ગઠબંધન બાદ પહેલીવાર સાથે જોવા મળશે પીએમ મોદી અને નીતિશ કુમાર

ગઠબંધન બાદ પહેલીવાર સાથે જોવા મળશે પીએમ મોદી અને નીતિશ કુમાર

નવી દિલ્હીઃ બિહારમાં એનડીએના દળો વચ્ચે સીટની વહેંચણીને લઈ સહમતિ બાદ પ્રધાનમંત્રી નેન્દ્ર મોદી અને નીતિશ કુમા એક સ્ટેજ પર જોવા મળશે. પ્રદેશમાં ગઠબંધનની સીટોના એલાન બાદ પીએમ મોદી અને નીતિશ કુમા પહેલી વખત સ્ટેજ શેર કરશે અને પ્રદેશમાં વિશાળ રેલીને સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે 20થી વધુ વિપક્ષી દળોએ ભાજપને હરાવવા માટે એક સાથે સ્ટેજ શેર કર્યું હતું, આ દરમિયાન તેજસ્વી યાદવે એનડીએને તમામ 40 સીટ પર પડકાર ફેંક્યો હતો.

તમામ સહયોગી ભાગ લેશે

તમામ સહયોગી ભાગ લેશે

એનડીએના દળોની આ મેગા રેલી પટનામાં આયોજિત કરવામાં આવશે, જેમાં પીએમ મોદી, નીતિશ કુમાર, રામ વિલાસ પાસવાન ભાગ લેશે. જો કે હજુ સુધી આ રેલીની તારીખની જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ ભાજપના સૂત્રોનું કહેવું છે કે આ રેલી 24 ફેબ્રુઆરીથી 3 માર્ચ વચ્ચે થઈ શકે છે. જેમાં તમામ દિગ્ગજ નેતા સામેલ થશે અને મોટી સંખ્યામાં લોકો રેલીમાં સામેલ થશે. જો કે અગાઉ નીતિશ કુમાર અને પીએમ મોદી સ્ટેજ શેર કરી ચૂક્યા છે.

બંને વચ્ચેના ખોટા સંબંધો

બંને વચ્ચેના ખોટા સંબંધો

ઉલ્લેખનીય છે કે પીએમ મોદી અને નીતિશ કુમાર વચ્ચેની સુસંગતતા કંઈ ખાસ નથી, 2013માં નીતિશ કુમાે એનડીએથી અલગ થવાનું એલાન કર્યું હતું તો બંને નેતાઓએ એક બીજા પર ભારે પ્રહાર કર્યા હતા. 2002ના ગુજરાત રમખાણો બાદ કહ્યું હતું કે તે નથી ઈચ્છતા કે મોદી બિહારમાં ચૂંટણી પ્રચાર કરે. જે બાદ 2005, 2010ની વિધાનસભા ચૂંટણીમાં 2009ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ બિહારમાં ચૂંટણી પ્રચાર નહોતો કર્યો.

એકબીજા પર સાધ્યું નિશાન

એકબીજા પર સાધ્યું નિશાન

પરંતુ બિહારમાં જ્યારે નીતિશ કુમારે મહાગઠબંધન કર્યું તો નરેન્દ્ર મોદી અને નીતિશ કુમારની વચ્ચેનું વાક્યુદ્ધ જોવા મળ્યું હતું. પ્દેશની કાનૂન વ્યવસ્થાને લઈ નરેન્દ્ર મોદીએ નીતિશ કુમાર પર ભારે પ્રહાર કર્યો હતો. પ્રદેશમાં ભાજપની હાર બાદ કેન્દ્ર સરકારે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો ન આપ્યો. ત્યારે જોવાનું એ થશે કે આગામી લોકસભા ચૂંટણીથી પહેલા બંને નેતાઓની વચ્ચે કેવા પ્રકારનો સામંજસ્ય જોવા મળે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X