેમને ખૂબ મજા આવી. યુપીના સૈઇફ મહોત્સવમાં ભાગ લેવાના મુદ્દે સલમાન ખાને કહ્યું હતું કે કોઇએ એ કહેવાની જરૂરિયાત નથી કે તેમનું નૈતિક દાયિત્વ શું છે.

modi-salman

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ સલમાન ખાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી ચૂક્યાં છે. સલમાન ખાને ગુજરાતના વિકાસ માટે નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી પરંતુ તેમનું ભાવિ વડાપ્રધાન તરીકે સાર્વજનિક રીતે તેમનું નામ લેવાનું ટાળતાં એટલું કહ્યું હતું કે સર્વશ્રેષ્ઠ વ્યક્તિએ વડાપ્રધાન બનવી જોઇએ.

પોતાની ફિલ્મ 'જય હો'ના પ્રચાર માટે અમદાવાદમાં સલમાન ખાને ઘાટલોડિયામાં મકર સંક્રાંતિના ઉપલક્ષ્યમાં વાર્ષિક પતંગ મહોત્સવમાં નરેન્દ્ર મોદી સાથે ભાગ લીધો હતો અને આ દરમિયાન સંવાદદાતાઓને કહ્યું હતું કે 'ઇશ્વરે નિર્ણય કરવો જોઇએ કે દેશ માટે સર્વશ્રેષ્ઠ વ્યક્તિ કોણ છે અને સર્વશ્રેષ્ઠ વ્યક્તિને વડાપ્રધાન બનવું જોઇએ.' સલમાન ખાને કહ્યું હતું કે હું તેમને (નરેન્દ્ર મોદીને) ખૂબ પસંદ કરું છું. તે સારા વ્યક્તિ છે, તે રાજ્ય માટે ઘણું બધુ કરી શકે છે. હું નરેન્દ્ર મોદી સાહેબને શુભેચ્છાઓ પાઠવું છું.'

English summary
Bollywood superstar Salman Khan, after appearing with Narendra Modi at a kite festival, has now reportedly said that the Gujarat Chief Minister need not apologise for the post-Godhra riots in Gujarat in 2002.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X