For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાનના ભીલવાડામાં મોદી, ‘કોંગ્રેસ જાતિવાદી, તેના નેતા મારી જાતિ પૂછે છે'

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ભીલવાડામાં કહ્યુ કે કોંગ્રેસ જાતિવાદી પાર્ટી છે, તેના નેતા મારી જાતિ પૂછે છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ભીલવાડામાં કહ્યુ કે કોંગ્રેસ જાતિવાદી પાર્ટી છે, તેના નેતા મારી જાતિ પૂછે છે. મોદીએ સોમવારે અહીં કહ્યુ, કોંગ્રેસ જાતિવાદને પ્રોત્સાહન આપે છે. તે પૂછે છે કે મોદીની જાતિ શું છે, જ્યારે દેશના પીએમ વિદેશ જાય છે ત્યારે સામેવાળાને તેમની એક જ જાતિ દેખાય છે અને તે છે સવા સો કરોડ હિંદુસ્તાની. કોંગ્રેસે કામ કર્યુ હોય તો હિસાબ આપે. તમે તો જાતિ કઈ છે, પિતા કોણ છે એ જ પૂછતા રહેશો. ભાજપના ઉમેદવારોના પક્ષમાં મત માંગવા ભીલવાડા પહોંચેલા મોદીએ ચૂંટણી રેલીમાં આ વાત કહી.

આ પણ વાંચોઃ ઉદ્ધવને મળ્યો ઉમા ભારતીનો સાથ, બોલ્યા, 'રામ મંદિરનો મુદ્દો ભાજપની પેટન્ટ નથી'આ પણ વાંચોઃ ઉદ્ધવને મળ્યો ઉમા ભારતીનો સાથ, બોલ્યા, 'રામ મંદિરનો મુદ્દો ભાજપની પેટન્ટ નથી'

કોંગ્રેસ માઓવાદીઓને ક્રાંતિકારી ગણાવી રહી

કોંગ્રેસ માઓવાદીઓને ક્રાંતિકારી ગણાવી રહી

ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીએ કહ્યુ કે માઓવાદી હંમેશા નિર્દોષોને મોતના ઘાટ ઉતારતા રહે છે. હાલમાં જ તેમના હુમલામાં નવયુવાન શહીદ થઈ ગયો. જે નક્સલીઓએ ભરતપુરના જવાનને પીઠ પર વાર કરીને મોતને ઘાટ ઉતાર્યો તે જ નક્સલીઓને કોંગ્રેસ નેતા ક્રાંતિકારી હોવાનું સર્ટિફિકેટ આપી રહ્યા છે.

મુંબઈ હુમલા પર બોલ્યા મોદી

મુંબઈ હુમલા પર બોલ્યા મોદી

મુંબઈમાં આતંકી હુમલા પર પીએમ મોદીએ કહ્યુ, આજે 26 નવેમ્બર છે, જ્યારે દિલ્લી રિમોટ કંટ્રોલથી ચાલતુ હતુ, જ્યારે મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર હતી. ત્યારે 26/11ના રોજ મુંબઈમાં આતંકવાદીઓએ હુમલો કરીને આપણા દેશના લોકોને અને જવાનોને ગોળીઓથી મારી દીધા હતા. આજે તે આતંકવાદની ઘટનાને દસ વર્ષ થઈ ગયા. 10 વર્ષ પહેલા 26 નવેમ્બરે આતંકવાદની આટલી મોટી ઘટના બની. આખી દુનિયા હલી ગઈ હતી અને કોંગ્રેસ તેમાં ચૂંટણી જીતવાનો ખેલ ખેલી રહી હતી. મોદીએ કહ્યુ, કોંગ્રેસ તે સમયે દેશ ભક્તિના પાઠ ભણાવતી હતી. બાદમાં તે જ કોંગ્રેસ સર્જીકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવતી રહી. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો કે સર્જીકલ સ્ટ્રાઈકનો વીડિયો બતાવો. શું દેશની સેનાના જવાન જ્યારે મોતને મુઠ્ઠીમાં લઈને નીકળે તો હાથમા કેમેરો લઈને જશે. શું આજે આપણે આતંકવાદ સામે એવી લડાઈ લડી છે કે આજે આતંકવાદઓને કાશ્મીરની ધરતીથી બહાર નીકળવુ પણ મુશ્કેલ પડી રહ્યુ છે, મોત સીધી દેખાઈ રહી છે. હિંદુસ્તાન ક્યારેય 26/11ને નહિ ભૂલે અને તેના ગુનેગારોને પણ.

હું મોઢામાં સોનાની ચમચી લઈને પેદા નથી થયો

હું મોઢામાં સોનાની ચમચી લઈને પેદા નથી થયો

રેલીમાં પહોંચેલા લોકોને ભારતીય જનતા પાર્ટીને ફરીથી સત્તામાં લાવવાની અપીલ કરતા પીએમ મોદીએ કહ્યુ, માતાઓ-બહેનો મોદી મોદી કરે છે તો આનાથી કોંગ્રેસ પરેશાન છે. મોદી સોનાની ચમચી લઈને પેદા નથી થયા. તેમણે ગરીબ માને લાકડાના ચૂલા પર જમવાનું બનાવતા જોયા હતા. એટલા માટે તેમણે આવીને દેશના 90 ટકા ઘરોમાં ગેસનો ચૂલો પહોંચાડી દીધો. 2014માં અમારા આવતા પહેલા ગામમાં શૌચાલયની સુવિધા 40 ટકા પણ નહોતી અને ચાર વર્ષમાં મોદીએ આને 40 ટકાથી 95 ટકા કરી દીધી.

આ પણ વાંચોઃ 26/11: મુંબઈ આતંકી હુમલોઃ એ ભયાવહ 60 કલાકમાં મુંબઈમાં શું થયુ હતુ જાણો અહીંઆ પણ વાંચોઃ 26/11: મુંબઈ આતંકી હુમલોઃ એ ભયાવહ 60 કલાકમાં મુંબઈમાં શું થયુ હતુ જાણો અહીં

English summary
narendra Modi rally speech in Bhilwara Rajasthan assembly elections 2018
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X