અહીં વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રથમ સંદેશ

નવી દિલ્હી, 26 મે : આજે સાંજે 6 કલાકે નરેન્દ્ર દામોદરદાસ મોદીએ દેશના 15મા વડાપ્રધાન તરીકેના શપથ લેતાની સાથે જ દેશના નાગરિકો સાથે સંવાદ શરૂ પણ કરી દીધો છે. નરેન્દ્ર મોદીએ શપથ લીધાની થોડી જ મીનિટોમાં ભારતવાસીઓને જણાવ્યું કે 'ભારત અને સમગ્ર વિશ્વના પ્રિય નાગરિકો, નમસ્તે. ભારતના વડાપ્રધાનની સત્તાવાર વેબસાઇટ પર આપનું સ્વાગત છે.'

ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રથમ સંદેશ :
16 મે, 2014ના રોજ ભારતના લોકોએ જનાદેશ આપ્યો. તેમણે વિકાસ, સુશાસન અને સ્થિરતા માટે પોતાનો જનાદેશ આપ્યો છે. હવે, હું ભારતની વિકાસ યાત્રાને એક નવી ઊંચાઇ આપવા માટે કામ શરૂ કરીશ. હું આપનો સાથ, આશીર્વાદ અને સક્રિયા ભાગીદારી ઇચ્છું છું. આપણે સૌ સાથે મળીને ભારતની શાનદાર રૂપરેખા તૈયાર કરીશું. આવો, સાથે મળીને એક મજબૂત, વિકસીત સૌને સાથે લઇને આગળ વધતા ભારતનુપં સપનું જોઇએ. એક એવા ભારતનું સપનું જે સમગ્ર દુનિયામાં શાંતિ અને પોતાના વિકાસથી સક્રિય ભાગીદારી નિભાવશે.

narendra-modi-pm-web-site

હું આ વેબસાઇટને આપણી વચ્ચેના સંવાદનું એક મહત્વનું માધ્યમ ગણું છું. સમગ્ર દુનિયાના લોકો સાથે સંવાદ માટે ટેકનોલોજી અને સોશિયલ મીડિયાની તાકાતમાં મારો દ્રઢ વિશ્વાસ છે. મને આશા છે કે આ માધ્યમ સાંભળવા, શીખવા અને એક બીજાના વિચાર વહેંચવાની તક આપશે.

આ વેબસાઇટ મારફતે આપ મારા ભાષણો, કાર્યક્રમો, વિદેશ યાત્રાઓ અને અન્ય અનેક બાબતોની તાજી માહિતી મેળવી શકશો. હું આપને એમ પણ જણાવતો રહીશ કે ભારત સરકાર કેવી રીતે પહેલ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X