આખરે મોદી આગળ ઝૂક્યું અમેરિકા, વિઝા માટે પાઠવ્યું આમંત્રણ!
નવી દિલ્હી, 6 નવેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને આવનાર લોકસભાની ચૂંટણી 2014 પહેલા આનંદના સમાચાર સાંપડ્યા છે. અમેરિકા જે અત્યાર સુધી નરેન્દ્ર મોદીને વિઝા આપવા હંમેશા ઇનકાર કરતો રહ્યો છે તે અમેરિકાએ આજે નરેન્દ્ર મોદીને વિઝા મેળવવા માટે અરજી કરવા માટે આમંત્રણ પાઠવ્યું છે.
જોકે, અમેરિકન સરકારી સૂત્રોનું કહેવું છે કે અમેરિકાની વિઝા પોલીસી નરેન્દ્ર મોદી માટે બદલાશે નહીં. ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ તેના માટે રાહ જોવી પડશે.
રાજ્ય વિભાગ, નાયબ પ્રવક્તા મેરી હાર્ફે તેમની ડેલી ન્યૂઝ કોન્ફ્રેન્સમાં જણાવ્યું કે 'અમારી લાંબા સમયથી ચાલી આવતી વિઝા પોલીસીમાં કોઇ ફેરફાર કરવામાં નહી આવે. તેમને(નરેન્દ્ર મોદી) વિઝા માટે અરજી કરવા આમંત્રિત કરીએ છીએ, પરંતુ તેમણે પણ અન્ય અરજીકર્તાની જેમ સમીક્ષાની રાહ જોવી પડશે.'

અત્રે ઉલ્લેકનીય છે કે 2005માં અમેરિકા દ્વારા નરેન્દ્ર મોદીની રાજદ્વારી વિઝા અરજી રદ કરવામાં આવી હતી. તેમજ તેમના ટૂરિસ્ટ અને બિઝનેસ વિઝા ઇમિગ્રેશન અને નેશનાલીટી ધારા હેઠળ રદ કરવામાં આવ્યા હતા. અમેરિકાએ નરેન્દ્ર મોદીને 2002ના કોમી રમખાણોના દોષી ગણાવીને તેમને વિઝા નહી આપવાનું નક્કી કર્યું હતું.












Click it and Unblock the Notifications
