• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇતિહાસ રચશે 2014ની ચૂંટણી, ધ્વસ્ત થશે પરંપરાઓ: મોદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 6 ડિસેમ્બર: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે આઝાદી બાદ આ એવી પ્રથમ ચૂંટણી આવશે જેમાં જુની પરંપરાઓ સમાપ્ત થઇ રહી છે. આ ચૂંટણી પોતાનામાં એક જનઆંદોલન છે. વડાપ્રધાન મનમોહન સિંહનું નામ લીધા વિના નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે લોકો તેમના વિરૂદ્ધ મનફાવે તેમ આરોપ લગાવે છે પરંતુ જે લોકો દર્દ અને પીડામાં ઉછર્યા છે, તેમને બીજાની પીડાને સમજવા અને દૂર કરવા માટે યાત્રાઓ કરવાની જરૂરિયાત નથી, કામ કરવાની ઇચ્છાની જરૂરિયાત છે.

નરેન્દ્ર મોદીએ તાલકટોરા સ્ટેડિયમમાં યોગ ગુરૂ બાબા રામદેવ દ્વારા આયોજિત ભારત સ્વાભિમાન ટ્રસ્ટની સ્થાપના દિવસ પર આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું હતું કે 'હું નિરાશાવાદી નથી.' મેં કોઇ પદ માટે જન્મ લીધો નથી. દેશના વાયદાની નહી, પરંતુ કેટલાક ઇરાદાઓની જરૂરિયાત છે.'

મનમોહન સિંહનું નામ લીધા વિના ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવારે કહ્યું હતું કે 'આજે જ્યારે લોકો આવા મનફાવે તેવા આરોપ લગાવે છે ત્યારે હું પાછું વળીને જોવું છું કે ટ્રેનમાં ચા વેચનારો આજે ક્યાં બેઠો છે. હું મેં મારી માતાને ઘરના વાસણો સાફ કરતાં જોઇ છે અને તેમને એવા સંસ્કાર આપ્યા છે કે હું નિરાશાવાદી નથી.

પોતાના પરિવારની સાથે નાનપણમાં કપાસ વિણવા જવાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે તેમને જે કહ્યું હતું કે જે લોકો દર્દ અને પીડામાં ઉછર્યા હોય તેમને બીજાના દર્દ અને પીડાને સમજવા માટે યાત્રાઓ કરવાની જરૂરિયાત પડતી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મનમોહન સિંહે શુક્રવારે એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદીનું વડાપ્રધાન બનવું દેશ માટે વિનાશકારી હશે. લોકસભાની ચૂંટણી પહેલાં દેશ સમક્ષ વિભિન્ન મુદ્દાઓ પર સ્થિતી સ્પષ્ટ કરતાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવારે કહ્યું હતું કે માનવ સ્ત્રોતના સામર્થ્ય કુનીતિઓના કારણે અભિશાપમાં ફેરવાઇ ગયા છે અને કોઇ પદ માટે જન્મ લીધો નથી, દેશના વાયદો માટે નહી, કંઇક કરવાની જરૂરિયાત છે તેમને યોગગુરૂ અને પ્રજાને નેતાઓના ટ્રેક રેકોર્ડને જોવા અને ફક્ત વાયદાઓ પર વિશ્વાસ ન કરવાનો આગ્રહ કર્યો હતો.

વિકાસનો એજન્ડા લોકતંત્ર માટે શુભ

વિકાસનો એજન્ડા લોકતંત્ર માટે શુભ

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ચૂંટણી તોડજોડ, પરિવાર સંભાળવા, વોટ બેંકના પડછાયામાંથી નીકળીને વિકાસના એજન્ડા પર ચૂંટણીનું રાજકારણ લોકતંત્ર માટે શુભ છે. તેમને કહ્યું હતું કે દેશમાં મોટી સંખ્યા યુવાનોની છે. આ યુવાનોએ દેશના સામર્થ્યમાં વૃદ્ધિ કરી છે. પરંતુ જે વસ્તી માનવ સ્ત્રોત દેશ માટે વરદાન બની શકતી હતી તે કુનિતીઓના બરબાદ થઇ રહી છે. આનાથી મોટો કોઇ મોટો ગુનો હોય ન શકે.

પારદર્શિતાની જરૂરિયાત

પારદર્શિતાની જરૂરિયાત

ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભ્રષ્ટાચાર પર લગામ કસવા માટે લોકો કલ્યાણકારી નીતિઓ અને નિર્ણયમાં પારદર્શિતાની જરૂરિયાત છે. પારદર્શિતા માટે દરેક સ્તર પર નાની નાની બાબતોને આગળ વધારવી જરૂરી છે. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવારે કહ્યું હતું કે 'દેશને આગળ વધારવા માટે મંગળ ગ્રહથી લોકોને લાવવાની જરૂર નથી. અહીંના જ લોકો દેશને આગળ લઇ જઇ શકે છે. તેમને કહ્યું હતું કે મોટાભાગની સરકારો આવે છે અને પોતાનો સમય દિવસરાત આગામી ચૂંટણી જીતવામાં લગાવી દે છે. જ્યારે સરકારનું કામ પાંચ વર્ષ સુધી લોકોને વિશ્વાસમાં લઇને આગળ વધવાની હોવી જોઇએ.

મારી ડિક્શનરીમાં નિરાશા શબ્દ નથી

મારી ડિક્શનરીમાં નિરાશા શબ્દ નથી

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'ભાજપ અને ખાસ કરીને નરેન્દ્ર મોદી પાસે જે અપેક્ષાઓ છે, તેને પુરી કરવા માટે કામ કરશે. દરેક સમસ્યાનું સમાધાન શોધી શકાય. માર્ગ શોધી શકાય અને પરિણામ મેળવી શકાય. તેમને કહ્યું હતું કે હું નિરાશાવાદી નથી. મારી ડિક્શનરીમાં નિરાશા શબ્દ નથી. તેનો અર્થ એ નથી કે મને ડિક્શનરી યાદ છે પરંતુ તેનું કારણ એ છે કે હું જીંદગીને આ રીતે જ જીવ્યો છું.'

ખેડૂતો પરેશાન

ખેડૂતો પરેશાન

તેમને કહ્યું હતું કે દરેક 30 વર્ષમાં જમીનના લેખાજોખા કરવાની જોગવાઇ છે. પરંતુ સો વર્ષમાં આ કામ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી. કેટલાક સ્થળોએ નદીઓએ રસ્તો બદલી દિધો છે અને કેટલાક સ્થળોએ પર્વતોનો ભાગ પડી ગયો છે. પરંતુ સરકારી કાગળમાં આ સ્થળ જમીનના રૂપે નોધાયેલ છે. ખેડૂતો પરેશાન છે.

દેશના સ્વાભિમાન લડાઇ લડવી પડે છે

દેશના સ્વાભિમાન લડાઇ લડવી પડે છે

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આઝાદી બાદ આ પ્રથમવાર એવી ચૂંટણી આવી રહી છે જેમાં જુની પરંપરાઓ સમાપ્ત થઇ રહી છે. આ ચૂંટણી પોતાનામાં એક જનઆંદોલન છે. તેમને કહ્યું હતું કે 'ક્યારેય ક્યારેક પીડા થાય છે કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ દેશના સ્વાભિમાન લડાઇ લડવી પડે છે. આ તો સ્વાભાવિક પ્રક્રિયા હોવી જોઇએ અને આ સ્વત મળવી જોઇએ.'

ભવ્ય અને દિવ્ય ભારતના નિર્માણ

ભવ્ય અને દિવ્ય ભારતના નિર્માણ

ભારતીય ભાષાઓના ગૌરવનો ઉલ્લેખ કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'દુનિયા જે ભાષાને સમજે તે ભાષામાં આપણા દેશના બાળકો સમજાવી શકે એવી સ્થિતી હોવી જોઇએ. પરંતુ આ સાથે સાથે આપણી ભાષા પર ગર્વ અને સ્વાભિમાન હોવી જરૂરી છે.' તેમને કહ્યું હતું કે પાંચ વર્ષ બાદ મહાત્મા ગાંધીની 150મી જયંતિ આવવાની છે અને 8-9 વર્ષ બાદ આઝાદીનું અમૃત પર્વ આવશે. એવામાં આપણે ભવ્ય અને દિવ્ય ભારતના નિર્માણનું સપનું લઇને આગળ વધવું જોઇએ.

ટેક્સના લીધે કાળા ધનમાં વધારો

ટેક્સના લીધે કાળા ધનમાં વધારો

આ પહેલાં ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીએ કહ્યું હતું કે વધુ પડતા ટેક્સના કારણે કાળા ધનમાં વધારો થાય છે કારણ કે ટેક્સથી બચવા માટે ગેરકાયદેસર રીતે ધનને બહાર મોકલે છે. તેમને કહ્યું હતું કે સામાન્ય લોકોનું જીવન જન્મ લેતાં જ પહેલાં મૃત્યું સુધી ટેક્સ ચૂકવવા માટે જોડાય જાય છે જે રસ્તાથી ઘર, સર્વિસ ટેક્સ, વિજળી, પાણી ઉપરાંત ઇન્કમ ટેક્સ જેવા ટેક્સ ચૂકવવા સંબંધિત છે.

ટેક્સ વ્યવસ્થાને સરળ અને સખત બનાવવાની જરૂરિયાત

ટેક્સ વ્યવસ્થાને સરળ અને સખત બનાવવાની જરૂરિયાત

તેમને કહ્યું હતું કે 'એક વ્યક્તિ આકરી મહેનતથી જે કમાય છે, તેનો એક નાનકડો ભાગ પણ બચાવી શકતો નથી, ટેક્સ વ્યવસ્થાને સરળ અને સખત બનાવવાની જરૂરિયાત છે.' ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહે પણ યોગ્ય ગુરૂના મંતવ્યોનું સમર્થન કરતાં કહ્યું હતું કે તેમાં સુધારાની જરૂરિયાત છે. લેણદેણ ટેક્સનો વિકલ્પ ઘણો સારો છે. અને તેના પર વિચાર કરીશું.

English summary
Yoga guru Baba Ramdev Sunday officially announced his support for BJP's prime ministerial candidate Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X