For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ સ્વતંત્રતા દિવસ પર જાણો મોદીના 8 સ્વતંત્ર વિચારસણીવાળા ફોર્મ્યૂલા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

[મયંક દીક્ષિત] 68મા સ્વતંત્રતા દિવસ આપણને આઝાદી અને સંઘર્ષના તે કઠિન દિવસોની યાદો તાજા કરાવશે જ, આ વખતે દેશ પોતાના નવા વડાપ્રધાન પાસે ઢગલો આશાઓ ધરાવે છે. તિરંગાના ત્રણ રંગોનું સંગમ આપણને એક થઇને વિકાસના માર્ગે ચાલવા માટે પ્રેરિત કરશે. વિરોધી પણ આ દિવસે રાજનીતિ છોડીને એકબીજા સાથે હાથ મિલાવીને ગળે મળે છે.

મોટાભાગે આપણે ચર્ચા દરમિયાન આપણા દેશના રાજકારણી અને આકાઓને જવાબદાર ગણાવવા લાગીએ છીએ. બધો દોષનો ટોપલો તેમના માથે ઢોળી દઇએ છીએ તથા આપણી નબળાઇઓને છુપાવતાં લોકતંત્રની સાથે સંતાકુકડી રમવામાં મશગૂલ થઇ જઇએ છીએ. આવો જણીએ આપણા નવા વડાપ્રધાનની ફોર્મ્યૂલા સાયન્સને. ફેરવો સ્લાઇડર અને પીએમના તે 8 તેજ-તર્રારને આપો સ્વતંત્રતા દિવસની શુભેચ્છાની એક જોરદાર સલામી.

 4-p

4-p

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમાવેશી વિકાસ માટે પીપીપીની નવી પરિભાષા રજૂ કરી. અહીં તેમણે પીપુલ્સની સાથે લઇને ચાલવાની વાત કહી. યોજના-પરિયોજનામાં સહભાગિતા માટે તેમણે ભાષણ-વેબસાઇટના માધ્યમથી જનતાની ભાગીદારી પર ભાર મૂક્યો.

 5T

5T

નરેન્દ્ર મોદીએ દેશની બ્રાંડિંગ માટે એક મંત્ર તૈયાર કર્યો છે. 5ટીનો મંત્ર આપતાં તેમણે ટેલેંટ, ટૂરિઝમ, ટેક્નોલોજી, ટ્રેડ અને ટ્રેડીશનનું નામ આપી દિધું હતું. નરેન્દ્ર મોદીએ આ દેશના ભવિષ્યનો આઇડિયા ગણાવ્યો હતો. આગળની રણનીતિ પર તે આ પ્રમાણે જ ચાલી રહ્યાં છે.

 5F

5F

વર્ધામાં એક ચૂંટણી સભામાં તેમણે કપાસ ઉત્પાદક ખેડૂતોની સ્થિતીને સારી બનાવવા માટે 5એફનો મંત્ર આપ્યો. આ હતા ફૉર્મ, ફાઇબર, ફેબ્રિક, ફેશન તથા ફૉરેન.

 3S

3S

ચીન સાથે મુકાબલો કરવા માટે દેશને નરેન્દ્ર મોદીએ 3 એસનો મંત્ર આપ્યો. આ ત્રણ એસ હતા- સ્કિલ, સ્કેલ અને સ્પીડ. તેમણે કહ્યું કે આપણે આ ફોર્મ્યૂલાથી આપણે ચાઇની બરાબરી કરી શકીએ છીએ.

 HIT

HIT

નેપાળના પ્રવાસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એચઆઇટીના માધ્યમથી વિકાસનો મંત્ર આપ્યો. તેમણે કહ્યું કે એસનો અર્થ હાઇવે, આઇનો અર્થ ઇંફોર્મેશન, ટીનો અર્થ ટ્રાંસ્વે. આ પ્રકારે તેમણે વિકાસને ફક્ત ભાષણોમાં જ નહી, પરંતુ વ્યવહારિકતામાં ઉતારવાની રીત બતાવી.

 3-IT

3-IT

દેશના સારા ભવિષ્ય માટે વડાપ્રધાને 3આઇટીનો મંત્ર આપ્યો હતો. ઇન્ડિયન ટેલેંટ+ઇંફોર્મેશન=ટૂમૉરો. આ પ્રકારના વિચારોથી તેમણે દેશની જનતાને વિશ્વાસમાં લીધી કે વિકાસ ફક્ત ભાષણોમાં જ નહી, પરંતુ સ્પષ્ટ ફોર્મ્યૂલામાં જન્મ લેશે.

 MCMD

MCMD

ખેડૂતોને તેમની જમીન પર વધુમાં વધુ ઉત્પાદન સુનિશ્વિત કરવાની પ્રેરણા આપતાં તેમણે મોર ક્રોપ મોર ડ્રોપ ફોર્મ્યૂલા આપ્યો તથા સ્પષ્ટ કર્યું કે તેમને ખેડૂતોની ચિંતા છે.

 RCNRT

RCNRT

જ્યારે ઉદ્યોગોની માર્ગમાં રેડ ટેપે બ્રેક લગાવવાનો પ્રયત્ન કર્યો તો તેમણે પ્રમુખતાથી લીધું તથા તેના રેડ કાર્પેટ, નોટ રેડ કાર્પેટ ફોર્મ્યૂલા રજૂ કર્યું. તો આ ફોર્મ્યૂલાઓથી તે આગળ વધી રહ્યાં છે તથા દેશને તેમની પાસે ઘણી આશાઓ છે.

English summary
Narendra Modi really deserve salute on this Independence day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X