• search

જાણો, શા માટે મોદીએ કહ્યું, ‘ગુજરાત મોડલ બધે લાગુ ન થઇ શકે’?

નવી દિલ્હી, 29 એપ્રિલઃ ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું કે કોંગ્રેસ એક ડુબતુ જહાજ છે અને માતા-પુત્ર બન્ને(સોનિયા અને રાહુલ ગાંધી)નો સમય હવે ખતમ થઇ ગયો છે. ઝી ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં મોદીએ કહ્યું છેકે, ચૂંટણીની તારીખોની જ્યારે ઘોષણા થઇ ત્યારે કોંગ્રેસ પાર્ટીએ વિચાર્યુ કે આ વખતે કોઇપણ દળને બહુમતિ નહીં મળે. તેઓ કહે છેકે તે મોદીને પીએમ નહીં બનવા દે. કોંગ્રેસ પાર્ટી થર્ડ ફ્રન્ટની સરકારને સમર્થન આપશે. તેમના નિવેદનોથી એવું લાગી રહ્યું છેકે તેઓ ચૂંટણી પહેલા જ હારી ચૂક્યા છે અને માતા-પુત્રનો સમય હવે ખતમ થઇ ગયો છે.

તેમણે કહ્યું કે, અત્યારસુધીની ચૂંટણીઓને જોતા કોંગ્રેસ હવે એ અનુભવ કરી રહી છેકે તેમનું જહાજ ડૂબી રહ્યું છે, તેમની પાસે કોઇ એજેન્ડા નથી. તેથી તે મારા પર પ્રહારો કરી રહ્યાં છે. તેમની નજરમાં 2014ની લોકસભા ચૂંટણી, મોદી વિરુદ્ધ અન્ય છે. મોદીએ કહ્યું કે, હું માત્ર સારી સરકાર અંગે વાત કરુ છું. વારાણસીમાં ઉમેદવારી પત્ર દરમિયાન લોકો તરફથી જે શાનદાર પ્રતિક્રિયાના પ્રશ્ન અંગે મોદીએ કહ્યુ કે તેમના દ્રષ્ટિકણમાં કોઇ પરિવર્તન આવ્યું નથી.

ગુજરાતના મુખ્યમંત્રીએ કહ્યું કે, દેશ એક નિરાશાના મોહાલમાંથી પસાર થઇ રહ્યો છે. લોકો એવું અનુભવી રહ્યાં છેકે ગુજરાતમાં જરૂર કંઇક સારુ થયું હશે. તેથી દેશમાં પણ કંઇક સારું થઇ શકે છે. લોકોને લાગે છેકે ભુજમાં આવેલા ભયંકર ભૂકંપ બાદ પણ ગુજરાત ઉભુ થઇ શકે છે તો દેશ પણ ખરાબ સમયમાંથી બહાર આવી શકે છે. વધુ જાણવા તસવીરો પર ક્લિક કરો.

દેશ નકારાત્મકતાના માહોલમાંથી બહાર નિકળશે

દેશ નકારાત્મકતાના માહોલમાંથી બહાર નિકળશે

મોદીએ કહ્યું કે તેમનું માનવું છેકે દેશે 10 વર્ષો સુધી ખરાબ સમય જોયો છે અને 16 મેના રોજ આવનારા ચૂંટણી પરિણામો ભારતને નકારાત્મકતાના માહોલમાંથી બહાર કાઢશે. મોદીએ યાદ અપાવ્યું કે, તેમણે લોકોને એવા વચન નથી આપ્યા કે ચાંદ લાવીને આપશે. મોદીએ કહ્યું કે, મે માત્ર સારી સરકાર અને લોકોને પેયજલ, મહિલાઓને શૌચાલય સુવિધા ઉપલબ્ધ કરાવવા અંગે વાત કરી છે.

કુશાસનને લઇને કોંગ્રેસ પર હુમલો

કુશાસનને લઇને કોંગ્રેસ પર હુમલો

કુશાસનને લઇને કોંગ્રેસ પર હુમલો કરતા મોદીએ કહ્યું કે, કોંગ્રેસ બુરાઇઓનું પ્રતીક છે, પછી તે કુશાસન, વંશવાદી રાજકારણ, બેરોજગારીની વાત હોય. કોંગ્રેસ મુક્ત ભારતના સૂત્ર અંગે તેમણે કહ્યું કે, દેશમાં જે કંઇપણ ખરાબ થયું છે, તેમાંથી આપણે છૂટકારો મેળવવાનો છે, તેના માટે આપણે કોંગ્રેસથી મુક્તિ મેળવવી પડશે.

2014ની ચૂંટણી એ ઉમ્મીદોની ચૂંટણી છે

2014ની ચૂંટણી એ ઉમ્મીદોની ચૂંટણી છે

મોદીએ 2014ની લોકસભાની ચૂંટણી અંગે તેઓ શું વિચારે છે, તે અંગે જણાવતા કહ્યું છેકે આ ચૂંટણી ઉમ્મીદોની ચૂંટણી છે. હું એક સકારાત્મક વિચારવાળી વ્યક્તિ છું. ઉમ્મીદ કરવી સારી વસ્તુ છે. બધાએ ઉત્સાહિત થવાની જરૂર છે.

ચા વેચતા હોવાની વાતનો ઉલ્લેખ

ચા વેચતા હોવાની વાતનો ઉલ્લેખ

રેલીઓમાં પોતાની ચા વેચનારાની વાતનો વારંવાર ઉલ્લેખ કરવા અંગે મોદીએ કહ્યું કે, આ અંગે તેમણે ત્યારે જ બોલવાનું શરૂ કર્યું જ્યારે લોકોએ એ અંગે ખોટી વાતો શરૂ કરી. મોદીએ જોકે કહ્યું કે, તેઓ જાતિ અને વોટબેન્કના રાજકારણની વિરુદ્ધ છે.

બદલાનું રાજકારણ નહીં

બદલાનું રાજકારણ નહીં

રોબર્ટ વાડ્રા અને તેમના કથિત ભૂમિ સોદાઓ અંગે કરવામાં આવેલા પ્રશ્નના જવાબમાં મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ બદલાનું રાજકારણ નથી કરી રહ્યાં અને કાયદા અનુસાર ભ્રષ્ટાચારના મામલાઓનું નિરાકરણ લાવવામાં આવશે

ભાજપના કામકાજમાં આરએસએસની દખલગીરી નહીં

ભાજપના કામકાજમાં આરએસએસની દખલગીરી નહીં

મોદીએ સ્પષ્ટ કર્યું છેકે આરએસએસે ભાજપના કામકાજમાં ક્યારેય દખલગીરી કરી નથી. સાથે જ મોદીએ એવો પણ પ્રશ્ન કર્યો કે, મીડિયાએ સોનિયા ગાંધીને એનએસી અંગે કોઇ પ્રશ્ન કેમ નથી કર્યો.

મનમોહન સિંહ પર મોદીના પ્રહાર

મનમોહન સિંહ પર મોદીના પ્રહાર

મનમોહન સિંહને દેશમાં મોદીની લહેર જોવા મળતી નથી તેવા પ્રશ્નના જવાબમાં મોદીએ કહ્યું કે, વડાપ્રધાનને 10 વર્ષોમાં જો બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર ન દેખાયા તો પછી તેઓ મોદીની લહેરને કેવી રીતે જોઇ શકે છે.

વિદેશ નીતિ પર નરેન્દ્ર મોદી

વિદેશ નીતિ પર નરેન્દ્ર મોદી

વિદેશ નીતિ પર પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતા મોદીએ કહ્યું કે ભારતમાં ચૂંટણી વિદેશ નીતિના આધારે નથી લડાતી. પરંતુ આ ચૂંટણી, મોંઘવારી અને બેરોજગારીના આધાર પર લડવામાં આવે છે. મારું માનવું છેકે જો આપણે શક્તિશાળી છીએ તો કોઇ પણ આપણને આંખો દેખાડશે નહીં, વાતચીત આંખોમાં આંખો નાંખીને કરવી જોઇએ.

કેવું હશે મોદીનું મંત્રી મંડળ

કેવું હશે મોદીનું મંત્રી મંડળ

મોદીને જ્યારે પીએમ બન્યા બાદ તેમના મંત્રી મંડળ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, મારું અત્યારસુધીનું લક્ષ્ય ભાજપ અને એનડીએની પૂર્ણ બહુમતને સુનિશ્ચિત કરવાનું છે. તેમણે કહ્યું કે હું કોઇ રોબોટ નથી. મારી અંદર પણ ભાવનાઓ છે, મારી અંદર પણ ખરાબી છે, પરંતુ હું સારા લોકોની સંગતમાં જોડાયેલો છું અને હું મારું જીવન અચ્છાઇઓના આધારે જીવવાનો પ્રયાસ કરું છું.

શા માટે મોદીએ કહ્યું, ‘ગુજરાત મોડલ બધે લાગુ ન થઇ શકે’?

શા માટે મોદીએ કહ્યું, ‘ગુજરાત મોડલ બધે લાગુ ન થઇ શકે'?

દેશ નકારાત્મકતાના માહોલમાંથી બહાર નિકળશે

મોદીએ કહ્યું કે તેમનું માનવું છેકે દેશે 10 વર્ષો સુધી ખરાબ સમય જોયો છે અને 16 મેના રોજ આવનારા ચૂંટણી પરિણામો ભારતને નકારાત્મકતાના માહોલમાંથી બહાર કાઢશે. મોદીએ યાદ અપાવ્યું કે, તેમણે લોકોને એવા વચન નથી આપ્યા કે ચાંદ લાવીને આપશે. મોદીએ કહ્યું કે, મે માત્ર સારી સરકાર અને લોકોને પેયજલ, મહિલાઓને શૌચાલય સુવિધા ઉપલબ્ધ કરાવવા અંગે વાત કરી છે.

કુશાસનને લઇને કોંગ્રેસ પર હુમલો

કુશાસનને લઇને કોંગ્રેસ પર હુમલો કરતા મોદીએ કહ્યું કે, કોંગ્રેસ બુરાઇઓનું પ્રતીક છે, પછી તે કુશાસન, વંશવાદી રાજકારણ, બેરોજગારીની વાત હોય. કોંગ્રેસ મુક્ત ભારતના સૂત્ર અંગે તેમણે કહ્યું કે, દેશમાં જે કંઇપણ ખરાબ થયું છે, તેમાંથી આપણે છૂટકારો મેળવવાનો છે, તેના માટે આપણે કોંગ્રેસથી મુક્તિ મેળવવી પડશે.

2014ની ચૂંટણી એ ઉમ્મીદોની ચૂંટણી છે

મોદીએ 2014ની લોકસભાની ચૂંટણી અંગે તેઓ શું વિચારે છે, તે અંગે જણાવતા કહ્યું છેકે આ ચૂંટણી ઉમ્મીદોની ચૂંટણી છે. હું એક સકારાત્મક વિચારવાળી વ્યક્તિ છું. ઉમ્મીદ કરવી સારી વસ્તુ છે. બધાએ ઉત્સાહિત થવાની જરૂર છે.

ચા વેચતા હોવાની વાતનો ઉલ્લેખ

રેલીઓમાં પોતાની ચા વેચનારાની વાતનો વારંવાર ઉલ્લેખ કરવા અંગે મોદીએ કહ્યું કે, આ અંગે તેમણે ત્યારે જ બોલવાનું શરૂ કર્યું જ્યારે લોકોએ એ અંગે ખોટી વાતો શરૂ કરી. મોદીએ જોકે કહ્યું કે, તેઓ જાતિ અને વોટબેન્કના રાજકારણની વિરુદ્ધ છે.

બદલાનું રાજકારણ નહીં

રોબર્ટ વાડ્રા અને તેમના કથિત ભૂમિ સોદાઓ અંગે કરવામાં આવેલા પ્રશ્નના જવાબમાં મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ બદલાનું રાજકારણ નથી કરી રહ્યાં અને કાયદા અનુસાર ભ્રષ્ટાચારના મામલાઓનું નિરાકરણ લાવવામાં આવશે.

ભાજપના કામકાજમાં આરએસએસની દખલગીરી નહીં

મોદીએ સ્પષ્ટ કર્યું છેકે આરએસએસે ભાજપના કામકાજમાં ક્યારેય દખલગીરી કરી નથી. સાથે જ મોદીએ એવો પણ પ્રશ્ન કર્યો કે, મીડિયાએ સોનિયા ગાંધીને એનએસી અંગે કોઇ પ્રશ્ન કેમ નથી કર્યો.

મનમોહન સિંહ પર મોદીના પ્રહાર

મનમોહન સિંહને દેશમાં મોદીની લહેર જોવા મળતી નથી તેવા પ્રશ્નના જવાબમાં મોદીએ કહ્યું કે, વડાપ્રધાનને 10 વર્ષોમાં જો બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર ન દેખાયા તો પછી તેઓ મોદીની લહેરને કેવી રીતે જોઇ શકે છે.

ગુજરાત મોડલ અંગે મોદીનો મત

ગુજરાતમાં વિકાસની વાત કરતા મોદીએ કહ્યું કે, તેમનો પ્રદેશ એવું પહેલું રાજ્ય છે, જે લોકોને 365 દિવસ વિજળી ઉપલબ્ધ કરાવે છે. મોદીએ જોકે કહ્યું કે, ગુજરાત મોડલ આખા દેશમાં લાગુ કરી શકાય નહીં, પ્રત્યેક રાજ્યની પોતાની ખાસિયત છે અને એ રાજ્યની વિશેષતાને ઓળખીને તેના અનુરુફ વિકાસના કાર્યક્રમ તૈયાર કરવામાં આવશે.

વિદેશ નીતિ પર નરેન્દ્ર મોદી

વિદેશ નીતિ પર પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતા મોદીએ કહ્યું કે ભારતમાં ચૂંટણી વિદેશ નીતિના આધારે નથી લડાતી. પરંતુ આ ચૂંટણી, મોંઘવારી અને બેરોજગારીના આધાર પર લડવામાં આવે છે. મારું માનવું છેકે જો આપણે શક્તિશાળી છીએ તો કોઇ પણ આપણને આંખો દેખાડશે નહીં, વાતચીત આંખોમાં આંખો નાંખીને કરવી જોઇએ.

કેવું હશે મોદીનું મંત્રી મંડળ

મોદીને જ્યારે પીએમ બન્યા બાદ તેમના મંત્રી મંડળ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, મારું અત્યારસુધીનું લક્ષ્ય ભાજપ અને એનડીએની પૂર્ણ બહુમતને સુનિશ્ચિત કરવાનું છે. તેમણે કહ્યું કે હું કોઇ રોબોટ નથી. મારી અંદર પણ ભાવનાઓ છે, મારી અંદર પણ ખરાબી છે, પરંતુ હું સારા લોકોની સંગતમાં જોડાયેલો છું અને હું મારું જીવન અચ્છાઇઓના આધારે જીવવાનો પ્રયાસ કરું છું.

English summary
congress is sinking ship days of sonia rahul are over says narendra modi in interview with news channel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more