પંજાબમાં મોદીની ફતેહ રેલી, દેહરાદૂનમાં જોર અજમાવશે રાહુલ

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી: આજનો દિવસ રેલીઓનો રવિવાર છે. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે પંજાબના લુધિયાનામાં રેલીને સંબોધિત કરશે. જોકે મોદીની રેલીમાં મોસમની માર પડી શકે છે. રવિવારે રેલી કરવામાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ સામેલ છે. રાહુલ ગાંધી ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં રેલી કરશે. જેને જોતા સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

રાહુલ ગાંધીની દેહરાદૂનમાં રેલીને પગલે કડક સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. રેલી સ્થળ પર ઘણા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. શનિવારે મુખ્યમંત્રી હરીશ રાવતે પોતે રેલીની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાનું નિરિક્ષણ કર્યું. રેલીને સંબોધિત કરતા પહેલા બપોરે રાહુલ રાજ્યના આપદા પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય અંગે રાવતની સાથે બેઠક પણ કરશે.

જ્યારે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ આજે હરિયાણાના રોહતકથી પોતાના મિશન લોકસભાનું આગાઝ કરશે. અરવિંદ કેજરીવાલ આજે રોહતકમાં લોકસભા ચૂંટણીને પગલે પોતાની પહેલી રેલી સંબોધિત કરશે.

અત્રે નોંધનીય છે કે સામાન્ય ચૂંટણીનું રણશીંગૂ ફૂકાઇ ગયું છે અને દેશની તમામ પાર્ટીઓ પ્રચાર પ્રચારમાં લાગી ગઇ છે. નરેન્દ્ર મોદીએ ગઇ કાલે અરૂણાચલ પ્રદેશમાં સભાને સંબોધિત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે કે આ વખતે દેશમાં વિકાસનો સૂર્યોદય અરૂણાચલ પ્રદેશથી થશે. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ગુજરાતનો અરૂણાચલ પ્રદેશ સાથે ગાઢ સંબંધ છે. પોતાના ભાષણ દરમિયાન નરેન્દ્ર મોદીએ નીડો તાનિયાની મોતનો ઉલ્લેખ કર્યો હતો. વધું વાંચવા માટે અહીં ક્લિક કરો...

English summary
Narendra Modi in Punjab and Rahul Gandhi in Dehradun today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X