અમર્યાદિત ટિપ્પણીનો પ્રયોગ ના કરે મોદી : સોનિયા ગાંધી

નવી દિલ્હી, 16 ડિસેમ્બર: ઘણીવાર ચુંટણી ઘમાસણ પર લોકો આરોપ-પ્રત્યારોપ કરતાં કરતાં ઘણું બધું એવું બોલી દે છે જે તેમના માટે યોગ્ય નથી હોતું. ગુજરાતમાં પણ આ જ થઇ રહ્યું છે. ચુંટણી પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર નિશાન સાંધ્યું તો કોંગ્રેસ ખરું-ખોટું સંભળાવી દિધું. પરંતુ હવે આ મામલો ગુજરાતથી માંડીને દિલ્હી સુધી પહોંચી ગયો છે.

શનિવારે કોંગ્રેસ મહાસચિવ જનાર્દન દ્રિવેદીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી અમર્યાદિત ટિપ્પણીનો ઉપયોગ કરી રહ્યાં છે અને તેમની ભાષા નિંદનીય છે. અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીને કહ્યું હતું કે તે સંભાળીને બોલે અને તેમનું હોમવર્કને ગુજરાત આવે. આ અગાઉ પણ શાબ્દિક હુમલા થયાં છે, સોનિયા ગાંધીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરી રહ્યાં છે, તે લોકોના મગજમાં ઝેર ઘોળી રહ્યાં છે. માટે સર ક્રીકના મુદ્દાને વારંવાર ઉછાળીને તે રાજકીય ફાયદો ઉઠાવવા માંગે છે. તે લોકોને ઉશ્કેરવાનું કામ કરી રહ્યાં છે.

sonia-gadhi

સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદી પર દેશની સુરક્ષા અને અખંડતા સાથે ખિલવાડ કરી રહ્યાં હોવાનો આરોપ લગાવ્યો છે, આ સાથે તેમને કહ્યું છે કે દેશની એકતા સાથે કોઇને ખિલવાડ કરવા દઇશું નહી. સરકારે ભષ્ટ્રાચાર અને આતંક ફેલાવનારાઓને રક્ષણ આપ્યું છે અને નિર્દોષ લોકોને સજા ફટકારી છે. સોનિયા ગાંધી પહેલાં ચુંટણી પ્રચાર માટે આવેલા રાહુલ ગાંધીએ રાજ્ય સરકાર પર આરોપ લગાવ્યો હતો કે રાજ્ય સરકાર લોકોની વાત સાંભળતી નથી.

તેના જવાબમાં નરેન્દ્ર મોદીએ સોનિયા ગાંધી મજાક ઉડાવતાં તીખા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે સોનિયા ગાંધી અને કોંગ્રેસ ગભરાઇ ગઇ છે. જેથી જે મનમાં આવે તેમ બોલ્યા કરે છે. માટે હું સલાહ આપુ છું કે તે જ્યારે ગુજરાતમાં આવે ત્યારે પોતાનું હોમવર્ક કરીને આવે નહીંતર તે હાસ્પાપદ બની રહેશે. ભષ્ટ્રાચાર કોણ કરી રહ્યું છે, આંતકવાદીઓને કોણ શરણ આપી છે અને સરક્રીકનો મુદ્દો કોણે ફાયદાકારક નિવડી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X