આ 21 નેતાઓ હોઇ શકે છે મોદીની કેબિનેટમાં

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 મે: નરેન્દ્ર મોદી 26 મેના રોજ સાંજે છ વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં દેશના 15માં વડાપ્રધાનના રૂપમાં શપથ ગ્રહણ કરશે. એવા કયાસ લગાવવામાં આવી રહ્યાં છેકે, આખરે મોદીના કેબિનેટમાં કયા મંત્રીઓ હશે જે દેશને વિકાસના માર્ગ પર લઇને ચાલે. લોકોને અત્યારથી એ વાતની પ્રતિક્ષા છે કે ગુજરાત મોડલની જેમ વારાણસી સહિત આખા દેશનો વિકાસ કયા-કયા મંત્રી કરશે.

જણાવવામાં આવી રહ્યું છેકે, મોદીના કેબિનેટમાં એ વરિષ્ઠ લોકો પણ સામેલ થઇ શકે છે, જે ગુજરાત મોડલ સમયે કાર્યરત હતા. જોકે, મોદીના કેબિનેટ પર અંતિમ મહોર તો 26 મેના રોજ લાગશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ પણ મોદી બાદ બીજુ પદ સ્વયં માટે રાખી શકે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે મોદીના કેબિનેટમાં કયા કયા મંત્રીઓ હશે.

નરેન્દ્ર મોદીના સૌથી નજીકના અને યુપીના પ્રભારી

નરેન્દ્ર મોદીના સૌથી નજીકના અને યુપીના પ્રભારી

અમિત શાહ, નરેન્દ્ર મોદીની સૌથી નજીક છે. લોકસભા ચૂંટણીમાં યુપીમાંથી 71 બેઠકો પર ભાજપને વિજય અપાવીને શાહે મોદીનું દિલ જીતી લીધું છે.

સુરક્ષા મામલાઓમાં જનરલ સૌથી આગળ

સુરક્ષા મામલાઓમાં જનરલ સૌથી આગળ

દેશની આંતરિક સુરક્ષા હોય કે પછી બાહ્ય જનરલ વીકે સિંહ એક જાણીતા અને કદાવર સેના મુખિયાનું પદભાર સંભાળી ચૂક્યા છે. મોદીને વીકે સિંહ પાસેથી ઘણી આશાઓ છે.

શાહનવાજ હુસૈન-મુખ્તાર અબ્બાસ નકવી

શાહનવાજ હુસૈન-મુખ્તાર અબ્બાસ નકવી

શાહનવાજ હુસૈન અને મુખ્તાર અબ્બાસ નકવી ભાજપની શાનને સમજે છે. એ માત્ર નિવેદનબાજી નહીં પરંતુ દુશ્મનોને જવાબ કેવો આપવો તે પણ જાણે છે.

અરૂણ સૌરી

અરૂણ સૌરી

નરેન્દ્ર મોદીએ ગુજરાત મોડલ હેટળ પણ અરૂણ સૌરીની મદદથી ઘણા વિકાસ કામો કર્યા છે. દેશના વિકાસમાં પણ તેમના સહયોગની ચર્ચા છે.

કાયદાનો પાઠ ભણાવી શકે છે અરૂણ જેટલી

કાયદાનો પાઠ ભણાવી શકે છે અરૂણ જેટલી

વ્યવસાયે વકીલ અને ભાજપની શાનને સમજનારા નેતા અરૂણ જેટલી મોદીની કેબિનેટમાં એક કાયદાકિય સલાહકાર અથવા કાયદા મંત્રીના રૂપમાં નિયુક્ત થઇ શકે છે.

રવિશંકર પ્રસાદ

રવિશંકર પ્રસાદ

ભાજપના તેજ તર્રાર નેતા રવિશંકર પ્રસાદ એકવાર સૂચના મંત્રાલય સંભાળી ચૂક્યા છે, પરંતુ આ વખતે મોદી કેબિનેટમાં તેમને અન્ય કોઇ સ્થાન મળી શકે છે.

ડો. હર્ષવર્ધન

ડો. હર્ષવર્ધન

મોદી કેબિનેટમાં ડો. હર્ષવર્ધનને પદ મળવાની આશા છે. સમાજ અને સામાજીક ગતિવિધિઓ સંબંધિત કોઇ પદભાર મળી શકે છે.

સુષમા સ્વરાજ

સુષમા સ્વરાજ

સુષમા સ્વરાજને જવાબદારી પદ મળવાની સંભાવના છે.

ઉમા ભારતી

ઉમા ભારતી

મોદી કેબિનેટમાં ઉભા ભારતીને સ્થાન મળી શકે છે.

સ્મૃતિ ઇરાની

સ્મૃતિ ઇરાની

અમેઠીમાં રાહુલ ગાંધી સામે ચૂંટણી લડનારા સ્મૃતિ ઇરાનીને કેબિનેટમાં સ્થાન મળી શકે છે.

મુરલી મનોહર જોશી

મુરલી મનોહર જોશી

ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીને માનવ સંસાધન મંત્રાલય મળે તેવી સંભાવના છે.

લાલકૃષ્ણ અડવાણી

લાલકૃષ્ણ અડવાણી

ભાજપના પિતામહ કહેવાતા અડવાણી મોદી કેબિનેટમાં મહત્વનું સ્થાન મેળવી શકે છે.

રાજનાથ સિંહ

રાજનાથ સિંહ

મોદી કેબિનેટમાં મોદી બાદ બીજા નંબરનું પદ રાજનાથ સિંહ પાસે હશે.

વૈંકયા નાયડૂ

વૈંકયા નાયડૂ

વૈંકયા નાયડૂને મોદી કેબિનેટમાં સ્થાન મળી શકે છે.

રાજીવ પ્રતાપ રૂડી

રાજીવ પ્રતાપ રૂડી

કમર્શિયલ પાયલોટ રાજીવ પ્રતાપ રૂડીને સિવિલ એવિએશન મંત્રાલય મળી શકે છે.

અનંત કુમાર

અનંત કુમાર

મોદી કેબિનેટમાં અનંત કુમારને સલાહકારનું પદ મળી શકે છે.

મનોજ પારિકર

મનોજ પારિકર

મોદી કેબિનેટની અંદર ગોવાના મુખ્યમંત્રી મનોજ પારિકરને એક મહત્વનું પદ મળી શકે છે. જણાવવામાં આવે છેકે મોદી અને મનોજ વચ્ચે ગાઢ મિત્રતા છે.

રામ વિલાસ પાસવાન

રામ વિલાસ પાસવાન

રેલ મંત્રાલયની જવાબદારી મોદી કેબિનેટમાં રામ વિલાસ પાસવાનને મળી શકે છે.

અનબુમની રામદાસ

અનબુમની રામદાસ

અનબુમની રામદાસ, મોદી કેબિનેટમા સામેલ થઇ શકે છે.

મેનકા ગાંધી

મેનકા ગાંધી

દિવંગત સંજય ગાંધીના પત્ની મેનકા ગાંધીને મોદી કેબિનેટમાં સામાજીક કલ્યાણ વિભાગનું કાર્ય આપવામાં આવી શકે છે.

નીતિન ગડકરી

નીતિન ગડકરી

મોદી કેબિનેટમાં સામેલ થવા માટે નીતિન ગડકરી પણ એક સારા ઉમેદવાર માનવામાં આવી રહ્યાં છે.

English summary
Prime Minister- designate Narendra Modi is all set to oath as the 15th prime minister of India on May 26, Monday at 6 pm.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X