PMOમાં પણ ધ્યાનથી સંભળાઇ રહ્યું હતું મોદીનું ભાષણ!

આ દરમિયાનમાં તુરંત જ 12 વાગ્યાને 30 મિનિટે પ્રધાનમંત્રી ઓફીસમાંથી એવો ખુલાસો આવ્યો કે કેન્દ્ર સરકાર કોઇપણ રાજ્ય સાથે ભેદભાવ રાખતી નથી. બલકે તે વિકાસ માટે દરેક રાજ્યને તેમની જરૂરિયાત પ્રમાણે સગવડો પૂરી પાડે છે. એક ખાનગી ટીવી ચેનલના અહેવાલ પ્રમાણે પીએમઓ તરફથી ટ્વિટર પર આ અંગેનો ખુલાસો કરવામાં આવ્યો હતો અને મોદીના આક્ષેપોને નકારવામાં આવ્યો હતો.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે કોલકાતા ખાતે 'વાઇબ્રન્ટ ગ્રોથ મોડેલ' પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું. જેમાં તેમણે ગુજરાતના વિકાસ મોડેલ પર ચર્ચા કરવાની સાથે સાથે કેન્દ્ર સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે યુપીએ સરકાર દેશના રાજ્યો સાથે ભેદભાવભર્યું વર્તન કરે છે જેના પગલે તેમના સપનાઓ ચૂરચૂર થઇ જાય છે. જો તમે યુપીએ રાજ્ય હશો તો તમને સારી ટ્રીટમેન્ટ અને નોનયુપીએ રાજ્યને અલગ ટ્રીટમેન્ટ મળશે.
મજાની વાત એ છે કે મોદીના ભાષણ બાદ પીએમ તરફથી તુરંત પ્રતિક્રિયા આવતા એ બાબત સાબિત કરે છે કે દેશના પ્રધાનમંત્રી સહિતના નેતાઓ પણ પોતપોતાના કાર્યાલયમાં બેસીને નરેન્દ્ર મોદીના ભાષણને સાંભળવામાં વ્યસ્ત હતા. એટકે કે સામાન્ય વ્યક્તિ, મીડિયા, પક્ષ અને વિપક્ષ દરેકજણ હવે મોદીના ભાષણ અચૂક સાંભળવાના આદી બની ગયા છે.












Click it and Unblock the Notifications
